અનુ. શિલીન નં. શુક્લ

ઊબકા અને વમન

ઊબકા અને વમન : ગળા કે પેટના ઉપરના ભાગમાં થતી તરત ઊલટી કરવાની સંવેદના તે ઊબકા તથા જઠરમાંના પદાર્થોને જોરથી મોં વાટે બહાર કાઢવાની ક્રિયા તે ઊલટી અથવા વમન. ખોપરીની અંદર દબાણ વધે ત્યારે ખૂબ જોરથી દૂર ફેંકાતી ઊલટી થાય છે અને તેને પ્રક્ષેપિત (projectile) વમન કહે છે. ઊબકા સામાન્યત:…

વધુ વાંચો >

ઓરી (જર્મન)

ઓરી, જર્મન (german measles, rubella) : થૂંકબિન્દુઓથી ફેલાતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. મોટાં બાળકોમાં, કુમારાવસ્થામાં અને યુવાનોમાં થતો આ રોગ ઓરી કરતાં ઓછો ચેપી છે. ચેપ લાગ્યા પછી 14-21 દિવસે તેનાં લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં નાક ગળવું, ગળું સૂઝવું, આંખ આવવી અને માથાની નીચે બોચીમાં દુખતી લસિકાગ્રંથિની ગાંઠો નીકળવી…

વધુ વાંચો >

કપોલકલ્પિત વિકારો

કપોલકલ્પિત વિકારો (fictitious disorders) : જાણીજોઈને કોઈ એક શારીરિક કે માનસિક રોગનાં લક્ષણોની નકલ કરવાનો વિકાર. આવી વ્યક્તિ દર્દી તરીકે વર્તવાના ઇરાદાથી શારીરિક કે માનસિક માંદગીની નકલ કરે છે. ઘણી વખતે તેમનો પ્રાથમિક ઇરાદો હૉસ્પિટલમાં દાખલ થવાનો હોય છે. ક્યારેક આ જ તેમની જીવનપદ્ધતિ થયેલી હોય છે. આ પ્રકારનું વર્તન…

વધુ વાંચો >

કામોત્તેજના-અભાવ (frigidity)

કામોત્તેજના-અભાવ (frigidity) : સંભોગ વખતે સ્ત્રીને કામોત્તેજના (orgasm) કે જાતીય પ્રતિભાવરૂપ લાગણી ન થવી તે. તેને સામાન્ય ભાષામાં સ્ત્રીનું જાતીય ‘ઠંડાપણું’ કહે છે. તેને કારણે પુરુષને સંભોગજન્ય કામોત્તેજનાની પરાકાષ્ઠા અનુભવાતી નથી. આ વિકારથી પીડાતી સ્ત્રી જાતીય સુખ અનુભવતી હોવા છતાં તે કામોત્તેજના અનુભવતી નથી. યોનિ(vagina)ના નીચલા ત્રીજા ભાગમાં અતિસંવેદિતા(hyperaesthesia)ને કારણે…

વધુ વાંચો >

કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન)

કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન) (artificial insemination) : સ્ત્રીના જનનમાર્ગમાં જાતીય સંભોગ સિવાય અન્ય રીતે શુક્રકોષોને દાખલ કરવાની પ્રક્રિયા. તેને કૃત્રિમ શુક્રનિવેશન કે કૃત્રિમ વીર્યસિંચન પણ કહે છે. તબીબીશાસ્ત્રમાં વંધ્યતા(infertility)ની સારવારમાં હાલ તેનો શાસ્ત્રીય રીતે ઉપયોગ કરાય છે. જ્યારે પતિના વીર્ય-(semen)માં અપૂરતા શુક્રકોષ હોય અથવા શુક્રકોષ ન હોય ત્યારે કૃત્રિમ બીજદાન ગર્ભાધાન…

વધુ વાંચો >

કેન્દ્રીય શિરાદાબ

કેન્દ્રીય શિરાદાબ (central venous pressure) : હૃદયના જમણા ઉપલા ખંડ (કર્ણક, atrium) અથવા તેમાં લોહી લાવતી વાલ્વ વગરની ઉપલી કે નીચલી મહાશિરાઓ(venae cavae)માંના લોહીનું દબાણ. શિરાની દીવાલની સજ્જતા (tone) અને તેમાં રહેલા લોહીના કદને કારણે તેમાં દબાણ ઉત્પન્ન થાય છે. પાણીના બનેલા સાદા દાબમાપક (manometer) વડે તે માપી શકાય છે.…

વધુ વાંચો >

કૉન્ટૅક્ટ લેન્સ

કૉન્ટૅક્ટ લેન્સ : આંખની કીકી ઉપર લગાડીને પહેરવાનો ર્દક્કાચ. તેને સ્પર્શર્દક્કાચ (contact lens) કહે છે. તેના વિવિધ પ્રકારો છે. આંખની વક્રીભવનની ખામી(error of refraction)ને કારણે ઝાંખું દેખાતું હોય તો યોગ્ય ચશ્માં અથવા કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી તે ખામી દૂર થાય છે. આ ઉપરાંત તે આંખના પોપચાની ગેરહાજરી સારણી : કૉન્ટૅક્ટ લેન્સના…

વધુ વાંચો >

કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ

કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ : અધિવૃક્ક(adrenal)ગ્રંથિના અંત:સ્રાવો. અધિવૃક્કગ્રંથિ અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ છે અને તેના અંત:સ્રાવો(hormones)માંના એક જૂથને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહે છે જેનો આધુનિક તબીબીશાસ્ત્રમાં દવા તરીકે પણ મહત્વનો ઉપયોગ થાય છે. સારણી 1 : કૉર્ટિકોસ્ટીરૉઇડની મુખ્ય અસરો અસર શરીરમાં સોડિયમનો ભરાવો યકૃતમાં ગ્લાયકોજનનો ભરાવો, પ્રતિશોથ અસર* કૉર્ટિસોલ કૉર્ટિસોન કૉર્ટિકોસ્ટીરોન આલ્ડોસ્ટીરોન પ્રેડ્નિસોલોન ટ્રાયન્સિનોલોન 1 1…

વધુ વાંચો >

ક્વિનીન (આયુર્વિજ્ઞાન)

ક્વિનીન (આયુર્વિજ્ઞાન) : મલેરિયા(શીતજ્વર)ના રોગ સામે વપરાતું ઔષધ. ક્વિનીન વિશાળ અને જટિલ આલ્કેલૉઇડનો અણુ છે. હવે તો તેનું પ્રયોગશાળામાં ક્વિનીન સલ્ફેટ તરીકે સંશ્લેષણ થાય છે અને ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે. એકકોષી સૂક્ષ્મ જીવો પરની તેની અસરને કારણે ક્વિનીનને ‘સામાન્ય જીવરસીય (protoplasmic) ઝેર’ કહેવાય છે. તે જીવાણુઓ (bacteria), ટ્રિપેનોસોમા, યીસ્ટ,…

વધુ વાંચો >

ખાણ

ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી,…

વધુ વાંચો >