અનુ. ગીતા મહેતા
પ્રાકૃત ભાષા અને સાહિત્ય
પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…
વધુ વાંચો >વિશેષાવશ્યક ભાષ્ય (સાતમી સદી)
વિશેષાવશ્યક ભાષ્ય (સાતમી સદી) : વિશેષાવશ્યક ભાષ્ય ક્ષમાશ્રમણ જિનભદ્રગણિની એક અત્યંત મહત્વપૂર્ણ રચના છે. આવશ્યકસૂત્ર ઉપર ત્રણ ભાષ્ય લખાયાં છે : (1) મૂળ ભાષ્ય, (2) ભાષ્ય અને (3) વિશેષાવશ્યક ભાષ્ય. પ્રથમ બે ભાષ્ય અત્યંત સંક્ષિપ્ત છે. તેની ઘણીખરી ગાથાઓ વિશેષ આવશ્યક ભાષ્યમાં મળે છે. આમ વિશેષાવશ્યક ભાષ્યમાં ત્રણે ભાષ્યોનું પ્રતિનિધિત્વ…
વધુ વાંચો >શાન્ત્યાચાર્ય
શાન્ત્યાચાર્ય (સમય 11મી સદી) : જૈન ધર્મના આચાર્ય અને ટીકાલેખક. વિદ્વાન. ચાન્દ્રકુલ થારાપદ્રગચ્છના આચાર્ય વિજયસિંહના શિષ્ય. ગૃહસ્થાશ્રમમાં તેઓ રાધનપુર નજીક ઉન્નાતાયુ(ઉણગામ)ના નિવાસી શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનશ્રી હતું. ગૃહસ્થ જીવનમાં તેમનું નામ ભીમ હતું. તેમણે નાની ઉંમરમાં જ આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. દીક્ષા ગ્રહણ…
વધુ વાંચો >શીલાંક
શીલાંક (નવમી સદી) : જૈન સાહિત્ય અને પ્રાકૃત ભાષાના કવિ અને ટીકાકાર. જૈન પરંપરામાં શીલાંક અથવા શીલાચાર્ય નામના એકથી વધારે વિદ્વાન થઈ ગયા છે. ‘ચઉપ્પન્નમહાપુરિસચરિય’ના કર્તા પ્રસ્તુત શીલાંક, શીલાચાર્ય અથવા વિમલમતિ કે તત્ત્વાદિત્ય નામથી પણ પ્રખ્યાત છે. ગ્રંથની પ્રશસ્તિ દ્વારા માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ નિર્વૃતિ-કુલોત્પન્ન માનદેવસૂરિના…
વધુ વાંચો >સુબ્બલક્ષ્મી એમ. એસ.
સુબ્બલક્ષ્મી એમ. એસ. (જ. 16 સપ્ટેમ્બર 1916, મદુરાઈ; અ. 11 ડિસેમ્બર 2004, ચેન્નાઈ, તામિલનાડુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત ગાયિકા. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં થયો હતો. માતા તેમની પથપ્રદર્શક બની. દસ વર્ષની વયે જ સુબ્બલક્ષ્મીની પ્રતિભા પ્રકટ થવા લાગી. તે ઉંમરે પોતાની માતા સાથે ગાતાં. 17 વર્ષની ઉંમરે ‘મદ્રાસ સંગીત અકાદમી’ જેવી…
વધુ વાંચો >