સુશ્રુત પટેલ
કંકણાકૃતિ સૂર્યગ્રહણ
કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Annular eclipse) : સૂર્યગ્રહણના ત્રણ પ્રકારો પૈકીનું એક ગ્રહણ. જેમાં સૂર્ય ઢંકાય પણ તેની કોર કંકણાકારરૂપે દેખાય છે. અન્ય બે તે ખગ્રાસ (total) અને ખંડગ્રાસ (partial) સૂર્યગ્રહણો છે. લૅટિન ભાષામાં વીંટી માટે ‘annulus’ શબ્દ છે એના પરથી અંગ્રેજીમાં annular શબ્દ બન્યો. માટે વીંટી જેવો આકાર રચતા આ ગ્રહણને…
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા
કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ ખાતે કુલગૂરા નામના સ્થળે આવેલી સૌર-વેધશાળા. આ વેધશાળાનું સંચાલન ધી કૉમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગનાઇઝેશન(CSIRO)ની રેડિયોફિઝિક્સ લેબૉરેટરીને હસ્તક છે. ઑસ્ટ્રેલિયાના આ જ વિસ્તારમાં પાર્ક્સ ખાતે આવેલી જાણીતી વેધશાળાનું સંચાલન પણ તે સંસ્થા જ સંભાળે છે. કુલગૂરા સોલર ઑબ્ઝર્વેટરી ખાતે સૂર્યના ચાક્ષુષીય…
વધુ વાંચો >કૅટેલીના ઑબ્ઝર્વેટરી – અમેરિકા
કૅટેલીના ઑબ્ઝર્વેટરી, અમેરિકા : અમેરિકાની ઍરિઝોના યુનિવર્સિટી સાથે સંકળાયેલી અને ટુસાન ખાતે આવેલી ‘લ્યુનર ઍન્ડ પ્લૅનેટરી લૅબોરેટરી’ (LPL) સંસ્થાનું નિરીક્ષણમથક. આ વેધશાળા LPL સંસ્થાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે કૅટેલીના પર્વત ઉપર, સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલી છે. તેમાં રાખવામાં આવેલા 155 સેમી.ના પરાવર્તક-દૂરબીનનું સંચાલન LPL કરે છે, જેનું ઉદઘાટન…
વધુ વાંચો >કેનેરી દ્વીપ દૂરબીનો
કેનેરી દ્વીપ દૂરબીનો : આફ્રિકા ખંડની વાયવ્યે આશરે 113 કિમી. દૂર, કર્કવૃત્તની સહેજ ઉત્તરે, આટલાંટિક મહાસાગરમાં આવેલા તેર જેટલા (સાત મોટા, છ નાના), કેનેરી દ્વીપ તરીકે ઓળખાતા ટાપુઓના સમૂહ ઉપર સ્થપાયેલી વેધશાળાના ટેલિસ્કોપ. આ દ્વીપસમૂહમાં પશ્ચિમ તરફ સૌથી દૂર આવેલો ટાપુ લા પાલ્મા છે, જ્યારે તેનો સૌથી મોટો ટાપુ ટેનેરિફ…
વધુ વાંચો >કેપ ઑબ્ઝર્વેટરી
કેપ ઑબ્ઝર્વેટરી : લંડન પાસેની ‘ધ રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી’ની બરોબરી કરી શકે તેવી વેધશાળા. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં પણ આવી વેધશાળા હોવી જોઈએ એવી માગણીને માન આપીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રકારની વેધશાળા બાંધવાની દરખાસ્ત 1821માં મંજૂર કરવામાં આવી અને કેપ ઑવ્ ગુડ હોપ ખાતે સન 1825થી 1828 દરમિયાન એનું…
વધુ વાંચો >ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી – રશિયા
ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ક્રિમિયાના દ્વીપકલ્પમાં, સમુદ્રની સપાટીથી 560 મીટરની ઊંચાઈએ ક્રિમિયન પર્વત પર આવેલી રશિયાની વેધશાળા. ભૌગોલિક સ્થાન : 44° 43′ 42″ ઉ. અ. અને 34° 01′ પૂ. રે. મૉસ્કોના સ્ટર્નબર્ગ ઍસ્ટ્રૉનૉમિકલ ઇન્સ્ટિટ્યૂટનું દક્ષિણાભિમુખ નિરીક્ષણ-મથક પણ લગભગ આ જ સ્થળે આવેલું છે. વળી અમુક અંશે ક્રિમિયન વેધશાળાની સાથે…
વધુ વાંચો >ક્વાર્ક
ક્વાર્ક : અપૂર્ણાંક ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવતો, દ્રવ્યનો સૂક્ષ્મતમ મૂળભૂત કણ. તેનો સમાવેશ કણભૌતિકી(particle physics)માં કરવામાં આવ્યો છે. કણભૌતિકી ભૌતિકશાસ્ત્રની એક શાખા છે, જેમાં મૂળભૂત કે પ્રાથમિક કણો (fundamental particles) તથા તેમની વચ્ચે પ્રવર્તતા બળનો અભ્યાસ કરવામાં આવે છે. 1898માં જે. જે. થૉમસન દ્વારા ઇલેક્ટ્રૉન અને 1914માં રુધરફોર્ડ દ્વારા…
વધુ વાંચો >ક્વો શઓજિંગ
ક્વો શઓજિંગ (Guo Shoujing) (જ. 1231, ઝીંગતાઈ, હુબઇ પ્રોવિન્સ; અ. 1316) : તેરમી સદીના ચીનના પ્રખર ખગોળશાસ્ત્રી, ગણિતજ્ઞ અને દ્રવ ઇજનેર. આ ખગોળશાસ્ત્રીએ અક્ષાંશોના ચોક્કસ માપન માટે દસ દસ ડિગ્રી અક્ષાંતરો પર સમગ્ર ચીનમાં કુલ 27 જેટલી વેધશાળાઓ સ્થાપી હોવાનું મનાય છે. ક્વો શઓજિંગને ગણિતશાસ્ત્ર તથા જળવ્યવસ્થા-ઇજનેરીનું જ્ઞાન કદાચ એમના…
વધુ વાંચો >ખગાશ્વ
ખગાશ્વ (Pegasus) : આકાશના ઉત્તર ગોળાર્ધમાં દેવયાની અને હંસ તારામંડળોની નજદીક આવેલું એક મોટું તારામંડળ. આ તારામંડળના ત્રણ અને દેવયાની તારામંડળના એક તારા વડે બનતા મોટા ચોરસ દ્વારા આ તારામંડળ સહેલાઈથી ઓળખાઈ આવે છે. આ ચોરસને અંગ્રેજીમાં પેગાસસનો મોટો ચોરસ (great square of Pegasus) કહે છે, ભારતમાં તેને ભાદ્રપદાનો ચોરસ…
વધુ વાંચો >