આયુર્વિજ્ઞાન

વિલ્કિન્સ, મૉરિસ

વિલ્કિન્સ, મૉરિસ (જ. 15 ડિસેમ્બર 1916, પાગારોઆ, ન્યૂઝીલૅન્ડ) : બ્રિટિશ જૈવભૌતિક વિજ્ઞાની. આખું નામ મૉરિસ હ્યુજ ફ્રેડરિક વિલ્કિન્સ. તેમણે ડી.એન.એ.ના ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા ડી.એન.એ.ના આણ્વિક બંધારણ (સંરચના) માટેનું મહત્વનું સંશોધન કરી આપ્યું. જેમ્સ વૉટસન તથા સ્વ. સર ફ્રાન્સિસ ક્રીક્ધો તેમના આ સંશોધને ડી.એન.એ.નું બંધારણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી મદદ…

વધુ વાંચો >

વિલ્સનનો રોગ

વિલ્સનનો રોગ : યકૃત, મગજ, મૂત્રપિંડ, આંખની સ્વચ્છા (cornea) વગેરે અવયવોમાં તાંબાનો ભરાવો થાય તેવો વારસાગત વિકાર. તેને યકૃતનેત્રમણિની અપક્ષીણતા (hepatolenticular degeneration) પણ કહે છે. તાંબાનો વધુ પડતો ભરાવો પેશીને ઈજા પહોંચાડે છે અને અંતે મૃત્યુ નીપજે છે. આ રોગ અલિંગસૂત્રી અથવા દેહસૂત્રી પ્રચ્છન્ન (autosomal recessive) વારસાથી ઊતરી આવે છે.…

વધુ વાંચો >

વિશ્વ-આરોગ્ય સંસ્થા

વિશ્વ–આરોગ્ય સંસ્થા : વિશ્વની સર્વે વ્યક્તિઓ શક્ય એટલું ઉચ્ચ કક્ષાનું સ્વાસ્થ્ય મેળવી શકે તેવા ઉદ્દેશથી રચાયેલી રાષ્ટ્રસંઘની વિશિષ્ટ કામ કરતી પ્રતિનિધિ-સંસ્થા. તે 9 એપ્રિલ 1948ના રોજ સ્થપાઈ હતી. વિશ્વ-આરોગ્ય સંસ્થાને અંગ્રેજીમાં World Health Organisation (WHO) કહે છે. તેના બંધારણમાં સ્વાસ્થ્યની જે વ્યાખ્યા કરાઈ છે તે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય…

વધુ વાંચો >

વિષ અને વિષાક્તતા (Poison and Poisoning)

વિષ અને વિષાક્તતા (Poison and Poisoning) શરીરને હાનિકારક દ્રવ્યો અને તેમનાથી થતી શારીરિક અસર. તે અંગેના અભ્યાસને વિષવિદ્યા (toxicology) કહે છે. સજીવકોષોમાંનાં રસાયણો જે ઝેરી અસર કરે છે તેમને રસવિષ (toxin) કહે છે; પરંતુ ‘વિષ’ અને ‘રસવિષ’ શબ્દો ઘણી વખત એકબીજા માટે પણ વપરાય છે. ઝેર અથવા વિષની એક સ્પષ્ટ…

વધુ વાંચો >

વિષમતંતુગૂંચ (Keloid)

વિષમતંતુગૂંચ (Keloid) : ઈજાને સ્થાને કે ક્યારેક સ્વયંભૂ રીતે ઉદ્ભવતી લીસી વૃદ્ધિ પામેલી તંતુબીજપેશી. તેને કુક્ષતાંતપેશી પણ કહે છે. અગાઉ 1700 BCમાં ઇજિપ્તમાં તે અંગે કરાતી શસ્ત્રક્રિયા અંગે પે પાયરસમાં નોંધાયેલું છે. સન 1806માં એલિબર્ટે તેને ‘કિલોઇડ’ એવું પાશ્ર્ચાત્ય નામ આપ્યું, જે ‘ક્રેબ’ (કરચલો) પરથી બનાવાયું હતું. જોકે એક અન્ય…

