ઇતિહાસ – ભારત

કાલભોજ

કાલભોજ (ઈ.સ. 734થી ઈ.સ. 753) : મેવાડના ગુહિલોત વંશનો પ્રતાપી રાજા. તે બાપા રાવળને નામે ઓળખાતો. અભિલેખોમાં આવતી વંશાવળીઓમાં આ નામનો કોઈ રાજા દેખા દેતો નથી. પંડિત ગૌ. હી. ઓઝા બાપારાવળને આ વંશના આઠમા રાજા કાલભોજનું ઉપનામ હોવાનું માને છે, જ્યારે ડૉ. ભાંડારકર એને નવમા રાજા ખુમ્માણ પહેલાનું અપર નામ…

વધુ વાંચો >

કાલયવન

કાલયવન : પુરાણકથા અનુસાર એક યવનાધિપતિએ યાદવોના પરાજય માટે ગર્ગમુનિ પાસે ઉત્પન્ન કરાવેલો પુત્ર. તે ઘણો પ્રતાપી અને યાદવોથી જિતાય નહિ એવો હતો. જરાસંધની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી હતી. શ્રીકૃષ્ણને લાગ્યું કે મથુરાવાસીઓ એને હરાવી શકશે નહિ, ત્યારે તેમણે એક યુક્તિ કરી. યુદ્ધમાંથી પોતે નાસી જવાનો દેખાવ…

વધુ વાંચો >

કાલાણી, હેમુ

કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, પાકિસ્તાન; અ. 21 જાન્યુઆરી 1943, જૂન સખર, પાકિસ્તાન) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેમનાંમાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીર ખડતલ, તે…

વધુ વાંચો >

કાલિન્જર

કાલિન્જર : ઉત્તર પ્રદેશના ભાગરૂપ બુંદેલખંડના બાંદા જિલ્લામાં 1230 ફૂટ ઊંચી પહાડી પરનો અજેય ગણાતો કિલ્લો. ચંદેલા રાજા ચંદ્રવર્માએ આ દુર્ગ બંધાવ્યો હતો અને કીર્તિવર્માએ તેનો વિસ્તાર કર્યો હતો. 1202માં કુત્બ-ઉદ્-દીને કાલિન્જર ઉપર હુમલો કરી, બુંદેલા રાજા પરમર્દીના પ્રધાન અજયદેવને પાણીની તંગીને કારણે હાર સ્વીકારવા ફરજ પાડી હતી. શેરશાહ સુરે…

વધુ વાંચો >

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…

વધુ વાંચો >

કાંપિલ્ય

કાંપિલ્ય : ઉત્તર પ્રદેશમાં ફરૂખાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં મળે છે. પહેલાં તે ગંગાને કાંઠે વસેલું હતું. હવે એની નીચેના ભાગમાંથી ‘બૂઢી ગંગા’ નામની ધારા વહે છે. એ દક્ષિણ પાંચાલના રાજા દ્રુપદનું પાટનગર હતું. અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. અહીંના એક ઊંચા ટેકરાને દ્રુપદનો કોટ કહે…

વધુ વાંચો >

કાંપિલ્યવિહાર

કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો…

વધુ વાંચો >

કિચલુ ડૉ. સૈફુદ્દીન

કિચલુ, ડૉ. સૈફુદ્દીન (જ. 15 જાન્યુઆરી 1888; અમૃતસર, પંજાબ; અ. 9 ઑક્ટોબર 1963, ન્યૂ દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ રાજનીતિજ્ઞ. કાશ્મીરી મુસ્લિમ કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષણ અમૃતસરમાં, કૉલેજશિક્ષણ આગ્રા તથા અલીગઢમાં લીધુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ., લંડન યુનિવર્સિટીમાંથી બાર-ઍટ-લૉ તથા જર્મનીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1915માં અમૃતસરમાં વકીલાત સાથે…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિરાત (મૉંગોલોઇડ)

કિરાત (મૉંગોલોઇડ) :  પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…

વધુ વાંચો >