ઇતિહાસ – ગુજરાત
ઉષવદાત
ઉષવદાત (ઈ. પ્રથમ સદીમાં હયાત) : ક્ષત્રપ રાજા નહપાનનો જમાઈ, તેદીનીકનો પુત્ર, દક્ષમિત્રાનો પતિ અને શક જાતિનો ભારતીયકરણ પામેલો ઉષવદાત (ઋષભદત્ત) નાસિક-કાર્લેની ગુફામાંના કોતરલેખોથી ખ્યાતિ પામેલો છે. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનાં એનાં લખાણોથી સમકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની સારી માહિતી મળે છે. ઈસુની પ્રથમ સદી દરમિયાન વિદ્યમાન ઉષવદાતે નાસિકથી…
વધુ વાંચો >ઊના (તાલુકો)
ઊના (તાલુકો) : ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ઊના 20o 49¢ ઉ. અ. અને 71o 03¢ પૂ. રે. પર આવેલું છે. તાલુકામથકની આજુબાજુ પથરાયેલા તાલુકાનો કુલ વિસ્તાર 1,568 ચોકિમી. જેટલો છે. 2011 મુજબ તાલુકાની કુલ વસ્તી 3,60,000 જેટલી છે. જ્યારે તાલુકામથકની વસ્તી 18,722…
વધુ વાંચો >ઊંઝા
ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ…
વધુ વાંચો >એભલ મંડપ
એભલ મંડપ : ભાવનગર જિલ્લાના, શેત્રુંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી 97.53 મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુની શૈલ-ઉત્કીર્ણ 30 ગુફાઓ પૈકીની એક. લગભગ 30.48 મીટરની ઊંચાઈએ આ ગુફા આવેલી છે. લગભગ 23 મીટર ´ 21 મીટર લંબાઈ-પહોળાઈવાળી આ ગુફા 6 મીટર ઊંચી છે. તેમાં રહેવાની નાની…
વધુ વાંચો >ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર
ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર (જ. 21 ઑગસ્ટ 1805, ઘોઘા; અ. 1 ડિસેમ્બર 1891) : ગગા ઓઝા તરીકે જાણીતા, દીર્ઘકાલીન (57 વર્ષ) યશસ્વી કારકિર્દી ધરાવતા, જૂના ભાવનગર રાજ્યના દીવાન. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. પિતા ઉદયશંકર, માતા અજબબા. ગામઠી નિશાળમાં સામાન્ય શિક્ષણ. દોઢ વર્ષે માતાનું અને તેર વર્ષે પિતાનું છત્ર ગુમાવનાર, મોસાળમાં…
વધુ વાંચો >ઓઝા, ગૌરીશંકર હી.
ઓઝા, ગૌરીશંકર હી. (જ. 18 સપ્ટેમ્બર 1863, રોહેડા, સિરોહી; અ. 20 એપ્રિલ 1947, રોહેડા, સિરોહી) : રજપૂતાનાના ઇતિહાસના આદ્યલેખક અને ભારતના અગ્રણી વિદ્વાન. એક ગરીબ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ગામઠી શાળામાં કેળવણી લીધા પછી તેમણે મુંબઈમાં 1885માં સંસ્કૃત અને ગુજરાતી સાથે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. તે પછી વિલ્સન…
વધુ વાંચો >ઓઝા, વિજયશંકર ગૌરીશંકર
ઓઝા, વિજયશંકર ગૌરીશંકર (જ. 1837, ઘોઘા; અ. સપ્ટેમ્બર 1892) : જૂના ભાવનગર રાજ્યના દીવાન. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ કસબીબહેન. ઘોઘામાં જ ગુજરાતી અને થોડું અંગ્રેજી શિક્ષણ લીધું. 16 વર્ષની કુમળી વયે 1853માં એક સામાન્ય કારકુન તરીકે ભાવનગર રાજ્યની સેવામાં જોડાયેલા. વિજયશંકર 1884ના ઑક્ટોબરમાં શામળદાસના મૃત્યુ પછી 1884થી 1892ના…
વધુ વાંચો >ઓસમ
ઓસમ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાટણવાવ નજીક આવેલો 305 મી. ઊંચો પર્વત. આ પર્વત ઉપલેટાથી 10 કિમી. અને ધોરાજીથી 21 કિમી. નૈર્ઋત્યે આવેલ છે. ઓસમની ટોચે જૂના કિલ્લાના અવશેષો તથા ત્રણ તળાવો છે. ટોચ ઉપર ખત્રીઓની કુળદેવી માત્રી માતાનું મંદિર છે. અગાઉ માત્રી માતાને નરબલિ અપાતો હતો અને વનવાસ…
વધુ વાંચો >કચ્છ
કચ્છ ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી…
વધુ વાંચો >