અનુ. થૉમસ પરમાર

શાહ, ઉમાકાન્ત

શાહ, ઉમાકાન્ત (જ. 20 માર્ચ 1915; અ. નવેમ્બર 1988) : કલાના પ્રસિદ્ધ ઇતિહાસવિદ અને ભારતીય વિદ્યાના પ્રખર વિદ્વાન. આઝાદી પૂર્વેના ભારતીય વિદ્યાના વિદ્વાનો શિવરામ મૂર્તિ, વાસુદેવશરણ અગ્રવાલ અને મોતીચંદ્રની શ્રેણી જેવા વિદ્વાનોમાં ઉમાકાન્ત શાહનું નામ મૂકી શકાય. ‘એલિમેન્ટ્સ ઑવ્ જૈન આર્ટ’ એ વિષય પર તેમણે પીએચ.ડી. ડિગ્રી માટે સંશોધન કર્યું.…

વધુ વાંચો >

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર…

વધુ વાંચો >

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને (S. Carlo alle Quattro Fontaneનું ચર્ચ) : રોમમાં આવેલું બરોક-સ્થાપત્ય-શૈલીનું પ્રસિદ્ધ ચર્ચ. તેનો સ્થપતિ ફ્રાન્સેસ્કો બોર્રોમિનિ હતો. રોમન બરોક-સ્થાપત્યનો આ એક ઉત્તમ નમૂનો છે. આ અંડાકાર (oval shaped) ઇમારતની ઉપરનો ઘુંમટ પણ અંડાકાર છે. તેની બહારની સપાટી સીધી નથી પણ ચડતા-ઊતરતા ઘાટની (undulating) છે. તેનો…

વધુ વાંચો >

સાંજિનિવેઇવ

સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું.…

વધુ વાંચો >

સાં મારિયા ડેલ ફિઓર (ફ્લૉરેન્સ કેથીડ્રલ)

સાં મારિયા ડેલ ફિઓર (ફ્લૉરેન્સ કેથીડ્રલ) : ફ્લૉરેન્સનું પ્રસિદ્ધ કેથીડ્રલ. આ કેથીડ્રલ તેના ઘુંમટના માટે જાણીતું છે. આનો આખરી પ્લાન ફ્રાન્સેસ્કો ટૅલેન્ટીએ 1360માં તૈયાર કર્યો હતો. ચૌદમી સદીના અંતમાં આર્નોલ્ફો અને જિયોવાન્ની દ લેપો ધીનીએ તેનું વિસ્તરણ કર્યું. મધ્ય મંડપ (Nave) અને પાર્શ્વ માર્ગની છતની ઉપર લગભગ 13 મીટરનો વર્તુળાકાર…

વધુ વાંચો >

સાં વિટાલ રૅવેન્ના

સાં વિટાલ, રૅવેન્ના : પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલાનું ચર્ચ. પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલા વચ્ચે ભાગ્યે જ સ્પષ્ટ ભેદરેખા પાડી શકાય તેમ છે. આ કલાના પ્રથમ સુવર્ણયુગનું સમૃદ્ધ સ્થાપત્ય કૉન્સ્ટૅન્ટિનોપલમાં નહિ, પણ ઇટાલીની ભૂમિમાં રૅવેન્ના ખાતે આવેલું સાં વિટાલ ચર્ચ છે. આ નગર વાસ્તવમાં આડ્રિઆટિક કાંઠા પરનું નૌકામથક હતું. 402માં પશ્ચિમના…

વધુ વાંચો >

સુફલોત જેક-જર્મેઇ

સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…

વધુ વાંચો >

સુલતાન કયીત બેની કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન કયીત બેની કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તમાં કેરો મુકામે આવેલું જાણીતું સ્થાપત્ય. સુલતાન કયીત બેનીએ 1472-1474 દરમિયાન તેનું બાંધકામ કરાવ્યું હતું. કબરના સ્થાપત્યની સાથે મદરેસાનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ચાર મદરેસા, કબર, સાહિલ (લોકોને પાણી પીવા માટેનો ફુવારો) અને કુટ્ટા (પ્રાથમિક શાળા) આવેલાં છે. કબરના ઉપરના…

વધુ વાંચો >

સુલતાન હસનની મસ્જિદ અને કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન હસનની મસ્જિદ અને કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તની જાણીતી મસ્જિદ. ક્લૌન વંશનો છેલ્લો શાસક સુલતાન હસન 1347માં ગાદીએ આવ્યો. 1351માં તેના ભાઈના તરફેણમાં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. 1354માં ફરીથી તે તખ્તનશીન થયો અને 1361માં તેનું ખૂન થયું ત્યાં સુધી ગાદીએ રહ્યો. તેની વિશાળ કબર અને મદરેસાનું સંકુલ ઇજિપ્શિયન ઇસ્લામી…

વધુ વાંચો >

સુલિવાન લુઈ હેન્રી

સુલિવાન, લુઈ હેન્રી (જ. 3 સપ્ટેમ્બર 1856, બૉસ્ટન; અ. 14 એપ્રિલ 1924, શિકાગો) : જાણીતો સ્થપતિ. આઇરિશ, સ્વિસ અને જર્મન મિશ્રિત વંશનું સંતાન. મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સ્થાપત્યનો થોડો અભ્યાસ કર્યો તે પછી 1873માં શિકાગો ગયો. ત્યાં તેણે જેન્નીની નીચે અને એક વર્ષ બાદ પૅરિસમાં વૉડ્રમર્સની નીચે કામ કર્યું. બાદ…

વધુ વાંચો >