આનંદ પ્ર. પટેલ

યાંત્રિક ઊર્જા

યાંત્રિક ઊર્જા : યાંત્રિક ગતિ અને પદાર્થોની વચ્ચે આંતરક્રિયાને લીધે ઉદભવતી શક્તિ. બીજી રીતે યાંત્રિક ઊર્જા એ ગતિજ ઊર્જા (kinetic energy) Ek અને સ્થિતિ-ઊર્જા (Potential energy) EPના સરવાળા બરાબર થાય છે. એટલે કે – યાંત્રિક ઊર્જા E = Ek + EP ગતિજ ઊર્જા : ગતિજ ઊર્જા પદાર્થની યાંત્રિક ગતિનું માપ…

વધુ વાંચો >

રડાર

રડાર સ્થિર અથવા ગતિ કરતી વસ્તુનું સ્થાન નક્કી કરવા માટેની ઇલેક્ટ્રૉનિક પ્રણાલી. રડાર એ Radio Detection and Ranging(RADAR)નું સંક્ષિપ્ત રૂપ છે. રડાર માણસની દૃષ્ટિની બહાર હોય તેવા દૂર દૂરના પદાર્થોની દિશા, અંતર, ઊંચાઈ અને ઝડપ નક્કી કરે છે. સૂક્ષ્મ જંતુથી માંડીને મોટા મોટા પહાડ જેવડા પદાર્થોને તે શોધી કાઢે છે.…

વધુ વાંચો >

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ)

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ) (જ. 30 ઑગસ્ટ 1871, સ્પ્રિંગ ગ્રૂવ, ન્યૂઝીલૅન્ડ; અ. 19 ઑક્ટોબર 1937, કેમ્બ્રિજ) : તત્વોના વિભંજનના અને રેડિયોઍક્ટિવ પદાર્થોના રસાયણલક્ષી અભ્યાસ માટે 1906નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રખર રસાયણશાસ્ત્રી. સાહસિક, શ્રમિક અને સફળ કૃષિકાર જેમ્સ રધરફર્ડના તેઓ બીજા પુત્ર. પિતા સાથે ખુલ્લામાં સખત મહેનતકશ બની ખેતીનો લહાવો લૂંટવામાં…

વધુ વાંચો >

રધરફર્ડનું પરમાણુ મૉડલ

રધરફર્ડનું પરમાણુ મૉડલ : પરમાણુ-સંરચનાના અભ્યાસક્ષેત્રે રધરફર્ડે પ્રારંભમાં રજૂ કરેલ પરમાણુ પરિરૂપ. ઓગણીસમી સદીના અસ્તકાળે રસાયણશાસ્ત્રીઓએ નિશ્ચિતપણે સ્વીકારી લીધું હતું કે તત્વો પરમાણુઓ ધરાવે છે, પણ તે સમયે કોઈને ખ્યાલ ન હતો કે આ પરમાણુઓ કેવા છે અને તત્વમાં કેવી રીતે ગોઠવાયેલા છે, પણ એટલું સુનિશ્ચિત થયું હતું કે આ…

વધુ વાંચો >

રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ

રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ : ફોટોઇલેક્ટ્રૉનના વેગ અને ઊર્જાની જાણકારીને લગતો પ્રયોગ. પ્રકાશને સંવેદનશીલ એવી ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રૉનને ફોટોઇલેક્ટ્રૉન કહે છે. આવા ફોટોઇલેક્ટ્રૉન કેટલા વેગ અને કેટલી ઊર્જાથી ઉત્સર્જિત થાય છે તે લાંબા સમયથી ચાલતો આવતો કોયડો હતો. 1912માં રિચર્ડસન અને કૉમ્પ્ટને…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ ક્ષય

રેડિયો-ઍક્ટિવ ક્ષય : યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવાં ભારે તત્વોમાં પરમાણુઓની સ્વયંભૂ વિભંજન થવાની ઘટના. આવી પ્રક્રિયા અથવા રેડિયો-ઍક્ટિવ ક્ષયને કારણે તત્વનો પરમાણુ-ક્રમાંક બદલાય છે. પરિણામે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે. ક્ષયની પ્રક્રિયા દરમિયાન વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણમાં આલ્ફા, બીટા અને ગૅમાનો સમાવેશ થાય છે. આલ્ફા અને…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવિટી

રેડિયો-ઍક્ટિવિટી : આલ્ફા અને બીટા-કણો તથા ઉચ્ચ-ઊર્જા ગૅમા- કિરણોના ઉત્સર્જન સાથે ભારે તત્વોના સમસ્થાનિકો(રેડિયો સમસ્થાનિકો)ની ન્યૂક્લિયસનું આપમેળે થતું વિભંજન (disintegration). જુદા જુદા 2,300થી વધુ જાણીતા પરમાણુઓમાં 2,000થી વધુ પરમાણુઓ રેડિયો-ઍક્ટિવ છે. આશરે 90 રેડિયો-ઍક્ટિવિટી જાતો કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. બાકીના બીજા બધા રેડિયો-ઍક્ટિવ પરમાણુઓ વિજ્ઞાનીઓ કૃત્રિમ રીતે તૈયાર કરે છે.…

વધુ વાંચો >

રેડિયો-ટેલિસ્કોપ

રેડિયો-ટેલિસ્કોપ : અવકાશીય પિંડો(પદાર્થો)માંથી નીકળતા મંદ રેડિયો-તરંગોને એકત્રિત કરી તેમનું માપન કરનાર ઉપકરણ. જેમ પ્રકાશીય (optical) ટેલિસ્કોપ પ્રકાશને એકત્રિત કરે છે, તેમ રેડિયો-ટેલિસ્કોપ રેડિયો-તરંગોને ભેગા કરે છે. હકીકતમાં તો પ્રકાશ અને રેડિયો-તરંગો વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે, કારણ કે તે વિદ્યુત-ચુંબકીય વિકિરણના ભાગ (અંશ) છે. પ્રકાશના તરંગોની તરંગલંબાઈ આશરે 4000 Åથી…

વધુ વાંચો >

લાઉઆની વિવર્તન-આકૃતિઓ

લાઉઆની વિવર્તન-આકૃતિઓ : એક્સ-કિરણોની તરંગપ્રકૃતિ નિશ્ચિત કરતી એક્સ-કિરણોના વિવર્તનની આકૃતિઓ – ભાત (pattern). એક્સ-કિરણોની તરંગલાક્ષણિકતા નક્કી કરવા માટે પ્રો. લાઉઆ અને તેમના સહકાર્યકરોને પ્રાયોગિક નિર્દેશન દ્વારા સફળતા મળી. તેમાં તેમણે સ્ફટિક વડે એક્સ-કિરણોનું વિવર્તન મેળવ્યું. સ્ફટિકમાં પરમાણુઓની ગોઠવણી અત્યંત નિયમિત હોય છે. આવા પરમાણુઓ વડે વિવિધ દિશામાં સમાંતર સમતલો મળે…

વધુ વાંચો >

લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન

લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન [જ. 9 ઑક્ટોબર 1879,  ફૅફેનડૉર્ટ (Pfaffendort), ફે બ્લેન્ઝ પાસે; અ. 24 એપ્રિલ 1960, બર્લિન] : સ્ફટિક વડે એક્સ-કિરણોના વિવર્તનની શોધ કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. એક્સ-કિરણોના વિવર્તનથી એક્સ-કિરણોની તરંગ-પ્રકૃતિ નિશ્ચિત થઈ શકી. આ શોધ માટે તેમને 1914માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ફૉન લાઉએ યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >