આનંદ પ્ર. પટેલ

લિપમાન ગેબ્રિયલ

લિપમાન, ગેબ્રિયલ (જ. 16 ઑગસ્ટ 1845, હોલેરિક, લક્ઝમબર્ગ, ફ્રાન્સ; અ. 13 જુલાઈ 1921) : વ્યતિકરણની ઘટના પર આધારિત ફોટોગ્રાફિક પદ્ધતિથી રંગો પેદા કરવાની રીત માટે 1908ની સાલનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. લિપમાન ઇકોલ નૉરમાલેમાં દાખલ થયા. પ્રયોગોમાં હોશિયાર અને આશાસ્પદ હોવા છતાં તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નહિ. ત્યારબાદ…

વધુ વાંચો >

લી, ત્સુંગ દાઓ

લી, ત્સુંગ દાઓ (જ. 25 નવેમ્બર 1926, શાંઘાઈ, ચીન) : મૂળભૂત કણોના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર ચીની ભૌતિકવિજ્ઞાની. તેમણે સમતા(parity)ના મહત્વના નિયમોની શોધ કરી, જેને કારણે મૂળભૂત કણોને લગતી ખાસ શોધો શક્ય બની. મૂળભૂત કણોના ક્ષેત્રે અમૂલ્ય સંશોધન કરવા બદલ ચેન નિંગ યાનની ભાગીદારીમાં 1957ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

લેન્ઝનો નિયમ

લેન્ઝનો નિયમ : રશિયન ભૌતિકવિદ હેન્રિક લેન્ઝે 1835માં રજૂ કરેલો વિદ્યુત-ચુંબકીય પ્રેરણ(induction)નો નિયમ. આ નિયમ મુજબ જ્યારે જ્યારે વિદ્યુતવાહકમાં વિદ્યુતચાલક બળ (electromotive force/emf) પ્રેરિત થાય છે ત્યારે તે હમેશાં એવી દિશામાં હોય છે કે જેથી તેના દ્વારા ઉત્પન્ન થનારો વિદ્યુતપ્રવાહ પ્રેરિત વિદ્યુતચાલક બળ માટે કારણભૂત ફેરફારનો વિરોધ કરે છે. જો…

વધુ વાંચો >

વક્રીભવન

વક્રીભવન : પ્રકાશનું કિરણ બે માધ્યમના અંતરાપૃષ્ઠ આગળ દાખલ થતાં કિરણની દિશા બદલાવાની ઘટના અથવા એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થતાં માધ્યમની સપાટી આગળ તેની વાંકા વળવાની ઘટના. પ્રકાશ ઉપરાંત ઉષ્મા અને અવાજના તરંગો પણ આવી ઘટના અનુભવે છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય…

વધુ વાંચો >

વર્ણ-વિપથન (chromatic aberration)

વર્ણ-વિપથન (chromatic aberration) : શ્ર્વેત વસ્તુનું એવા લેન્સ વડે મળતું ઓછેવત્તે અંશે રંગોની ત્રુટિ ધરાવતું પ્રતિબિંબ. લેન્સની કેન્દ્રલંબાઈ તેની બે બાજુઓની વક્રત્રિજ્યા અને તેના દ્રવ્યના વક્રીભવનાંક ઉપર આધાર રાખે છે. પ્રકાશના જુદા જુદા રંગો માટે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. જાંબલી રંગના પ્રકાશ માટે વક્રીભવનાંક મહત્તમ અને લાલ…

વધુ વાંચો >

વિકૃતિ (ઇલેક્ટ્રૉનિક પરિપથ)

વિકૃતિ (ઇલેક્ટ્રૉનિક પરિપથ) : પરિપથમાં થઈને પસાર થતા વિદ્યુતસંકેત (signal) તરંગસ્વરૂપમાં થતો અનૈચ્છિક ફેરફાર. ઇલેક્ટ્રૉનિક પરિપથની રચનામાં નિવેશ કરવામાં આવતા સંકેતમાં (એવી રીતે) ફેરફાર કરવાની જરૂર પડે છે જેથી સ્વીકાર્ય હોય તેનાથી વધુ પ્રમાણમાં વિકૃતિ પેદા ન થાય. તે માટેની સમસ્યા વિચાર માગી લે છે. દા.ત., પ્રવર્ધક (amplifier) અને ધ્વનિવર્ધક…

વધુ વાંચો >

વિપથન (aberration)

વિપથન (aberration) : આદર્શ વર્તણૂકમાંથી પ્રકાશીય પ્રતિબિંબ-રચનાતંત્રનું ફંટાવું. આદર્શ રીતે જોવા જતાં પ્રતિબિંબ-રચનાતંત્ર પ્રત્યેક વસ્તુબિંદુને અનુરૂપ અજોડ પ્રતિબિંબ-બિંદુ રચે છે. ઉપરાંત વસ્તુ-અવકાશ(object space)માં દરેક સુરેખા તેને અનુરૂપ પ્રતિબિંબ-અવકાશ(image-space)માં અજોડ સુરેખા રચે છે. આ બે અવકાશમાં સમતલ વચ્ચે એકસરખી એક-એક સંગતતા (one one correspondence) અસ્તિત્વ ધરાવે છે. પ્રકાશવિજ્ઞાનમાં દૃગ્કાચમાં થઈને પસાર…

વધુ વાંચો >

વિષમદૈશિકતા (anisotropy)

વિષમદૈશિકતા (anisotropy) : એવી રાશિ કે ગુણધર્મ, જે દિશા સાથે બદલાય છે. જે માધ્યમમાં કોઈક ભૌતિક રાશિ દિશા સાથે બદલાતી હોય તો તેને વિષમદૈશિક કહે છે. ઘણાખરા સ્ફટિકો વિદ્યુતના સંદર્ભમાં વિષમદૈશિકતા ધરાવે છે; જ્યારે વિદ્યુતચુંબકીય વિકિરણ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા વેગથી પ્રસરે છે. ત્યારે ધ્રુવીભવન (polarization) જેવો મહત્વનો ગુણધર્મ…

વધુ વાંચો >

વ્યતિકરણ

વ્યતિકરણ : એકસરખી આવૃત્તિ(અથવા તરંગલંબાઈ)ના બે કે વધુ તરંગો એક જ સમયે કોઈ એક બિંદુ આગળ સંયોજાતાં મળતી પરિણામી અસર. આમ થતાં પરિણામી તરંગનો કંપવિસ્તાર વ્યક્તિગત તરંગોના કંપવિસ્તારના સરવાળા બરાબર થાય છે. વ્યતિકરણ કરતા તરંગો વિદ્યુતચુંબકીય; ધ્વનિ, પાણીના અથવા હકીકતમાં કોઈ પણ આવર્તક વિક્ષોભ(disturbance)ના તરંગો હોઈ શકે છે. રેડિયો કે…

વધુ વાંચો >

શક્તિ

શક્તિ : પદાર્થની કે તંત્રની કાર્ય કરવાની ગુંજાશ. ભિન્ન ભિન્ન સ્વરૂપો ધરાવતી ગતિ માટેના સામાન્ય માપ તરીકે પણ તેને ઓળખાવી શકાય. શક્તિ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, રાસાયણિક અને ન્યૂક્લિયર સ્વરૂપે. શક્તિના પ્રત્યેક સ્વરૂપ થકી તેનો જથ્થો દર્શાવવા માટે ગાણિતિક સૂત્ર તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >