અનુ. શિલીન નં. શુક્લ
ગોચરનો રોગ
ગોચરનો રોગ : એક પ્રકારનો કૌટુંબિક સંગ્રહશીલ વિકાર (storage disorder). તેમાં યકૃત, બરોળ, અસ્થિમજ્જા (bone marrow) તથા લસિકાગ્રંથિઓ(lymph nodes)માં રહેલા મૉનોસાઇટ – મેક્રોફેજ નામના કોષભક્ષી (phagocytic) કોષોમાં ગ્લુકોસેરેબ્રોસાઇડ નામના દ્રવ્યનો સતત ભરાવો થાય છે. રોગવિદ્યા : ગ્લુકોસેરેબ્રોસાઇડમાં સમ-આણ્વિક (equimolar) પ્રમાણમાં સ્ફિન્ગોસાઇન ફૅટી ઍસિડ તથા ગ્લુકોઝ હોય છે. કેન્દ્રીય ચેતાતંત્ર (central…
વધુ વાંચો >ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ
ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ (glycogen storage disease) : યકૃત (liver) તથા સ્નાયુમાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજનનો સંગ્રહ થવાથી થતો રોગ. યકૃતમાં 70 મિગ્રા/ગ્રામ કે સ્નાયુમાં 15 મિગ્રા/ગ્રામ કરતાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજન જમા થાય છે. ક્યારેક ગ્લાયકોજનના અણુની સંરચના (structure) સામાન્ય હોતી નથી. માનવશરીરમાં ગ્લુકોઝ તથા અન્ય કાર્બોદિત પદાર્થો ગ્લાયકોજન રૂપે સંગૃહીત થાય છે.…
વધુ વાંચો >ગ્લુકેગોન
ગ્લુકેગોન : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતા સ્વાદુપિંડ(pancreas)ના આલ્ફા કોષો દ્વારા ઉત્પાદિત અંત:સ્રાવ. તેથી તેને ગ્લુકોઝવર્ધક (glucagon) અંત:સ્રાવ કહે છે. 1923માં માર્ટિન અને તેના સાથીદારોએ સ્વાદુપિંડના અર્ક(extract)ની ગ્લુકોઝના લોહીના પ્રમાણ પરની અસર નોંધી અને તેને ‘ગ્લુકેગોન’ નામ આપ્યું. ત્યારબાદ 50 વર્ષ સુધી તેના મહત્વ કે નિયમન અંગે કોઈ વિશેષ અભ્યાસ થયા…
વધુ વાંચો >ગ્લુકોઝ-રુધિરસપાટી
ગ્લુકોઝ-રુધિરસપાટી : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવતી સ્થિતિ. માનવશરીરમાં ગ્લુકોઝ એક મહત્વનું શક્તિદાયક ચયાપચયી દહનશીલ દ્રવ્ય (metabolic fuel) છે. જુદા જુદા સમયે ખોરાકની માત્રા અને ઘટકો જુદા જુદા હોય છે, તેમજ જુદા જુદા સમયે શરીરની શક્તિ માટેની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બદલાતું રહે છે.…
વધુ વાંચો >દેહવિકાસનાં સોપાનો
દેહવિકાસનાં સોપાનો (milestones of development) : બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાઓ. સંપૂર્ણપણે માતા પર આધારિત એવા ગર્ભમાંથી બાળપણ દરમિયાન જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તેને કારણે તે સ્વતંત્ર પુખ્ત વ્યક્તિ બને છે. શરીરના કોષોની સંખ્યામાં તથા પેશીઓ અને અવયવોના કદમાં વધારો થાય છે તે પ્રક્રિયાને વૃદ્ધિ (growth) કહે…
વધુ વાંચો >વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves)
વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves) : હૃદયના વિકૃત વાલ્વને સ્થાને વાપરી શકાતા કૃત્રિમ વાલ્વ (કપાટ). ડી. ઈ. હાર્કન, એસ. એલ. સોરોફ, ડબ્લ્યૂ. જે. ટેલર વગેરે દ્વારા મહાધમનીય (aortic) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1960) તથા એ. સ્ટાર અને એમ. એલ. એડવર્ડ્ઝ દ્વારા દ્વિદલીય (mitral) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1961) સફળ પ્રયોગ થયો.…
વધુ વાંચો >વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy)
વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) : રોગ કે અપંગતાનું નિદાન અને કુદરતી કે ભૌતિક પદ્ધતિએ ઉપચાર કરવાની વિદ્યા. તેને ભૌતિક ચિકિત્સા (physical therapy) અથવા physiatrics પણ કહે છે. અને તે ગ્રીક શબ્દ ‘physis’ (એટલે કે કુદરત, nature) પરથી બનેલો પારિભાષિક શબ્દ છે. તેમાં સારવાર માટે વિદ્યુત, જલ કે વાયુ વડે કરાતી વીજચિકિત્સા…
વધુ વાંચો >