અંગ્રેજી સાહિત્ય

ક્રૅશૉ, રિચર્ડ

ક્રૅશૉ, રિચર્ડ (જ. 1613, લંડન; અ. 21 ઑગસ્ટ 1649, લોરેટો ઇટાલી) : મુખ્યત્વે ધાર્મિક વલણના અંગ્રેજ કવિ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પાદરી બનીને પોતાનાં ધર્મપ્રવચનોની અસરકારકતા માટે જાણીતા થયા. તેમનાં કાવ્યોમાંની અભિવ્યક્તિ વિશિષ્ટ રીતની લાગણીની ઉત્કટતા અને કલ્પનશ્રેણીની વધુ પડતી તાર્દશતા જેવાં લક્ષણોથી તેમના સમકાલીન કવિઓના કરતાં જુદી પડે છે.…

વધુ વાંચો >

ગાર્ડનર, અર્લ સ્ટૅન્લી

ગાર્ડનર, અર્લ સ્ટૅન્લી (જ. 17 જુલાઈ 1889, માલ્ડેન, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 11 માર્ચ 1970; ટેમિક્યુલા, કૅલિફૉર્નિયા) : ડિટેક્ટિવ અને રહસ્યકથાઓના નામી અમેરિકન લેખક. પિતા ખાણ-ઇજનેર. નાનપણમાં કુટુંબ સાથે વ્યાપક પ્રવાસ ખેડવાની તક મળી. છેવટે કૅલિફૉર્નિયામાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો. 1911માં કૅલિફૉર્નિયામાં વકીલાત શરૂ કરી. તેમણે મુખ્યત્વે ગરીબ ચીની પ્રજાજનો અને મેક્સિકન…

વધુ વાંચો >

ગાર્સિયા માર્કેઝ, ગેબ્રિયલ

ગાર્સિયા માર્કેઝ, ગેબ્રિયલ (જ. 6 માર્ચ, 1928, ઍરેકેટેકા, કોલંબિયા; અ. 17 એપ્રિલ 2014, મેક્સિકો સિટી, મેક્સિકો) : લૅટિન-અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમની નવલકથા ‘ક્રૉનિકલ ઑવ્ ડેથ ફોરટોલ્ડ’ (1981) બદલ તેમને 1982ના વર્ષનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ 16 બાળકોવાળા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગેબ્રિયલ…

વધુ વાંચો >

ગુપ્ત, સુનેત્રા

ગુપ્ત, સુનેત્રા (જ. 15 માર્ચ 1965, કૉલકાતા) : પ. બંગાળનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘મેમરિઝ ઑવ્ રેન’ માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે તેઓ વાવરવિજ્ઞાની છે અને લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં કાર્ય કર્યું છે.. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

ગૉથિક નવલકથા

ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે…

વધુ વાંચો >

ગૉલ્ઝવર્ધી, જ્હૉન

ગૉલ્ઝવર્ધી, જ્હૉન (જ. 14 ઑગસ્ટ 1867, સરે; અ. 31 જાન્યુઆરી 1933, લંડન) : 1932નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અંગ્રેજ નાટકકાર, નવલકથાકાર. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. થોડો સમય વકીલાતનો વ્યવસાય કર્યો, પણ એમાં મન ગોઠ્યું નહિ. એટલે સાહિત્ય તરફ વળ્યા. એ શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા; પરંતુ સમાજ પ્રત્યેનું…

વધુ વાંચો >

ગોલ્ડસ્મિથ, ઑલિવર

ગોલ્ડસ્મિથ, ઑલિવર (જ. 10 નવેમ્બર 1730, પૅલસ, આયર્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1774, લંડન) : અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં જન્મ. ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અને અન્ય યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે પ્રયત્ન કરેલો, પણ ત્રણેક વર્ષે યુનિવર્સિટી છોડી ગૃહત્યાગ કરેલો અને ભૂખે મરવાનો વારો આવ્યો ત્યારે કોઈકે…

વધુ વાંચો >

ગોલ્ડિંગ, વિલિયમ (સર જિરાલ્ડ)

ગોલ્ડિંગ, વિલિયમ (સર જિરાલ્ડ) (જ. 19 સપ્ટેમ્બર 1911, કૉર્નવોલ; અ. 19 જૂન 1993, કૉર્નવોલ) : 1983માં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રતિભાશાળી અંગ્રેજ લેખક. એમની નવલકથાઓમાં એક નાગરિક તરીકે ગોલ્ડિંગ સમાજની ઊણપોનું, ખામીઓનું નિરૂપણ કરે છે અને એક શિક્ષક તરીકે તે સુધારવાનો પ્રયત્ન કરે છે; જ્યારે નવલકથાકાર તરીકે આ સમસ્યાઓનું પ્રતિબિંબ રજૂ…

વધુ વાંચો >

ગ્રીન, ગ્રેહમ

ગ્રીન, ગ્રેહમ (જ. 2 ઑક્ટોબર 1904, બર્કમસ્ટેડ, હાર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 એપ્રિલ 1991, વેવે, સ્વિટ્ઝર્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર અને નાટ્યકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 1926માં રોમન કૅથલિક ચર્ચને અપનાવ્યું જે તેમના જીવનનો કેન્દ્રવર્તી બનાવ ગણી શકાય. તેમની પ્રથમ કૃતિ ‘ધ મૅન વિધિન’ નામની નવલકથા હતી, જે 1929માં પ્રગટ થઈ. આમાં…

વધુ વાંચો >

ગ્રે, ટૉમસ

ગ્રે, ટૉમસ (જ. 26 ડિસેમ્બર 1716, કૉર્નહિલ, લંડન; અ. 30 જુલાઈ 1771, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અગ્રણી અંગ્રેજ કવિ. અઢારમી સદીની અંગ્રેજી કવિતાના ઉલ્લેખનીય કવિજનોમાં ટૉમસ ગ્રેનું આગવું સ્થાન છે. આ સમય દરમિયાન ગ્રીક-લૅટિન પ્રશિષ્ટ સાહિત્યના પ્રગાઢ અધ્યયનના કારણે સ્વાભાવિક જ કવિજનો ગ્રીક કાવ્યસ્વરૂપો તરફ વળેલા. ઓડ અને ઍલિજી આ સમયે…

વધુ વાંચો >