ઇતિહાસ – જગત
વિનસ
વિનસ : પ્રાચીન કાળની રોમની સૌંદર્ય અને પ્રેમની દેવી. મૂળે તે રોમન નહિ પણ ઇટાલિયન દેવી હતી. પ્રાચીન રોમની તે ખૂબ જ પ્રસિદ્ધ દેવી હતી. સૌંદર્ય અને પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ સાથે તેનું સાયુજ્ય સ્થપાયું પછી તે ખૂબ જ પ્રસિદ્ધ અને આરાધ્ય દેવી બની. દેશમાં તેનાં મંદિરો ઊભાં થયાં અને…
વધુ વાંચો >વિયેટનામ યુદ્ધ
વિયેટનામ યુદ્ધ (1957-1975) : અગ્નિ એશિયામાં આવેલ વિયેટનામમાં ત્યાંની સરકાર નક્કી કરવા થયેલ આંતરવિગ્રહ, જે આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં પરિણમ્યો. જિનીવા પરિષદના પ્રતિનિધિઓએ મે, 1954માં વિયેટનામનું ઉત્તર વિયેટનામ તથા દક્ષિમ વિયેટનામ એમ બે વિભાગોમાં કામચલાઉ વિભાજન કરવાનું નક્કી કર્યું હતું. આ પરિષદે 1956માં ચૂંટણીઓ યોજીને વિયેટનામને એક સરકાર હેઠળ જોડી દેવા જણાવ્યું…
વધુ વાંચો >વિયેના સંમેલન
વિયેના સંમેલન (1814-15) : નેપોલિયનના પતન બાદ, યુરોપના દેશોની પુનર્વ્યવસ્થા કરવા માટે, ઑસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં મળેલું, યુરોપના દેશોના પ્રતિનિધિઓનું સંમેલન. ઑસ્ટ્રિયાના વડા પ્રધાન મૅટરનિક આ સંમેલનના પ્રમુખ હતા. નેપોલિયનને સત્તા પરથી દૂર કરનાર ઑસ્ટ્રિયા, પ્રશિયા, રશિયા અને ગ્રેટબ્રિટનના પ્રતિનિધિઓ અનુક્રમે વડા પ્રધાન મૅટરનિક, રાજા ફ્રેડરિક વિલિયમ 3જો, ઝાર ઍલેક્ઝાન્ડર 1લો…
વધુ વાંચો >વિલિયમ-1 (વિજેતા)
વિલિયમ-1 (વિજેતા) (જ. 1027, ફ્લઇસે, ફ્રાન્સ; અ. 1087) : ઇંગ્લૅન્ડનો નૉર્મન વંશનો પ્રથમ રાજા. તે વિલિયમ-1 ‘વિજેતા’ તરીકે ઓળખાય છે. એનો પિતા રૉબર્ટ-1 ફ્રાન્સના નૉર્મન્ડી પ્રદેશનો ડ્યૂક હતો. એના પિતાનું અવસાન થતાં 1035માં 8 વર્ષની વયે એને નૉર્મન્ડીનો પ્રદેશ વારસામાં મળ્યો. એની યુવાવસ્થામાં નૉર્મન્ડીમાં ઘણી અવ્યવસ્થા હતી. 1047માં થયેલા મોટા…
વધુ વાંચો >વિલ્બરફોર્સ, વિલિયમ
વિલ્બરફોર્સ, વિલિયમ (જ. 24 ઑગસ્ટ 1759, હલ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1833, લંડન) : બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામોનો વેપાર તથા ગુલામી પ્રથા નાબૂદ કરવાની લડતનો આગેવાન. તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન ભવિષ્યનો વડો પ્રધાન વિલિયમ પિટ, ધ યંગર તેનો ગાઢ મિત્ર હતો. 1780માં વિલ્બરફોર્સ અને પિટ બંને…
વધુ વાંચો >વિશ્વખોજનો યુગ
વિશ્વખોજનો યુગ : વિશ્વમાં નવી શોધો થઈ તે યુગ. નવજાગૃતિના સમય દરમિયાન યુરોપમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણો વિકાસ થયો. નવી શોધો થઈ. નવું જાણવાની, શીખવાની અને શોધવાની વૃત્તિ જન્મી. મુદ્રણકલા, હોકાયંત્ર, દૂરબીનનો કાચ વગેરેની શોધોએ સાહસિકોના જ્ઞાનમાં વધારો કર્યો. માર્કો પોલોનાં પ્રવાસવર્ણનોએ દરિયાખેડુઓેને પ્રોત્સાહન આપ્યું. લાંબા દરિયાઈ પ્રવાસો…
વધુ વાંચો >વિશ્વયુદ્ધ (પ્રથમ)
વિશ્વયુદ્ધ (પ્રથમ) (1914-1918) : વીસમી સદીના બીજા દાયકામાં મુખ્યત્વે યુરોપમાં લડાયેલું, વિશ્વના ઘણાખરા અગત્યના દેશોને સંડોવતું યુદ્ધ. વીસમી સદીની કેટલીક મહત્વની ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધને સૌપ્રથમ અગત્યની ઘટના માનવામાં આવે છે. એટલા માટે કે ભૂતકાળમાં આટલા વિશાળ પાયા ઉપર, દુનિયાના લગભગ બધા અગત્યના દેશોને સંડોવતું યુદ્ધ લડાયું ન હતું. તેમાં નવીન…
વધુ વાંચો >વિશ્વયુદ્ધ, દ્વિતીય (1939-1945)
વિશ્વયુદ્ધ, દ્વિતીય (1939-1945) : વિશ્વના પાંચેય ખંડોના 47 દેશોને સંડોવતું, વીસમી સદીના ચોથા અને પાંચમા દાયકામાં થયેલું ભયંકર યુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ તથા સલામતી જાળવવા માટે તથા ફરીથી ભયંકર માનવસંહાર થાય નહિ તે વાસ્તે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; તેમ છતાં માત્ર બે દાયકા બાદ વધુ ભયંકર વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >વિસીગૉથ (જાતિ)
વિસીગૉથ (જાતિ) : જર્મન લોકોની એક મહત્વની જાતિ. ઈસવી સનની 4થી સદીમાં તેઓ ઑસ્ટ્રોગૉથમાંથી છૂટા પડ્યા. તેમણે રોમન પ્રદેશોમાં વારંવાર હુમલા કર્યા અને ગૉલ (હાલનું ફ્રાંસ) તથા સ્પેનમાં તેમનાં મોટાં રાજ્યો સ્થપાયાં. ઈ. સ. 376માં હૂણ લોકોએ હુમલા કર્યા ત્યારે વિસીગૉથ દાસિયામાં ખેતી કરતા હતા. તેમને રોમન સામ્રાજ્યમાં ડાન્યૂબ નદીની…
વધુ વાંચો >વીકલિફ, જ્હૉન
વીકલિફ, જ્હૉન (જ. ઈ. સ. 1330, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ડિસેમ્બર 1384, લુટરવર્થ, લકેશાયર) : યુરોપના ઉત્તર-મધ્યયુગના અગ્રણી અંગ્રેજ ધર્મશાસ્ત્રી, ધર્મસુધારક અને ચિંતક ધર્મ અને રાજ્યશાસ્ત્ર અંગેના મૌલિક વિચારો દ્વારા ધર્મસુધારણાની ચળવળનો પાયો નાંખનાર વિચારક. ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યા બાદ તેઓ 1360માં ત્યાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. ત્યારબાદ ધાર્મિક માન્યતાઓથી…
વધુ વાંચો >