અમિતાભ મડિયા

બાવા, મનજિત

બાવા, મનજિત (જ. 1941, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી-નિવાસી શીખ પિતા બાંધકામના કોન્ટ્રૅક્ટરનો ધંધો કરતા હતા. 5 બાળકોમાં તેઓ સૌથી નાના હતા. બાળપણ અને વિદ્યાર્થીકાળ દિલ્હીમાં વીત્યાં. તેઓ આઠમા ધોરણમાં આવ્યા ત્યારથી જ સુંદર ચિત્રો દોરી શકતા. પિતા અને મોટા ભાઈઓએ શરૂઆતથી જ કળા માટે તેમને પ્રોત્સાહક વાતાવરણ પૂરું…

વધુ વાંચો >

બિદર

બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…

વધુ વાંચો >

બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન

બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન (જ. 1455 (?), હેરાત, ખોરાસાન, ઈરાન; અ. 1536 (?), તબ્રીઝ, આઝરબઈજાન) : ઈરાનના ચિત્રકાર. તેમની લઘુચિત્રની શૈલીએ સમગ્ર પર્શિયન ચિત્રકલા તેમજ ભારતની મુઘલ ચિત્રકલા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. નાની વયે જ અનાથ બન્યા અને હેરાત નગરમાં ચિત્રકાર મિરાક નક્કાશે તેમનો ઉછેર કર્યો. નક્કાશને આ નગરના…

વધુ વાંચો >

બીથોવન, લુડવિગ ફાન

બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર. પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના…

વધુ વાંચો >

બુરા, એડવર્ડ

બુરા, એડવર્ડ (જ. 1905, લંડન; અ. 1976, લંડન) : આધુનિક બ્રિટિશ ચિત્રકાર. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. પિતા બૅરિસ્ટર. બાળપણમાં જ વા અને પાંડુતાના રોગનો તેઓ ભોગ બનેલા. નબળી તબિયત છતાં આજીવન વિપુલ ચિત્રસર્જન અને પ્રવાસો કરતા રહ્યા. શાળાના શિક્ષણ પછી 1921માં તેઓ લંડનની ‘ચેલ્સિપા પૉલિટૅકનિક’માં કલાના અભ્યાસ માટે દાખલ થયા. અભ્યાસ…

વધુ વાંચો >

બૂશર, ફ્રાન્સવા

બૂશર, ફ્રાન્સવા (જ. 1703; અ. 1770) : રકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. ફ્રાન્સના રાજા લૂઈ પંદરમા અને માદામ દ પૉમ્પેદુના તેઓ પ્રીતિપાત્ર હતા. કલા-અભ્યાસ તેમણે શરૂઆતમાં પોતાના પિતા પાસે અને પછીથી ફ્રાન્સવા લેમોઇં પાસે કર્યો. તેમણે પોતાની જે આગવી શૈલી ઉપજાવી તે ફ્રાન્સની તત્કાળ વિલાસી જીવનશૈલી સાથે સુસંગત હતી.…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ

બેકન, ફ્રાન્સિસ (જ. 28 ઑક્ટોબર 1909, ડબ્લિન; અ. 1992) : એકલતા અને ત્રાસને નિરૂપતા આઇરિશ અગ્રણી આધુનિક ચિત્રકાર. પિતા ઘોડાને તાલીમ આપનાર હતા. ઘેર ખાનગી રાહે ટ્યૂશન લઈને ચિત્રકળાની તાલીમ લીધી. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ચિત્રકાર રૉય દ મૈસ્ટ્રેની મિત્રતાથી પણ કલાભ્યાસમાં ફાયદો થયો. 1945 સુધી તેઓ સ્વીકૃતિ અને પ્રસિદ્ધિથી દૂર…

વધુ વાંચો >

બેકમન, મૅક્સ

બેકમન, મૅક્સ (જ. 12 ફેબ્રુઆરી 1884, લાઇપ્ઝિગ, જર્મની; અ. 27 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક) : પોતાનાં ચિત્રોમાં વીસમી સદીની હિંસા અને કરુણતાને વ્યક્ત કરનાર અભિવ્યક્તિવાદી (expressionist) જર્મન ચિત્રકાર. 1900થી 1903 સુધી તેમણે જર્મનીની વાઇમર અકાદમીમાં હાન્સ ફૉન મારિસ પાસે પ્રશિષ્ટ ચિત્રકલાની તાલીમ લીધી. 1904માં તેઓ બર્લિન ગયા. અહીં તેઓ જર્મન પ્રભાવવાદી…

વધુ વાંચો >

બૅનરજી, જિતેન્દ્રનાથ એન.

બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા. કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના…

વધુ વાંચો >

બેન્દ્રે, નારાયણ શ્રીધર

બેન્દ્રે, નારાયણ શ્રીધર (જ. 21 ઑગસ્ટ 1910, ઇન્દોર; અ. 18 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને પ્રસિદ્ધ કળાગુરુ. પિતા સરકારી ખાતામાં કારકુન. બાળપણથી જ તેમને ચિત્રકળાનો નાદ લાગ્યો હતો. પ્રારંભિક તાલીમ 1929માં ઇંદોરની સ્ટેટ આર્ટ સ્કૂલમાં ડી. ડી. દેવલાલીકર પાસે મેળવી. 1933માં તેમણે મુંબઈ ખાતે ‘ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન…

વધુ વાંચો >