હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

ગુલાબ

ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે. ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica…

વધુ વાંચો >

ગુવાર

ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે. સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ,…

વધુ વાંચો >

ગુંદરિયો (લીંબુનો)

ગુંદરિયો (લીંબુનો) : Phytophthora પ્રજાતિની કેટલીક ફૂગથી લીંબુ વર્ગમાં થતો રોગ. લીંબુ ઉગાડતા દરેક પ્રદેશમાં તે જોવા મળે છે. અન્ય પ્રદેશોમાં તે છૂટોછવાયો ક્યારેક જોવા મળે છે; પરંતુ મહારાષ્ટ્રમાં તે દર વર્ષે જોવા મળે છે. ખાટી જાતોની સરખામણીમાં મીઠી જાતો વધુ રોગગ્રાહ્ય છે. રોગનું આક્રમણ જમીનની પાસેના થડથી શરૂ થાય…

વધુ વાંચો >

ગેરુ (rust)

ગેરુ (rust) : ઘઉં, જવ, બાજરી, મકાઈ, કઠોળ જેવા પાકોમાં જાતજાતની ફૂગ દ્વારા થતો મુખ્ય રોગ. ગેરુ ફૂગની આશરે 4,000 જેટલી પ્રજાતિઓ જુદી જુદી આવૃતબીજધારી વનસ્પતિઓમાં ફૂગનો રોગ પેદા કરે છે. કાટ જેવી કથ્થાઈ, બદામી કે પીળા રંગની ફોલ્લીઓ ચાંદા રૂપે પાન કે દાંડી પર ગેરુ તરીકે જોવા મળે છે.…

વધુ વાંચો >

ગ્રેપફ્રૂટ (ચકોતરું)

ગ્રેપફ્રૂટ (ચકોતરું) : દ્વિદલા વર્ગનું રુટેસી કુળનું 6થી 14 મીટર ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ. શાસ્ત્રીય નામ Citrus paradisi Malf. દ્રાક્ષની જેમ તેનાં ફળ લૂમમાં ઊગતાં હોવાથી તે ગ્રેપફ્રૂટ તરીકે ઓળખાય છે. ઘણા દેશોમાં નાસ્તામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘બ્રેકફાસ્ટ ફ્રૂટ’ પણ કહે છે. તેનું મૂળ વતન વેસ્ટ ઇન્ડીઝ છે;…

વધુ વાંચો >

ઘઉં

ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી…

વધુ વાંચો >

ઘટિયા પાનનો રોગ

ઘટિયા પાનનો રોગ : વનસ્પતિ કે પાકનાં પાન પર સૂક્ષ્મ વ્યાધિજંતુનું આક્રમણ થવાથી થતો રોગ. તેનાથી પાનની સપાટી જાડી થાય છે અને ઘેરા લીલા રંગનાં ધાબાંવાળા પાનની વૃદ્ધિ અટકી જવાથી તે નાનું રહે છે. આવા પાનનો પર્ણદંડ ટૂંકો રહે છે અને પાનની નવી નીકળતી ડાળી જાડી અને ટૂંકી થાય છે.…

વધુ વાંચો >

ઘાસિયા જડાનો રોગ

ઘાસિયા જડાનો રોગ : સૂક્ષ્મ રસ(microplasm)થી શેરડીમાં થતો રોગ. તેનાથી રોગિષ્ઠ છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તે નાના – વામણા રહી જાય છે. આવા છોડમાંથી પુષ્કળ પ્રમાણમાં વામણા પીલા નીકળે છે, જે કેટલીક વાર 50થી 60 જેટલા હોય છે. આને પરિણામે સમગ્ર શેરડીનું જડિયું ઘાસના ભોથા કે થૂમડા જેવું…

વધુ વાંચો >

ચણા

ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ…

વધુ વાંચો >

ચરેરી (કાળિયો)

ચરેરી (કાળિયો) : જુદા જુદા વિસ્તારમાં ચરેરી, ચરમી, ચરમો, કાળિયો, કાળો ચરમો, ચરેરિયું વગેરે નામોથી ઓળખાતો જીરાનો રોગ. રોગની શરૂઆત થયા પછી તે ઝડપથી ફેલાય છે. આ રોગ દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે. રોગની શરૂઆત સામાન્ય રીતે પાક વાવ્યા પછી 30થી 40 દિવસે જ્યારે ફૂલ બેસવાનાં થાય ત્યારે…

વધુ વાંચો >