વધુ વાંચો >

વિષાણુ (virus) (આયુર્વિજ્ઞાન)

વિષાણુ (virus) (આયુર્વિજ્ઞાન) અનિવાર્ય રૂપે કોષની અંદર પરોપજીવ તરીકે જીવતા એક પ્રકારના ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)વાળા અને પોતાના કોષીય બંધારણ વગરના સૂક્ષ્મતમ સજીવો. તેઓ પ્રોટીનના સંશ્ર્લેષણ (ઉત્પાદન) માટે જરૂરી ઉત્સેચકો ધરાવતા નથી અને તેથી યજમાન (આદાતા, host) કોષના ઉત્સેચકોનો તે ઉપયોગ કરે છે. તેઓ યજમાન કોષમાં સંકુલ પદ્ધતિએ પોતાની સંખ્યાવૃદ્ધિ…

વધુ વાંચો >

વિષાણુજ મસા (warts)

વિષાણુજ મસા (warts) : મસાકારક અંકુરાર્બુદ વિષાણુ(wart papilloma virus)થી ચામડી પર ફોલ્લીઓ કરતો ચેપ. તે એક પ્રકારનો ચામડીનો વિષાણુથી થતો ચેપ છે; જેમાં એક વિશિષ્ટ પ્રકારનો ચામડીનો વિકાર થાય છે. તેનાથી સામાન્ય મસા, ચપટા મસા, પાદતલીય મસા, લિંગીય મસા વગેરે પ્રકારના ચામડીના વિકારો થાય છે. સામાન્ય મસા ઘુમ્મટ આકારની ફોલ્લીઓના…

વધુ વાંચો >

વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ – ઉગ્ર (acute viral encephalitis and meningitis)

વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ, ઉગ્ર (acute viral encephalitis and meningitis) : અનુક્રમે મગજ અને તેનાં આવરણો(તાનિકાઓ, meninges)નો વિષાણુથી થતો ચેપ. જ્યારે મગજ સાથે કરોડરજ્જુ પણ અસરગ્રસ્ત થાય ત્યારે તેને વિષાણુજ મેરુમસ્તિકશોથ (viral encephalomyelitis) કહે છે. જ્યારે મગજ અને તેનાં આવરણો અસરગ્રસ્ત હોય ત્યારે તેને તાનિકામસ્તિષ્કશોથ (meningoencephalitis) કહે છે. જોકે મસ્તિષ્કશોથ…

વધુ વાંચો >

વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils)

વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils) (જ. 3 જૂન 1924, ઉપસલા, સ્વીડન) : સ્વીડિશ ચેતાતંત્રવિજ્ઞાની, જેમણે 1981નું નોબેલ પારિતોષિક ડેવિડ હંટર હ્યુબેલ તથા રોજર વૉલ્કોટ સ્પેરી સાથે દેહધર્મવિદ્યા તથા તબીબીવિદ્યાના વિભાગમાં મેળવ્યું હતું. સ્પેરિ અને હ્યુબેલને અર્ધાભાગનું પારિતોષિક સંયુક્તરૂપે અપાયું હતું. જેમાં તેમણે મોટા મગજમાં વિવિધ ભાગની ક્રિયાશીલતાની વિશિષ્ટતા (functional…

વધુ વાંચો >

વૃદ્ધત્વવિદ્યા (geriatrics)

વૃદ્ધત્વવિદ્યા (geriatrics) : મોટી વયે થતી શારીરિક ક્રિયાઓ અને તેમના વિકારોનો અભ્યાસ. સમગ્ર વિશ્વમાં મોટી ઉંમરની વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે; કેમ કે, આયુષ્યની અવધિ લંબાઈ છે. સન 1950માં યુ.એસ. અને કૅનેડામાં 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓની સંખ્યા પૂરી વસ્તીના 8 % થી 13 % જેટલી હતી જે સન 2020માં…

વધુ વાંચો >