અનુ. હરિત દેરાસરી

અંડકોષજનન

અંડકોષજનન (oogenesis) : અંડકોષનું ઉત્પન્ન થવું તે. નારી-પ્રજનનકોષને અંડકોષ (ovum) કહે છે. તે અંડગ્રંથિમાં ઉદભવતી ગ્રાફિયન પુટિકા(Graaffian follicle)માં હોય છે. ગ્રાફિયન પુટિકા અંત:સ્રાવો(hormones)ની અસર હેઠળ તૈયાર થયેલું આદિ (primodial) પુટિકાનું પુખ્ત સ્વરૂપ છે. યૌવનારંભ (puberty) પછી મોટા મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના ભાગમાંથી વિમોચનકારી (releasing) અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે, જે…

વધુ વાંચો >

અંડકોષમોચન

અંડકોષમોચન (ovulation) : અંડગ્રંથિમાંથી અંડકોષનું છૂટા પડવું. ફલનકાળ(child-bearing age)માં સામાન્યત: દર ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત થાય છે. અંડનળીની તાંત્વિકાઓ (fimbria) તનુતંતુતરંગ અથવા કશાતરંગ (ciliary current) વડે અંડકોષનો અંડનળીમાં પ્રવેશ કરાવે છે. શુક્રકોષના સંગમથી અંડનળીમાં અંડકોષ ફલિત થાય છે. અંત:સ્રાવોની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા અને તેની અંતર્દીવાલના કોષો…

વધુ વાંચો >

અંડનળીબંધન અને પુનર્રચના

અંડનળીબંધન અને પુનર્રચના (tubal ligation and reconstruction) : ગર્ભધારણ રોકવા માટે અંડનળી(fallopian tube)ને બાંધી દેવી અને જરૂર પડે ત્યારે ગર્ભધારણહેતુથી તેને ફરીથી કાર્યાન્વિત કરવી તે. સામાન્ય રીતે ગર્ભધારણ કાયમી ધોરણે રોકવા માટે અંડનળી-બંધનની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ માટે છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં ૩ કરોડ સ્વૈચ્છિક શસ્ત્રક્રિયાઓ થઈ છે. કેટલાક…

વધુ વાંચો >

આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય

આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય આરોગ્યસેવાઓ એટલે મુખ્યત્વે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ કરવાનાં વિવિધ પગલાં લેવાનો કાર્યક્રમ. આરોગ્યની જાળવણી માટે અને રોગ, વિકાર કે વિકૃતિ ઉત્પન્ન થયે તેની સારવારની વ્યવસ્થા માટે સ્થપાયેલી અને કાર્યરત સંસ્થાઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાયના ભાગરૂપ છે. સંભવિત રોગ, વિકાર કે વિકૃતિને થતાં અટકાવવાં તેમજ સમાજના સર્વે…

વધુ વાંચો >

કર્ણકપટલ-છિદ્ર

કર્ણકપટલ-છિદ્ર (atrial septal defect) : હૃદયના ઉપલા ખંડો (કર્ણક, atria) વચ્ચેના પડદામાં કાણું થવાથી થતો રોગ. તે ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસમાં ઉદભવતી ખામીને કારણે થતો જન્મજાત (congenital) રોગ છે, જેનાં લક્ષણો મોટી ઉંમરે જોવા મળે છે. ડાબા કર્ણક અને જમણા કર્ણક વચ્ચેના પડદામાં કાણું હોવાથી ડાબા કર્ણકમાંનું ઑક્સિજનયુક્ત લોહી જમણા કર્ણકમાંના…

વધુ વાંચો >

ક્ષેપકપટ છિદ્ર

ક્ષેપકપટ છિદ્ર : હૃદયના નીચલાં ખાનાં જમણા અને ડાબા ક્ષેપક(ventricle)ની વચ્ચે એક પડદો હોય છે, જેના તંતુમય ભાગમાં ક્યારેક એક છિદ્રની વિકૃતિ જોવા મળે છે. ગર્ભાશયમાં થતા ગર્ભના વિકાસ દરમિયાન આ ખામી થવાથી, બાળકમાં પછી હંમેશને માટે રહી જાય છે. આ કાણાને લઈને પ્રાણવાયુયુક્ત લોહી, અલ્પપ્રાણવાયુયુક્ત લોહી સાથે બંને ક્ષેપકોમાં…

વધુ વાંચો >