સોમાલાલ ત્રિવેદી

પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract)

પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract) યકૃત(liver)માં ઉત્પન્ન થતું પ્રવાહી તથા તેનું વહન કરતી નળીઓ અને તેનો સંગ્રહ કરતી અને સાંદ્રતા વધારતી કોથળીનો સમૂહ. રોજ 600થી 1200 મિ.લિટર જેટલું પિત્ત બને છે. તેને પિત્તરસ પણ કહે છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : (1) ચરબીનું પાચન અને અવશોષણ અને…

વધુ વાંચો >

પેપ્ટિક ચાંદું (peptic ulcer)

પેપ્ટિક ચાંદું (peptic ulcer) જઠરના પાચકરસના સંસર્ગમાં આવતી શ્લેષ્મકલામાં પડતું ચાંદું(વ્રણ). એક સંકલ્પના પ્રમાણે જઠરના પાચકરસ દ્વારા જઠર કે પક્વાશય-(duodenum)ની દીવાલ(શ્લેષ્મકલા)ના પ્રોટીનનું પચન થાય છે તો ત્યાં ચાંદું પડે છે. તેથી તેને પચિતકલા-ચાંદું (peptic ulcer) કહે છે. પચિતકલા-વ્રણ બે પ્રકારનાં હોય છે : ટૂંકા ગાળાનાં અથવા ઉગ્ર (acute) અને લાંબા…

વધુ વાંચો >

પેપ્ટિક છિદ્રણ (peptic perforation)

પેપ્ટિક છિદ્રણ (peptic perforation) : પેપ્ટિક વ્રણમાંથી કાણું પડવું તે. પક્વાશય (duodenum) કે જઠરમાં લાંબા સમયના ચાંદાને પચિતકલાવ્રણ (peptic ulcer) કહે છે. ક્યારેક તે વિકસીને જઠરમાં કાણું પાડે ત્યારે તેને પચિતકલાછિદ્રણ (peptic perforation) અથવા પેપ્ટિક છિદ્રણ કહે છે. સ્ત્રીઓ કરતાં તે પુરુષોમાં બમણા દરે થાય છે. તે મુખ્યત્વે 45થી 55…

વધુ વાંચો >

પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft)

પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft) અન્ય અવયવ, સ્થાન કે વ્યક્તિમાં કોઈ પદાર્થ કે પેશીને રોપવામાં આવે કે જેથી તે તેને મેળવનાર એટલે આદાતા (recipient) અવયવ, સ્થાન કે વ્યક્તિનો જાણે એક આંતરિક (integral) ભાગ બની જાય તેને નિરોપ (graft) કહે છે. જો તે ફક્ત સજીવ પદાર્થ હોય તો તેને પ્રતિરોપ…

વધુ વાંચો >

બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy)

બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy) : બરોળ : પેટના ડાબા અને ઉપરના ભાગમાં આવેલો લંબગોળ પિંડ જેવો અવયવ. તેને પ્લીહા પણ કહે છે. તે શરીરના લસિકાભ-તનુતન્ત્વી તંત્ર (lymphoreticular system) નામના રોગપ્રતિકારક તંત્રનો અવયવ ગણાય છે. શરીરની લસિકાભ-પેશી(lymphatic tissue)નો મોટો જથ્થો તેમાં આવેલો છે. તેની લંબાઈ આશરે 12 સેમી. છે. પેટના…

વધુ વાંચો >

ભગંદર

ભગંદર (fistula-in-ano) (આયુર્વિજ્ઞાન) : ગુદામાર્ગ (anal canal) કે મળાશય(rectum)ને બહારની ચામડી જોડે જોડતી કૃત્રિમ નળી બનાવતો વિકાર. આવી નળીને સંયોગનળી (fistula) કહે છે, જેની અંદરની દીવાલ દાણાદાર પેશી(granulation tissue)ની બનેલી હોય છે અને તેનો બહારનો છેડો ગુદાછિદ્ર(anus)ની આસપાસ હોય છે. સામાન્ય રીતે તે ગુદા અને મળાશયની બહાર બનતું ગુદામળાશયી ગૂમડું…

વધુ વાંચો >

મળમય સંયોગનળી

મળમય સંયોગનળી (faecal fistula) : આંતરડા પરની શસ્ત્રક્રિયા કે ઈજા પછી પેટની દીવાલમાં થયેલાં કૃત્રિમ છિદ્ર, જેમાંથી આંતરડામાંનો મળ દૂષિત પ્રવાહી રૂપે બહાર આવે છે. તે સમયે આંતરડાના પોલાણ અને ચામડી પરના છિદ્રની વચ્ચે એક સંયોગનળી (fistula) વડે જોડાણ થયેલું હોય છે. આવી સંયોગનળીને ત્વચાંત્રીય સંયોગનળી (enterocutaneous fistula) અથવા મળમય…

વધુ વાંચો >

યકૃતવિપાક (hepatic abscess)

યકૃતવિપાક (hepatic abscess) : યકૃતમાં ગૂમડું થવું તે. તેને યકૃતીય સપૂય ગડ પણ કહે છે. યકૃતમાં થતાં ગૂમડાં અમીબા તથા જીવાણુઓ (bacteria) દ્વારા લાગતા ચેપથી થાય છે. જીવાણુથી લાગતા ચેપમાં પરુવાળાં ગૂમડાં થાય છે માટે તેને પૂયકારી સપૂય ગડ (pyogenic abscess) પણ કહે છે. (1) અમીબાજન્ય યકૃતવિપાક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

રુધિરવમન (hematemesis)

રુધિરવમન (hematemesis) : લોહીની ઊલટી થવી. ઊલટીમાં આવતું લોહી લાલ રંગનું હોય અથવા કૉફીના રંગનું પણ હોય છે. જો લોહી ઉપલા પાચનમાર્ગ(ગળું કે અન્નનળી)માંથી આવતું હોય તો તે લાલ રંગનું હોય છે. પરંતુ જો તે જઠરમાં અર્ધપચિત સ્થિતિમાં એકઠું થઈને આવે તો તે કૉફી રંગનું હોય છે. જઠરમાં વહેતું લોહી…

વધુ વાંચો >