અમિતાભ મડિયા
બસિલિકૅ
બસિલિકૅ : વિશિષ્ટ મોભો ધરાવતું રોમન કૅથલિક તેમજ ગ્રીક ઑથૉર્ડૉક્સ ચર્ચ. પ્રાચીનતાને કારણે અથવા કોઈ મહત્વના સંત સાથે સંકળાયેલ હોવાને કારણે કે મહત્વના ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલ હોવાને કારણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષ બિશપ ચર્ચને ‘બસિલિકૅ’નો દરજ્જો આપે છે. આ દરજ્જા વડે ચર્ચને કેટલાક વિશિષ્ટ અધિકાર મળે છે. જેમાં મુખ્ય અધિકાર એ…
વધુ વાંચો >બંગાળ શૈલીની કળા
બંગાળ શૈલીની કળા : ઓગણીસમી સદીના અંતભાગમાં ઉદભવેલા બંગાળના નવજાગરણ નિમિત્તે લાધેલી કલાશૈલી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરંપરાગત ભારતીય કળાની દુર્દશા થવાની સાથોસાથ યુરોપિયન શૈલીની, ત્રિપરિમાણની ભ્રમણા કરાવતી વાસ્તવમૂલક ચિત્રકળા વ્યાપક બનવા લાગી. તેનું સૌથી લાક્ષણિક ઉદાહરણ રાજા રવિ વર્મા છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમીની ઢબે આબેહૂબ આલેખનના અભિગમ દ્વારા…
વધુ વાંચો >બાઉહાઉસ
બાઉહાઉસ (1919) : જર્મનીના વાઇમાર નગરમાં શરૂ થયેલી સ્થાપત્ય, ડિઝાઇન, ચિત્રકલા અને શિલ્પકલાની વીસમી સદીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત કલાશાળા. તેનું પૂરું નામ ‘સ્ટાટલિચેસ બાઉહાઉસ’ હતું; તેનો જર્મન ભાષામાં અર્થ થાય : રાજ્ય સ્થાપત્યશાળા. જર્મનીના વાઇમાર નગરમાં 1919માં વૉલ્ટર ગ્રૉપિયસ દ્વારા તેની સ્થાપના થયેલી અને તેઓ આ શાળાના સ્થાપક-નિયામક…
વધુ વાંચો >બાક્રે, સદાનંદ
બાક્રે, સદાનંદ (જ. 10 નવેમ્બર 1920, વડોદરા) : ભારતમાં સ્વાતંત્ર્યોત્તર આધુનિક કળાની ચળવળ ચલાવનાર ‘પ્રોગેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ના સ્થાપક સભ્ય અને મહત્વના ચિત્રકાર. વડોદરાના કોંકણી કુટુંબમાં જન્મ. 9 વર્ષની ઉંમરે મુંબઈ ચાલ્યા ગયા અને ચિત્રો દોરવાં શરૂ કર્યાં. 1939માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પના વિદ્યાર્થી તરીકે જોડાયા; પરંતુ ચિત્રો…
વધુ વાંચો >બાટિક-કલા
બાટિક-કલા : કાપડ પર મીણ વડે રંગકામ કરવાની પદ્ધતિ. પ્રવાહી મીણ કાપડ પર લગાડવામાં આવે છે. આ પછી કાપડને પ્રવાહી રંગમાં બોળવાથી કાપડ પર મીણ લાગ્યું હોય ત્યાં રંગ લાગતો નથી અને મીણ લાગ્યું ન હોય ત્યાં રંગ લાગે છે. આ સાદી ટૅકનિક વડે કાપડ પર રંગકામ કરવાની પદ્ધતિ પ્રાચીન…
વધુ વાંચો >બાપ્ટિસ્ટ્રી
બાપ્ટિસ્ટ્રી : ખ્રિસ્તી ધર્મદીક્ષાના સંસ્કારો (બાપ્ટિઝમ) આપવાની વિધિ માટે વપરાતું મકાન. ઘણી વાર આ મકાન ચર્ચનો અંતર્ગત ભાગ હોય છે. ધર્મના જે પંથોમાં આખા શરીરને પાણીમાં બોળીને દીક્ષા આપવી જરૂરી હોય છે તે પંથોના ચર્ચમાં નેવને ટ્રાન્સેપ્ટ્સ જ્યાં છેદે ત્યાંથી શરૂ કરીને પૂર્વમાં વેદિ (alter) સુધીના ભૂતળ (chancel floor) નીચે…
વધુ વાંચો >બાયઝૅન્ટાઇન કળા
બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી…
વધુ વાંચો >બારભૈયા, બિહારીલાલ છોટાલાલ
બારભૈયા, બિહારીલાલ છોટાલાલ (જ. 6 એપ્રિલ 1927) : ગુજરાતના ચિત્રકાર. તેમણે શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. આ પછી 1964–65માં અમેરિકા જઈ આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્પેશિયલ સર્ટિફિકેટ ઇન એપ્લાઇડ આટર્સ મેળવ્યું. અમેરિકામાં આ અભ્યાસ દરમિયાન તેમને ‘ફૉર્ડ ફાઉન્ડેશન’ ફેલોશિપ પણ મળેલી. ભારતમાં વૈયક્તિક પ્રદર્શનો : બારભૈયાએ તાજ આર્ટ…
વધુ વાંચો >બાર્લાખ, અર્ન્સ્ટ
બાર્લાખ, અર્ન્સ્ટ (જ. 2 જાન્યુઆરી 1870; અ. 24 ઑક્ટોબર 1938) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી અને મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત. આધ્યાત્મિક અને વિશિષ્ટ દુ:ખી મનોદશાનું નિરૂપણ કરવા માટે તેઓ જાણીતા હતા. આ માટે જરૂરી વિકૃતિઓ અને કઢંગા આકારોને પણ તેઓ પોતાનાં શિલ્પોમાં ઉતારતા હતા. 1883થી 1891 સુધી તેમણે હૅમ્બર્ગ સ્કૂલ ઑવ્ આર્ટમાં…
વધુ વાંચો >બાલા, જિયાકૉમો
બાલા, જિયાકૉમો (જ. 18 જુલાઈ 1871; અ. 1 માર્ચ 1958) : ફ્યૂચરિસ્ટ શૈલીમાં કામ કરનાર આધુનિક ઇટાલિયન ચિત્રકાર. શરૂઆત તેમણે પૅરિસમાં રહીને નવપ્રભાવવાદી શૈલી મુજબ ટપકાં વડે ચિત્રો આલેખવાથી કરી; પણ 1901માં તેઓ રોમ આવ્યા અને આગળ જતાં ભવિષ્યમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકારો અમ્બર્ટો બૉચિયોની અને જિનો સૅવેરિનીના કલાગુરુ બન્યા.…
વધુ વાંચો >