હેમન્તકુમાર શાહ

આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ)

 આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ) : ઇંગ્લૅંડના વૉરવિકશાયર અને પશ્ચિમ મિડ્લૅન્ડ્ઝમાં આવેલો જંગલ-વિસ્તાર. આ જંગલવિસ્તાર આશરે 30 કિમી. લાંબો અને 20 મી. પહોળો છે. તે સ્ટ્રૅટફર્ડ-અપૉન-એવનથી ઉત્તર તરફ બર્મિંગહામ સુધી વિસ્તરેલો છે. આ વિસ્તાર એક સમયે આજના કરતાં પણ ઘણો મોટો હતો. તેણે શેક્સપિયરને ‘As You Like It’ નાટક લખવા માટેની પાર્શ્વભૂમિરૂપ…

વધુ વાંચો >

આર્થિક ભૂગોળ

આર્થિક ભૂગોળ : માનવીની આર્થિક પ્રવૃત્તિ પર પર્યાવરણની અસરનો અભ્યાસ દર્શાવતી ભૂગોળની એક શાખા. વિભિન્ન સ્થળકાળમાં પ્રવર્તતાં માનવજીવનનાં સામ્યભેદનું તેમજ વિવિધ પ્રદેશોની પ્રજાના આર્થિક જીવનની ભિન્ન ભિન્ન ભાતોનું વિશ્લેષણ ભૂગોળની આ શાખા દ્વારા થાય છે. મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર તેના પર્યાવરણની મોટી અસર પડે છે. વિવિધ વ્યવસાયો અને તેમનું મહત્ત્વ…

વધુ વાંચો >

આર્મેનિયા

આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો…

વધુ વાંચો >

આલ્પ્સ

આલ્પ્સ : દક્ષિણ મધ્ય યુરોપમાં કમાન આકારે આવેલું વિશાળ પર્વતસંકુલ. સ્થાન : આ પર્વતમાળા આશરે 430થી 480 ઉ. અ. અને 50થી 170 પૂ. રે. વચ્ચે આશરે 2,59,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આલ્પ્સની હારમાળાનો પ્રારંભ નૈર્ઋત્યે કોલ-દ્-અલ્ટારે(colle-d´-Altare)થી થાય છે. અને ઈશાને ગોલ્ફો-ડી-જિનોવા (Golfo-di-Genova) અને પૂર્વમાં ઑસ્ટ્રિયામાં હોચસ્ચવાબ (Hochschwab) ખાતે પૂરી…

વધુ વાંચો >

આલ્બેનિયા

આલ્બેનિયા : અગ્નિ યુરોપમાં આવેલું નાનું પહાડી રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 390 40´ થી 420 40´ ઉ. અ. અને 190 20´ થી 210 10´ પૂ. રે. વચ્ચેનો 28,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 346 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 145 કિમી. જેટલી…

વધુ વાંચો >

આસનસોલ

આસનસોલ : પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો પેટાવિભાગ અને કૉલકાતાથી વાયવ્યે 210 કિમી.ને અંતરે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 240 18´ ઉ. અ. અને 870 17´ પૂ. રે. તે પૂર્વમાં જતી રેલવેનું વડું મથક છે. બિહાર-બંગાળનાં સમૃદ્ધ કોલસા અને લોખંડનાં ક્ષેત્રો પાસે આવેલું હોઈ આ શહેરનો ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થયો…

વધુ વાંચો >

આસ્વાન

આસ્વાન : ઇજિપ્તની નૈઋત્યમાં કેરોથી 700 કિમી. દૂર આવેલો પ્રદેશ. મુખ્ય શહેરનું નામ આસ્વાન, જે નાઇલ નદીના પૂર્વકાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : તે 240 05´ ઉ. અ. અને 320 53´ પૂ. રે. આજુબાજુનો 678.5 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ શહેર સમુદ્રની સપાટીથી 194 મી. પર સ્થિત છે. એનું…

વધુ વાંચો >

આંદામાન અને નિકોબાર ટાપુઓ

આંદામાન અને નિકોબાર ટાપુઓ : બંગાળના ઉપસાગરની દક્ષિણ પૂર્વમાં આવેલા ટાપુઓનો એક દ્વીપસમૂહ. તેના 3000 જેટલા ટાપુઓમાં 365 મુખ્ય છે. ભૌ. સ્થાન તે 120.00 ઉ. અ. અને 120 45´ પૂ. રે. આજુબાજુનો 8249 ચો. કિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વ કિનારાથી 1,200 કિમી. જેટલો દૂર…

વધુ વાંચો >

ઇડુક્કી

ઇડુક્કી : કેરળ રાજ્યનો સૌથી મોટો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9o 15´થી 10o 21´ ઉ. અ. અને 76o 47´થી 77o 25´ પૂ. રે. વચ્ચેનો 4358 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ તમિળનાડુ રાજ્ય, દક્ષિણે પથનમથિટ્ટા, પશ્ચિમે કોટ્ટાયમ્ અને એર્નાકુલમ્ તથા વાયવ્યમાં ત્રિચુર જિલ્લો આવેલો…

વધુ વાંચો >

ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન

ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન (IDA) : વિશ્વબૅન્ક સાથે જોડાયેલી પરંતુ નાણાકીય અને કાનૂની રીતે અલગ એવી સંયુક્ત રાષ્ટ્રોની સપ્ટેમ્બર 1960માં સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાનો સભ્ય-દેશ વિશ્વબૅન્કનો સભ્ય હોય તે અનિવાર્ય છે. વિશ્વબૅન્કના અધિકારીઓ જ હોદ્દાની રૂએ આ સંસ્થાના અધિકારીઓ હોય છે. તેનું વડું મથક અમેરિકામાં વૉશિંગ્ટન ડી.સી. ખાતે છે. વિશ્વબૅન્કની તુલનામાં…

વધુ વાંચો >