સાહિત્યપ્રકાર
કૉમેડી
કૉમેડી : મનુષ્યસ્વભાવ કે વર્તન પર ટીકા કે કટાક્ષ કરતો હાસ્યરસિક અને સુખાન્ત નાટ્યપ્રકાર. ચોથી સદીના પ્રાચીન ગ્રીક કાળથી સાંપ્રત અણુયુગ સુધી લેખક, વાચક તથા પ્રેક્ષક માટે આ નાટ્યપ્રકાર આકર્ષણરૂપ રહ્યો છે. કૉમેડી શબ્દ મૂળ ગ્રીક ધાતુ Komos પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ છે મુક્ત મને કરાતી આનંદની ઉજવણી.…
વધુ વાંચો >કોશસાહિત્ય
કોશસાહિત્ય શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે. સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ…
વધુ વાંચો >ગઝલ
ગઝલ : અરબી ભાષામાં કસીદા કાવ્યસ્વરૂપના અંગ તરીકે પ્રયોજાયેલ અને પછી ફારસી, ઉર્દૂમાં થઈને હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયેલો કાવ્યપ્રકાર. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસીમાં, પછી ઉર્દૂમાં અને છેવટે વ્રજ અને ગુજરાતીમાં લખાયાનો ઇતિહાસ છે. ‘‘ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ…
વધુ વાંચો >ગરબી-ગરબો
ગરબી-ગરબો : ઊર્મિકાવ્યના પેટાપ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્યસ્વરૂપ. તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ત અને સંગીત પણ ભળેલાં છે. પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા છે. આ રચનાઓ ગાવાની હોવાથી તેમાં ગેયતાસાધક પ્રયોગવૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ…
વધુ વાંચો >ગીત
ગીત : ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર. એની સમગ્ર સંરચના જોતાં સ્વાયત્ત સ્વરૂપ જેવી તેની મુદ્રા ઊઠે છે. ઊર્મિકવિતાની જેમ જ અહીં એક સંવેદન, વિચાર કે ઘટનાને રજૂ કરવામાં આવે છે. છતાં ગીત પ્રમાણમાં તરલ સ્વરૂપ છે. ક્યારેક ક્યારેક ઊર્મિકાવ્ય અને ગીતની સેળભેળ થતી હોય છે. ‘ગીત’ શબ્દનો ઉચ્ચાર સ્વયં એમાંના ગેયતત્વનો નિર્દેશ…
વધુ વાંચો >ચિત્રબંધ
ચિત્રબંધ : ચિત્રની આકૃતિમાં ચાતુરીથી ગોઠવેલા અક્ષરોવાળી પદ્યરચના. યુક્તિપૂર્વક વાંચવાથી જ તે સમજી શકાય. ત્રિશૂળ, કદલી, સ્વસ્તિક, પદ્મ, રથ, ગજ, ધનુષ્ય, અશ્વ વગેરે પરિચિત વસ્તુઓની રૂપરેખા દોરીને તેમાં કાવ્યરચનાના અક્ષરો વિશિષ્ટ રીતે લખેલા હોય તેવી રચનાને વસ્તુના નામ સાથે બંધ કે પદબંધ શબ્દ જોડીને નામ અપાતું. દા.ત., ત્રિશૂળબંધ, સ્વસ્તિક પદબંધ,…
વધુ વાંચો >છાયાનાટ્ય
છાયાનાટ્ય : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર રૂપકનો એક પ્રકાર. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં રૂપકોના 10 પ્રકારો પૈકી ‘નાટક’ ગણાવ્યું છે, તેમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’ની ચર્ચાનો સમાવેશ થયેલો છે. તેરમી સદીના ગુજરાતના કવિ સોમેશ્વરે ‘છાયાનાટ્ય’ અને ‘છાયાનાટક’ના પ્રયોગો પોતાના ‘ઉલ્લાઘરાઘવ’માં કરી બતાવ્યા છે. આ બંને પ્રયોગો નાટ્યકલાનાં વિભિન્ન સ્વરૂપો છે. તે વિશે છાયાનાટ્યકલા અંગે…
વધુ વાંચો >છાયાવાદ
છાયાવાદ : આધુનિક હિન્દી કવિતાની 1918ની આસપાસ પ્રવર્તેલી કાવ્યધારા. દ્વિવેદીયુગની નીરસ, ઉપદેશપ્રધાન, વર્ણનાત્મક અને સ્થૂલ આદર્શવાદી રીતિકાલીન કાવ્યપ્રવૃત્તિઓના વિરોધમાં વિદ્રોહ રૂપે આ કાવ્યધારા પ્રવૃત્ત થઈ. આ કાવ્યધારા પર અંગ્રેજી રંગપ્રધાન (romantic) કવિઓ અને બંગાળના કવિ રવીન્દ્રનાથનો પ્રભાવ હતો. મુકુટધર પાંડેયે તેને નામ આપ્યું ‘છાયાવાદ’ અને આ જ નામ પ્રચલિત થઈ…
વધુ વાંચો >છેકાનુપ્રાસ
છેકાનુપ્રાસ : શબ્દાલંકારનો એક પ્રકાર. કાવ્યમાં સમાન વર્ણોની નાદમાધુર્ય જન્માવતી આવૃત્તિને અનુપ્રાસ કહે છે. અનુપ્રાસના : (1) વર્ણાનુપ્રાસ અને (2) શબ્દાનુપ્રાસ એવા બે મુખ્ય ભેદ પડે છે. વર્ણાનુપ્રાસના, પાછા છેકાનુપ્રાસ અને વૃત્યનુપ્રાસ એવા બે ભેદ પડે છે. ‘છેક’ એટલે ચતુર પુરુષ. ચતુર કવિને પ્રિય અથવા ચતુર કવિને ફાવતી રચના તે…
વધુ વાંચો >જગતી
જગતી : જુઓ છંદ
વધુ વાંચો >