ઇતિહાસ – ગુજરાત

અનુપમાદેવી

અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. ચંદ્રાવતીના પ્રાગ્વાટ ધરણિંગની આ પુત્રી કદરૂપી હોઈ તેજપાલને તે ગમતી નહોતી. પણ કુલગુરુ વિજયસેનસૂરિની પ્રેરણાથી તેણે અનુપમાદેવીનો સ્વીકાર કર્યો હતો. વિનય, વિવેક, ઔચિત્ય અને દાક્ષિણ્યને લીધે તે વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓની પ્રેરણાદાયિની અને…

વધુ વાંચો >

અપરાંત

અપરાંત : પશ્ચિમ ભારતનો નર્મદાથી થાણે સુધીનો પ્રદેશ મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણોમાં ‘અપરાંત’ના એક ભાગ તરીકે ઉલ્લેખાયેલ ‘આંતર નર્મદ’ પ્રદેશ. તેને માર્કંડેય પુરાણમાં ‘ઉત્તર નર્મદ’ કહ્યો છે. આથી આંતર નર્મદ ‘અનૂપ’ને સમાવી લેતો આજના ગુજરાતનો દક્ષિણનો પ્રદેશ હોઈ શકે. ‘અનૂપ’, ‘નાસિક્ય’, ‘આંતર નર્મદ’ અને ‘ભારુકચ્છ’ પ્રદેશોને પોતામાં સમાવી લેતો…

વધુ વાંચો >

અબ્દુર્રહીમ ખાનખાનાન

અબ્દુર્રહીમ ખાનખાનાન (જ. 17 ડિસેમ્બર 1556, લાહોર; અ. 1 ઑક્ટોબર 1627, દિલ્હી) : મુઘલ શહેનશાહ  અકબર અને જહાંગીરના સમયનો મહાન સેનાધ્યક્ષ, રાજકારણી, કવિ તથા સાહિત્ય પ્રેમી અમીર. નામ મુહમ્મદ અબ્દુર્રહીમ. પિતાનું નામ બૈરમખાન. પિતાના મૃત્યુ સમયે માંડ ચારપાંચ વર્ષનો હતો ત્યારે અકબરે તેને પોતાની પાસે બોલાવીને મિર્ઝાખાનનો ખિતાબ અર્પણ કરેલો.…

વધુ વાંચો >

અબ્દુર્રહેમાનખાન

અબ્દુર્રહેમાનખાન (જ. 1844, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 1 ઑક્ટોબર 1901, કાબુલ, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો અમીર. પિતાનું નામ અફઝલખાન અને પિતામહનું નામ દોસ્ત મહમ્મદ હતું. ગાદીવારસા માટેના સંઘર્ષમાં શેર અલીનો વિજય થતાં તેણે સમરકંદમાં આશ્રય લીધેલો. બીજા અફઘાન વિગ્રહને અંતે 1879માં અંગ્રેજ સરકારે અબ્દુર્રહેમાનને રાજા તરીકે માન્ય કર્યો હતો. દેશની વિદેશનીતિ તેણે…

વધુ વાંચો >

અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા

અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા (ઈ. સ. 15મી સદી) : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમકાલીન વિદ્વાન. તેઓ મહમૂદ બેગડાના જ નામેરી, તથા સમકાલીન એવા બહમની સુલતાન મહમૂદ બીજાના એલચી તરીકે મહમૂદ બેગડાના દરબારમાં રહ્યા હતા. તેમણે મહમૂદ બેગડાના કહેવાથી ‘તબકાતે મહમૂદશાહી’ નામનો ગ્રંથ લખ્યો હતો, જે તેમના પોતાના નામથી ‘તબકાતે અબ્દુલ…

વધુ વાંચો >

અબ્દુલ વહ્હાબ

અબ્દુલ વહ્હાબ (ઈ. 17મી સદી) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પાટણના સુન્ની વિદ્વાન. જ્યારે શાહજાદા ઔરંગઝેબે શહેનશાહ શાહજહાંને કેદ કરીને સલ્તનતના મુખ્ય કાઝી(કાઝી-ઉલ-કુજ્જાત)ને જુમાની નમાજમાં પોતાના નામના ખુત્બા પઢાવવાની આજ્ઞા કરી, ત્યારે કાઝીએ પિતાની હયાતીમાં પુત્રના નામના ખુત્બા પઢાવી ન શકાય તેમ કહીને ઇન્કાર કર્યો. તે સમયે પાટણના આ સુન્ની…

વધુ વાંચો >

અભયતિલકગણિ

અભયતિલકગણિ (ઈ. 13મી સદી) : સોલંકી-વાઘેલા સમયમાં થઈ ગયેલા નામાંકિત જૈન-આચાર્ય-સાહિત્યકાર. તેમણે પાલણપુરમાં 1256માં હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્ય ઉપર ટીકા રચીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત શ્રીકંઠના ‘પંચપ્રસ્થાન-ન્યાયમહાતર્ક’ ઉપર ‘ન્યાયાલંકાર’ નામની વ્યાખ્યા રચી હતી. તેઓ દર્શન, કાવ્ય, સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે ગૌર્જર અપભ્રંશમાં ‘વીરરાસ’ રચ્યો હતો, જેમાં…

વધુ વાંચો >

અભયદેવસૂરિ

અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…

વધુ વાંચો >

અમદાવાદ

અમદાવાદ  ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…

વધુ વાંચો >

અમદાવાદ ઍસોસિયેશન

અમદાવાદ ઍસોસિયેશન : બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા સ્થપાયેલું મંડળ. સ્થાપના અમદાવાદમાં 1872માં. તે ‘બૉમ્બે ઍસોસિયેશન’ની શાખા તરીકે કામ કરતું હતું. તે બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા માગતું હતું. તેના તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શિક્ષિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય તે પ્રકારની…

વધુ વાંચો >