સ્થાપત્યકલા

નગર

નગર : નગર એ સામાજિક સંગઠનની વિશિષ્ટ અભિવ્યક્તિ છે. નગર એ નાગરિકતાનું પ્રતિબિંબ છે. નગરનો વિકાસ નાગરિકો પર અવલંબે છે. જેવા નાગરિક હોય તેવો નગરનો વિકાસ થાય છે. નાગરિકોની રહેણીકરણીની નગર ઉપર અસર પડે છે. પ્રાચીન ભારતનાં અનેક નગરોની બાબતમાં આવું બન્યું છે. ભારતમાં નગર-આયોજન અને નગરનિર્માણની પરંપરા હડપ્પીય સભ્યતા…

વધુ વાંચો >

નટમંડપ / નટમંદિર

નટમંડપ / નટમંદિર : ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલો ઓરિસાનાં મંદિરોનો એક મંડપ. આ મંદિરોમાં મુખ્ય દેઉલ અર્થાત્ ગર્ભગૃહની આગળ જગમંડપ અને પછી નટમંદિર તથા ભોગમંદિર બનાવાતાં. એક જ ધરી પર બનાવાયેલા આ મંડપોમાંના નટમંદિરનો ઉપયોગ ભગવાન સમક્ષ કરાતાં નૃત્ય વગેરે માટે અને ભોગમંદિરનો ઉપયોગ ભગવાનને ભોગ ધરાવવા માટે કરાતો,…

વધુ વાંચો >

નથમલની હવેલી, જેસલમેર

નથમલની હવેલી, જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જેસલમેરની પથ્થરના સ્થાપત્યની બેનમૂન ઇમારત. જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક અત્યંત સુંદર કિલ્લેબંધ નગર છે; ત્યાંનું પથ્થરથી બંધાયેલ સ્થાપત્ય અપ્રતિમ લાક્ષણિકતા ધરાવે છે. કિલ્લાની બહાર વસેલા ભાગમાં તત્કાલીન શ્રીમંત લોકોની હવેલીઓ અદભુત કારીગરીનાં બેનમૂન ઉદાહરણો છે. પટવા અને નથમલની હવેલીઓ આમાંનાં…

વધુ વાંચો >

નવગ્રહ

નવગ્રહ : ખાસ કરીને મંદિરોના સ્થાપત્યમાં – જૈન મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વારના ઉપલા ભાગમાં નવગ્રહનાં નવ ચિહનોની પ્રતિમા એક હારમાં ગોઠવવામાં આવે છે. દ્વારશાખામાં બંને બાજુએ ગંગા-યમુનાની પ્રતિમાઓ અને મથાળે નવ ગોખલામાં નવ ગ્રહોની પ્રતિમાની રચના કરવામાં આવતી અને આના વડે બારસાખને સુશોભિત કરવામાં આવતી. આમાં બરાબર વચ્ચેના ભાગમાં દ્વારની ઉપર…

વધુ વાંચો >

નવરથ દેઉલ

નવરથ દેઉલ : મંદિરનિર્માણના નકશાનો એક પ્રકાર. ઓરિસાની આગવી સ્થાપત્યશૈલી મૂળભૂત હિંદુ સ્થાપત્યની ધારામાં હોવા છતાં એક અલગ પ્રકારની પ્રતિભા ઊભી કરે છે. આ મંદિરોના બાંધકામમાં એક ચોક્કસ પ્રકારનો દેખીતો ફરક જણાય છે. ઓરિસાનાં મંદિરોના નકશા તથા ઇમારતી ઢાંચા સમગ્ર હિંદુ શૈલીથી જુદા પડે છે. મંદિરો માટે પણ પ્રચલિત શબ્દ…

વધુ વાંચો >

નવરંગ

નવરંગ : ચાલુક્ય અથવા હોયસળ શૈલીનાં મંદિરોમાં (1050થી 1300) સામાન્ય રીતે મંદિરના ગર્ભગૃહ સાથે સાંકળવામાં આવેલ મંડપ. તે સ્તંભો દ્વારા રચાયેલ હોય છે. સ્તંભોની ગોઠવણી ઘણી વખત અત્યંત નજીક રખાયેલ હોવાથી મંડપનો ખ્યાલ ન આવે. દરેક સ્તંભની રચના અલગ અલગ કારીગરોને સોંપવામાં આવતી અને તેની કોતરણી અને શિલ્પ દાતાની ઇચ્છા…

વધુ વાંચો >

નવલખા મંદિર

નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72  30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી…

વધુ વાંચો >

નંદીમંડપ

નંદીમંડપ : શિવમંદિરમાં નંદીના શિલ્પ માટે બનાવાતો મંડપ. સામાન્ય રીતે તે પ્રવેશમંડપ અને ગર્ભગૃહ કે મુખ્ય પ્રાસાદની ધરી પર બંનેની  વચમાં હોય; પરંતુ દક્ષિણ ભારતનાં અને ખાસ કરીને હોયસળ શૈલીનાં મંદિરોમાં આવી ધરીની દક્ષિણ તરફ સભામંડપની ડાબી બાજુ પણ તે બનાવાયા છે. આ મંડપમાં નંદીની વિશાળ પ્રતિમા મુકાતી અને તે…

વધુ વાંચો >

નાગરશૈલી

નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડાનો સ્તૂપ

નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9…

વધુ વાંચો >