ઇતિહાસ – ભારત
કુશાન રાજાઓ
કુશાન રાજાઓ : યૂએચી પ્રજાનાં પાંચ રાજ્યો પૈકીના એક પર શાસન કરનાર. યૂએચી લોકોને વાયવ્ય ચીનમાંથી ઈ.પૂ. બીજી સદીમાં હૂણોએ હાંકી કાઢ્યા ત્યારે તેઓ નાના યૂએચી અને મોટા યૂએચી એમ બે શાખામાં ફંટાઈ ગયા. નાના યૂએચી સરદરિયાના શકોને હાંકી કાઢી ત્યાં વસ્યા. અહીંથી આ લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને આમૂદરિયાના…
વધુ વાંચો >કુંડગ્રામ
કુંડગ્રામ : બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલ વૈશાલીનગરનું ઉપનગર. વૈશાલીની સ્થાપના વિશાલ નામના રાજાએ કરી હોવાનું મનાય છે. વૈશાલીના ત્રણ વિભાગ કે ઉપનગર હતાં. એ ત્રણેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો રહેતા હતા. કુંડગ્રામમાં ક્ષત્રિયો રહેતા તેથી તે ‘ક્ષત્રિયકુંડ’ તરીકે ઓળખાતું. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર વર્ધમાન અથવા મહાવીરસ્વામીનો જન્મ આ સ્થળે…
વધુ વાંચો >કુંતી
કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ…
વધુ વાંચો >કુંભા રાણા
કુંભા રાણા (જ. 1428; અ. 1488) : સિસોદિયા વંશના મેવાડના પ્રખ્યાત રાજવી અને વિદ્વાન. પિતા મોકલ અને માતા હંસાબાઈ. પિતાનું મૃત્યુ 1433માં થતાં ગાદી મળી. સગીર અવસ્થા દરમિયાન મોટા સાવકા ભાઈ ચુન્ડા તથા મામા રાઠોડ રણમલે કારભાર સંભાળ્યો હતો. મામા રણમલનું 1438માં ખૂન થયું હતું. પ્રારંભનાં સાત વરસ દરમિયાન મારવાડ…
વધુ વાંચો >કુંવરસિંહ
કુંવરસિંહ (જ. આશરે 1777, જગદીશપુર, જિ. શાહાબાદ, બિહાર; અ. 24 એપ્રિલ, 1858, જગદીશપુર) : 1857ના મહાન વિપ્લવના એક બહાદુર યોદ્ધા અને સેનાપતિ. તેઓ ઉચ્ચ રાજપૂત કુળના વંશજ હતા. ભારતમાં અંગ્રેજોની સત્તા સામે 1857માં વિપ્લવ થયો ત્યારે કુંવરસિંહ આશરે 80 વર્ષના વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થા તથા નરમ સ્વાસ્થ્ય હોવા છતાં, અંગ્રેજો સામે…
વધુ વાંચો >કૃપાલાની જીવતરામ આચાર્ય
કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 11 નવેમ્બર 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ. જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ…
વધુ વાંચો >કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)
કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…
વધુ વાંચો >કૃષ્ણ–2
કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…
વધુ વાંચો >કૃષ્ણ–3
કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…
વધુ વાંચો >કૃષ્ણગુપ્ત
કૃષ્ણગુપ્ત (છઠ્ઠી સદી) : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. સ્કંદગુપ્તના મૃત્યુ પછી મગધના ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ હતી તે બાલાદિત્યના મૃત્યુ પછી લગભગ પૂરી થઈ (લગભગ 530). એ અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોનો રાજવંશ સત્તારૂઢ થયો. એનો પહેલો જ્ઞાત રાજા કૃષ્ણગુપ્ત છે. પ્રશસ્તિમાં એને ગિરિ જેવો ઉન્નત અને સિંહ જેવો પરાક્રમી કહ્યો…
વધુ વાંચો >