અમિતાભ મડિયા
શુમાન, વિલિયમ (હૉવાર્ડ)
શુમાન, વિલિયમ (હૉવાર્ડ) (જ. 4 ઑગસ્ટ 1910, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સંગીતકાર, સ્વરનિયોજક અને સંગીતશિક્ષક. બાળપણમાં શાલેય અભ્યાસ દરમિયાન તે વાયોલિન શીખેલો. એ પછી સંગીતકાર રૉય હૅરિસ પાસે તેણે સંગીતની તાલીમ લીધી; જેમાં વાયોલિનવાદન અને સ્વરનિયોજનનો સમાવેશ થતો હતો. ત્યારે ન્યૂયૉર્ક રાજ્યના બ્રૉન્ક્સ્વિલે (Bronxville) ખાતે શુમાને સારાહ લૉરેન્સ કૉલેજમાં…
વધુ વાંચો >શુમાન-હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine)
શુમાન–હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine) (જ. 15 જૂન 1861, લિબેન, ચૅક રિપબ્લિક; અ. 17 નવેમ્બર 1936, હોલિવૂડ, અમેરિકા) : ઑસ્ટ્રિયન કૉન્ટ્રાલ્ટો ગાયિકા. રિચાર્ડ વાગ્નર અને રિચાર્ડ સ્ટ્રૉસના ઑપેરાઓમાં તેણે પોતાની અભિવ્યક્તિપૂર્ણ ગાયકી મારફતે ચેતન પ્રદાન કર્યું છે. 1878માં ડ્રૅસ્ડન ખાતે વર્દીના ઑપેરા ‘ઇલ ત્રોવાતોરે’માં આઝુચેના પાત્ર તરીકે ગાઈને તેણે પોતાની કારકિર્દીનો…
વધુ વાંચો >શુલર, ગુન્થર
શુલર, ગુન્થર (જ. 22 નવેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સ્વરનિયોજક અને જાઝ સંગીતકાર. સંગીતકારોના કુટુંબમાં શુલરનો જન્મ થયેલો. દાદા જર્મનીમાં સંગીતસંચાલક હતા અને પિતાએ ન્યૂયૉર્ક ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રામાં એકતાલીસ વરસ સુધી વાયોલિન વગાડ્યું હતું. સંગીતના ક્ષેત્રે સ્વશિક્ષિત શુલરે ફ્રેંચ હૉર્ન (રણશિંગુ) વગાડવામાં નૈપુણ્ય હાંસલ કર્યું. સિન્સાનિટી ઑર્કેસ્ટ્રા અને ન્યૂયૉર્ક…
વધુ વાંચો >શુંગ કળા
શુંગ કળા (આશરે ઈ. પૂ. 185થી ઈ. સ. બીજી સદી) : શુંગ રાજ્યવંશ દરમિયાનની ભારતીય કળા. ઈ. પૂ. 185માં છેલ્લા મૌર્ય રાજાના અવસાન પછી તેના બ્રાહ્મણ સેનાપતિએ મૌર્ય સામ્રાજ્ય હડપ કર્યું. આ નવા બ્રાહ્મણ રાજાની અટક પરથી નવો રાજવંશ શુંગ કહેવાયો. આ રાજ્યકાળ દરમિયાન બૌદ્ધ અને હિંદુ બંને ધર્મો ભારતમાં…
વધુ વાંચો >શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich)
શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich) (જ. 8 ઑક્ટોબર 1585, કૉસ્ટ્રિટ્ઝ, સૅક્સની, જર્મની; અ. 6 નવેમ્બર 1672, ડ્રેસ્ડન, જર્મની) : જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. બાખના પૂર્વસૂરિઓમાં તેઓ સૌથી મહાન જર્મન સંગીતકાર ગણાય છે. કેસલમાં તેમણે પ્રાથમિક અને સામાન્ય શિક્ષણ મેળવ્યું. અહીં તેઓ ચર્ચના કોયરમાં વૃંદગાનમાં ભાગ લેતા. 1608માં કાયદાનો અભ્યાસ કરવા માટે…
વધુ વાંચો >શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ
શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ (જ. 16 ફેબ્રુઆરી 1937, વઢવાણ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ. એક ગરીબ પરિવારમાં જન્મ અને ઉછેર થયેલો. સુરેન્દ્રનગરમાં મૅટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય…
વધુ વાંચો >શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried)
શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried) (જ. 20 મે 1764, બર્લિન, જર્મની; અ. 27 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની) : નવપ્રશિષ્ટ (neoclassicist) જર્મન શિલ્પી. રોમ ખાતે પોપના દરબારી શિલ્પીઓ જ્યાં પિયેરે ઍન્તોનિને તાસા (Tassaert) તેમજ ટ્રિપેલ અને કાનોવા પાસે તેમણે તાલીમ લીધી. 1788માં શેડો બર્લિન ખાતેની ધ રૉયલ સ્કૂલ ઑવ્ સ્કલ્પ્ચરના…
વધુ વાંચો >શેન ચોઉ (Shen Chou)
શેન ચોઉ (Shen Chou) (જ. 1427, સુ ચોઉ, કિયાન્ગ્સુ, ચીન; અ. 1509) : ચીની ચિત્રકાર. એક સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત કુટુંબમાં શેનનો જન્મ થયો હતો. લાંબા જીવન દરમિયાન તેમણે ચિત્રકાર ઉપરાંત સુલેખનકાર (caligrapher) તરીકે પણ નામના મેળવી હતી અને તેઓ કવિતામાં ઊંડો રસ દાખવતા. તેમનાં ઘણાં ચિત્રોમાં, ખાસ કરીને તેમનાં…
વધુ વાંચો >શેન્કર, હિન્રીખ (Schenker, Heinrich)
શેન્કર, હિન્રીખ (Schenker, Heinrich) [જ. 19 જૂન 1868, વિસ્નિયૉવ્ક્ઝિકી (Wisniowczyki); અ. 14 જાન્યુઆરી 1935, વિયેના, ઑસ્ટ્રિયા] : ઑસ્ટ્રિયન સંગીતશાસ્ત્રી. અઢારમી અને ઓગણીસમી સદીના સંગીતની સૂરાવલિઓ અને ઘાટ-માળખાને લગતી સમજ વિકસાવવામાં શેન્કરનાં સંશોધનો અને સિદ્ધાંતોનો ફાળો રહેલો છે. ઑસ્ટ્રિયન સ્વરનિયોજક ઍન્ટૉન બ્રખ્નર હેઠળ તેણે સ્વરનિયોજક તરીકેની તાલીમ લીધી હતી. કારકિર્દીના પ્રારંભે…
વધુ વાંચો >શેફર, ઍરી (Scheffer, Ary)
શેફર, ઍરી (Scheffer, Ary) (જ. 1795, હોલૅન્ડ; અ. 1858) : ડચ રંગદર્શી ચિત્રકાર. તેમણે તેમનું લગભગ સમગ્ર જીવન ફ્રાંસમાં વિતાવેલું. ફ્રેંચ ચિત્રકારો પ્રુધોં (Prudhon) અને ગુઇરી (Guerin) હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધેલી. એ દરમિયાન સહાધ્યાયી ચિત્રકારો જેરિકો (Gericault) અને દેલાક્રવા(Delacroix)નો પ્રભાવ પણ તેમણે ઝીલ્યો હતો. દેલાક્રવાની માફક શેફરે પણ દાંતે,…
વધુ વાંચો >