અમિતાભ મડિયા
ખત્રી, ગિરીશ હીરાલાલ
ખત્રી, ગિરીશ હીરાલાલ (જ. 1945, અમદાવાદ) : આધુનિક ગુજરાતી ચિત્રકાર અને ફોટોગ્રાફર. ગુજરાતના નામાંકિત ચિત્રકાર હીરાલાલ ખત્રીના તેઓ પુત્ર. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કરીને તેમણે 1968માં ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં ફોટોગ્રાફીના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >ખન્ના, કૃષ્ણ
ખન્ના, કૃષ્ણ (જ. 5 જુલાઈ 1925, લ્યાલપુર, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કરીને અંગ્રેજી સાહિત્યની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બૅંકમાં ક્લાર્કની નોકરી કરી. ચિત્રકલાની સાધના કરવા 1961માં આ નોકરી છોડી દીધી. રૉકફેલર ફેલોશિપ મળતાં તેઓ 1962માં વૉશિન્ગ્ટન ડી.સી. ગયા અને ત્યાંની અમેરિકન યુનિવર્સિટીમાં ‘આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ’…
વધુ વાંચો >ખન્ના, બલરાજ
ખન્ના, બલરાજ (જ. 1940, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી 1962માં ત્યાંથી અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લંડન જઈ રૉયલ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત છે, જેમાં અવકાશમાં તરતા અમીબા જેવા આકારો નજરે પડે છે. આ આકારોમાંથી કેટલાક…
વધુ વાંચો >ખાચાતુરિયન આરામ
ખાચાતુરિયન આરામ (Khachaturian, Aram) (જ. 6 જૂન 1903, ત્બિલીસ, જ્યૉર્જિયા, ઇમ્પીરિયલ, રશિયા; અ. 1 મે 1978, મૉસ્કો) : આધુનિક આર્મેનિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ પૂરો કરી ખાચાતુરિયને મોસ્કોમાં મોસ્કો યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન ખાતામાં જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ અભ્યાસનો ભાર સહન નહિ થઈ શકતા તેમણે…
વધુ વાંચો >ખાંટ, અશોક
ખાંટ, અશોક (જ. 2 જૂન 1959, ભાયાવદર, સૌરાષ્ટ્ર, ગુજરાત) : વાસ્તવવાદી ફોટોરિયાલિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ગુજરાતના આધુનિક ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ‘ફોટો-રિયાલિઝમ’ શાખામાં તેઓ ગુજરાતના ગ્રામીણ-કૃષિ જીવનને તાશ કરતાં ચિત્રો ચીતરે છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાના એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ દરમિયાન જ તેમને ચિત્રકલાની લગની લાગેલી તે…
વધુ વાંચો >ખોસા કે.
ખોસા કે. (જ. 1 ફેબ્રુઆરી 1940, ભારત) : હિમાલયનાં નિસર્ગર્દશ્યો આલેખવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોમાં હિમાલયની કાળમીંઢ શિલાઓ અને ખળખળ વહેતાં ઝરણાં વારંવાર નજરે પડે છે. 1972થી 1982 સુધી તેમને ભારતની કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ કલ્ચરની સિનિયર ફૅલોશિપ પ્રાપ્ત થઈ હતી. તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો મુંબઈ, દિલ્હી,…
વધુ વાંચો >ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ
ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ (Khrennikov, Tikhon Nikolayevich) (જ. 10 જૂન 1913, યેલેટ્સ, ઓર્લોવ જિલ્લો, રશિયા; અ. 14 ઑગસ્ટ 2007, મોસ્કો, રશિયા) : રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સોવિયેત શાસન દરમિયાન સામ્યવાદી સોવિયેત શાસકોના હાથારૂપ બનવા માટે તે હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. બાળપણથી જ ખ્રેનિકૉવે પિયાનોવાદન શીખવું શરૂ કરેલું. પંદર વરસની વયે મૉસ્કો…
વધુ વાંચો >ગાંધી સ્મૃતિ સંગ્રહાલય
ગાંધી સ્મૃતિ સંગ્રહાલય : મહાત્મા ગાંધીની સ્મૃતિ પ્રજામાં અકબંધ રાખવા 1955માં અસ્તિત્વમાં આવેલું ભાવનગર ખાતેનું મ્યુઝિયમ. 1948માં સરદાર પટેલે ઇચ્છા વ્યક્ત કરેલી કે ભાવનગરમાં મહાત્મા ગાંધીની સ્મૃતિનું વર્ધન કરવા માટે એક અલાયદું મ્યુઝિયમ સ્થપાવું જોઈએ. આ ઇચ્છાની પૂર્તિ કરવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું, તથા અબ્દુલ…
વધુ વાંચો >ગીમે, મ્યુઝિયમ
ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય અને બીજા દક્ષિણ એશિયાઈ દેશોની ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તપ્રતોનું મ્યુઝિયમ. ભારતીય અને એશિયાઈ કલાઓનું યુરોપમાં આવેલું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. ફ્રાંસના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ એમિલ ગીમેએ પોતાના અંગત નાણાંમાંથી આ મ્યુઝિયમની શરૂઆત…
વધુ વાંચો >ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959)
ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959) : સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન માટે, ખાસ કરીને ચિત્રોના પ્રદર્શન માટે બાંધવામાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયની રચના વિશ્વવિખ્યાત અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ દ્વારા, એક ભમરિયા આકારના મકાન તરીકે કરવામાં આવેલી છે. તેમાં ભમરિયા ઢાળ પર ઊતરતાં ઊતરતાં વર્તુળાકાર ઊભી કરાયેલ દીવાલો પર ચિત્રો ટાંગવાની વ્યવસ્થા…
વધુ વાંચો >