સ્થાપત્યકલા

પદ્મનાભપુરમ્ મહેલ

પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…

વધુ વાંચો >

પરસ્તર

પરસ્તર : મંદિરમાં થાંભલાની ઉપરનો ભાગ. તેમાં શીર્ષ, પટ્ટ (પટા) અને છાજલીના ભાગો સમાયેલા હોય છે. થાંભલા ઉપરના પરસ્તરના આધારે ઉપલી ઇમારત રચાય છે. પાશ્ચાત્ય સ્થાપત્યમાં આ સુસંગત રચનાને entablature કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં મુખમંડપ, સભામંડપ, રંગમંડપ વગેરેની રચના સ્તંભાવલિના આધારે કરાય છે અને સ્તંભો પર આધારિત ઉપલી ઇમારતની રચનાશૈલીને…

વધુ વાંચો >

પરિચક્ર

પરિચક્ર : ગુલદસ્તાના આકારમાં કોતરાયેલી એક ભાત. તેના ઉપર બૌદ્ધ સ્થાપત્યમાં કઠેડાની (railing) ઊભી થાંભલીઓને આકર્ષક રીતે કોતરવામાં આવતી. આવા કઠેડાઓ ખાસ કરીને બૌદ્ધ સ્તૂપોને ફરતી પગથીઓ ઉપર રચવામાં આવતા, જેથી લોકો સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા કરી રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય : પર્શિયા એટલે કે ઈરાનનાં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્ય. ઈરાન ભારત અને મિસરની પેઠે પોતાના પ્રાચીન વારસાનું ગૌરવ ધરાવે છે. અહીંનાં ખંડેરો ઐતિહાસિક દસ્તાવેજો સમાન છે. તેમનું મૂલ્ય ઘણું છે. તે ઈરાનના પ્રાચીન માહાત્મ્યની સાક્ષી આપે છે. ઈરાનીઓએ એમના લાંબા ઇતિહાસ દરમિયાન બીજી પ્રજાઓ પાસેથી સ્થાપત્યના…

વધુ વાંચો >

પર્સિપોલીસ મહેલ

પર્સિપોલીસ મહેલ : પ્રાચીન પર્શિયાના આ શહેરમાંનો અવશેષરૂપ ભવ્ય મહેલ. દૅરિયસ પહેલાએ તેના બાંધકામની શરૂઆત કરી. ઝકર્સીઝ પહેલા(ઈ. સ. પૂ. 486-465)એ એનું મોટાભાગનું બાંધકામ કરાવ્યું અને અર્તાઝકર્સીઝ પહેલાએ ઈ. સ. પૂ. 460માં તેનું બાંધકામ સંપૂર્ણ કરાવ્યું. ખડકાળ જમીન પર 15 મી.ની ઊભણી પર 460 x 270 મી.ના ઘેરાવામાં તેની રચના…

વધુ વાંચો >

પસનાવડાનું સૂર્યમંદિર

પસનાવડાનું સૂર્યમંદિર : આઠમી સદીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું મંદિર. પસનાવડા(તા. વેરાવળ, જિ. જૂનાગઢ)નું પ્રાચીન સૂર્યમંદિર ગર્ભગૃહ અને ગૂઢમંડપનું બનેલું છે. મંદિરને અધિષ્ઠાન નથી. સમચોરસ ગર્ભગૃહની દીવાલો સાદી છે. એના મથાળે ઉદગમ, અંબુજ અને કપોતના થર છે. ગર્ભગૃહ ઉપર ચતુશ્છાદ્ય શિખરની રચના છે. શિખરોના થરોના ભદ્ર-નિર્ગમ ચંદ્રશાલાઘાટની મધ્યતાલથી વિભૂષિત છે.…

વધુ વાંચો >

પંચમહેલ ફતેહપુર સિક્રી (સોળમી સદી)

પંચમહેલ, ફતેહપુર સિક્રી (સોળમી સદી) : ફતેહપુર સિક્રીના રાજવી સંકુલમાં આવેલ મહેલ. પાંચ માળને કારણે તે પંચમહેલ તરીકે ઓળખાય છે. જોધાબાઈના મહેલના પચીસી ચોકની પશ્ચિમે આવેલ પાંચ માળનો મહેલ સ્થાપત્યકલાનું નમૂનેદાર ઉદાહરણ છે. અકબર રાજાની રાણીઓને ગરમીમાં શીતળતા આપવા માટે તથા ચંદ્રદર્શન માટે ખાસ પ્રયોજવામાં આવેલ છત્રીઓ અને સ્તંભોનું રસપ્રદ…

વધુ વાંચો >

પંચરથ દેઉલ

પંચરથ દેઉલ : ઓરિસાના સ્થાપત્યમાં મંદિરનો માપ દર્શાવતો એક પ્રકાર. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરને દેઉલ કહેવાય છે. મંદિરના ત્રિરથ, પંચરથ જેવા કેટલાક પ્રકારો છે. પંચરથ નામના પ્રકારમાં મંદિરના મુખપ્રવેશમાં વચ્ચે અને બંને બાજુ બે બે વિભાગ હોય છે. તેની રચના છ સ્તંભો પર આધારિત હોય છે અને તેના પાંચ ભાગમાં એક…

વધુ વાંચો >

પંચાયતન (1)

પંચાયતન (1) : મંદિરોનો એક પ્રકાર. તેની રચનામાં મુખ્ય મંદિરના ચારેય ખૂણે એક એક નાના મંદિરની રચના કરાયેલ હોય છે. આ નાનાં મંદિરોમાં મુખ્ય મંદિરના આધારે દેવદેવીઓની પ્રતિમા સ્થપાયેલી હોય છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય સ્થાપત્યમાં આવા પ્રકારનાં મંદિરો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં ઓસિયાનાં પ્રતિહાર-શૈલીનાં મંદિરો, ખજુરાહોનાં તથા…

વધુ વાંચો >

પંચારમ્

પંચારમ્ : મંદિરના શિખરની અંદરના મજલાની જગ્યા. આ શબ્દનો પ્રયોગ છત્રીઓના સંદર્ભમાં પણ કરાય છે. શિખરોની ઊંચાઈના પ્રમાણમાં અંદર મળતી જગ્યાનો ઘણી વાર નાના મજલા તરીકે ઉપયોગ કરાતો હોય છે અને તેમાં પ્રકાશ તથા હવા માટે સુંદર બારીઓ પણ રખાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >