હરસુખ થાનકી

મીનાકુમારી

મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની…

વધુ વાંચો >

મીર, ઈઝરા

મીર, ઈઝરા (જ. 1903, કૉલકાતા; અ. 1993, મુંબઈ) : ભારતમાં વૃત્તચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સર્જક. કૉલકાતાના ખ્યાતનામ માદન થિયેટર્સ સાથે 1922માં જોડાયા ત્યારથી 1961માં ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતાપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી એકધારાં ચાળીસ વર્ષ તેમણે ચલચિત્રોનું અને ખાસ કરીને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. સ્નાતક થયા ત્યાં સુધીમાં તેમને…

વધુ વાંચો >

મુક્તિ (ચલચિત્ર)

મુક્તિ (ચલચિત્ર) (1937) : ભારત દેશ જ્યારે ગુલામીની બેડીઓમાં અને સમાજ જુનવાણી બંધનોમાં જકડાયેલો હતો ત્યારે પતિ-પત્નીના સંબંધોને નવા ર્દષ્ટિકોણથી રજૂ કરતી પ્રગતિશીલ ફિલ્મ. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી અને હિંદી. નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, દિગ્દર્શક અને પટકથા : પ્રમથેશચંદ્ર બરુઆ, કથા અને સંવાદ : સજનીકાન્ત દાસ, હિંદી સંવાદ…

વધુ વાંચો >

મુખરજી, હૃષીકેશ

મુખરજી, હૃષીકેશ (જ. 30 સપ્ટેમ્બર 1922, કૉલકાતા; અ. 27 ઓગસ્ટ 2006, મુંબઈ, મહારાષ્ટ્ર) : ફિલ્મ  દિગ્દર્શક, પટકથાલેખક અને સંપાદક. 1950ના અરસામાં બંગાળથી જે કેટલાક પ્રતિભાવાન કસબીઓ મુંબઈ આવ્યા તેમાં તેઓ પણ હતા. બિમલ રાય જેવા દિગ્દર્શકની ટીમમાં હૃષીકેશ સંકલનકાર અને પટકથાલેખક હતા. તેઓ સ્વતંત્ર દિગ્દર્શક થયા પછી બિમલ રાયની પરંપરાને…

વધુ વાંચો >

મુખામુખમ્

મુખામુખમ્ (1984) : માનવમનની વિચિત્રતાઓમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતું પ્રશિષ્ટ કલાત્મક ચલચિત્ર. આ ચલચિત્ર દ્વારા કેરળના સામ્યવાદી પક્ષ પર કરાયેલા આક્ષેપને કારણે તે પ્રદર્શિત થયું ત્યારે ખાસ્સા વિવાદમાં સપડાયું હતું. ચિત્ર રંગીન, ભાષા : મલયાળમ, નિર્માણસંસ્થા : જનરલ પિક્ચર્સ, નિર્માતા : કે. રવીન્દ્રનાથન્ નાયર, કથા-દિગ્દર્શન : અડૂર ગોપાલકૃષ્ણન્, છબિકલા :…

વધુ વાંચો >

મુગલે આઝમ

મુગલે આઝમ (1960) : નિર્માતા કે. આસિફનું ઐતિહાસિક પશ્ચાદભૂવાળી સલીમ અને અનારકલીની પ્રણયકથા ઉપર આધારિત સીમાચિહ્નરૂપ ચલચિત્ર. ભાષા : ઉર્દૂ; શ્વેત અને શ્યામ (આંશિક રંગીન); નિર્માણસંસ્થા : સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન; દિગ્દર્શક : કે. આસિફ; પટકથા : કે. આસિફ, અમાન; સંવાદ : કમાલ અમરોહી, એહસાન રિઝવી, વઝાહત મિરઝા, અમાન; ગીતકાર :…

વધુ વાંચો >

મુદલિયાર, આર. નટરાજ

મુદલિયાર, આર. નટરાજ (જ. 26 જાન્યુઆરી 1885, વેલ્લોર; અ. 1972, ચેન્નાઈ) : દક્ષિણ ભારતમાં ચિત્ર-ઉદ્યોગનો પાયો નાખનાર નિર્માતા. મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ પ્રારંભે 1906માં પિતાના સાઇકલના વ્યવસાયમાં અને પછી 1911માં મોટરકારના વ્યવસાયમાં જોડાઈ ગયા. મુંબઈમાં નિર્માણ પામતાં ચલચિત્રોમાં રસ જાગતાં 1912માં પુણે જઈને બ્રિટિશ કૅમેરામૅન સ્ટુઅર્ટ સ્મિથ પાસેથી…

વધુ વાંચો >

મુની, પોલ

મુની, પોલ (જ. 22 સપ્ટેમ્બર 1895, લૅમ્બર્ગ, ઑસ્ટ્રિયા; અ. 25 ઑગસ્ટ 1967) : 1930ના દાયકામાં સશક્ત અભિનય દ્વારા મહાપુરુષોને પડદા પર જીવંત કરીને હૉલિવુડમાં ચરિત્રાત્મક ચિત્રોનો દોર શરૂ કરનાર યહૂદી અભિનેતા. ‘અનેક ચહેરા ધરાવતા માણસ’ તરીકે ખ્યાતિ મેળવનાર પોલ મુનીએ કલાકાર માતા-પિતા પાસેથી અભિનયનો વારસો મેળવ્યો હતો. સાત વર્ષના હતા…

વધુ વાંચો >

મૃગયા (ચલચિત્ર)

મૃગયા (ચલચિત્ર) (1976) : સરકાર સામે બળવો કરનારનું માથું કાપી લાવનારને ઇનામ અને પ્રજાનું શોષણ કરનાર જમીનદારનું માથું વાઢી લાવનારને ફાંસી આપતી બ્રિટિશ ન્યાયપ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન મૂકતું ચિત્ર. ભાષા : હિંદી; રંગીન; નિર્માણસંસ્થા : ઉદય ભાસ્કર; દિગ્દર્શક : મૃણાલ સેન; પટકથા : મૃણાલ સેન, મોહિત ચટ્ટોપાધ્યાય; કથા : ભગવતીચંદ્ર પાણિગ્રહી,…

વધુ વાંચો >

મેઘે ઢાકા તારા

મેઘે ઢાકા તારા (1960) : ચલચિત્રના વિદ્યાર્થીઓ માટે સતત સંશોધનનો વિષય બની રહેલું ઉત્કૃષ્ટ બંગાળી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. નિર્માણસંસ્થા : ચિત્રકલ્પ. દિગ્દર્શક-પટકથા : ઋત્વિક ઘટક. કથા : શક્તિપાદ રાયગુરુ. છબિકલા : દીપેન ગુપ્તા. સંગીત : જ્યોતીન્દ્ર મોઇત્રા. મુખ્ય કલાકારો : સુપ્રિયા ચૌધરી, અનિલ ચૅટરજી, બિજોન ભટ્ટાચાર્ય,…

વધુ વાંચો >