સમાજશાસ્ત્ર
શહેરીકરણ (urbanisation)
શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…
વધુ વાંચો >શાખ (credit)
શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…
વધુ વાંચો >શાર્પવિલ
શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા…
વધુ વાંચો >શાહ, જયાબહેન વજુભાઈ
શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર; અ. 14 એપ્રિલ 2014, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને…
વધુ વાંચો >શાહબાનુ ખટલો
શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા.…
વધુ વાંચો >શાહ, મનુભાઈ મનસુખલાલ
શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…
વધુ વાંચો >શાહ, વિદ્યાબહેન
શાહ, વિદ્યાબહેન (જ. 7 નવેમ્બર 1922, જેતપુર, રાજકોટ) : જાણીતાં મહિલા-કાર્યકર અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ-વિજેતા. કુટુંબની સુધારક વિચારસરણીને કારણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અભ્યાસની તક સાંપડી અને 1942માં અર્થશાસ્ત્ર વિષયનાં સ્નાતક બન્યાં. ‘હિંદ છોડો’ આંદોલનના આ વર્ષમાં તેઓ રાષ્ટ્રીય આંદોલનની અસર હેઠળ આવ્યાં. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ સામાજિક સેવાની પ્રવૃત્તિઓના પાઠ શીખ્યાં.…
વધુ વાંચો >શિલાહાર રાજ્યો
શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…
વધુ વાંચો >શિવસેના
શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક…
વધુ વાંચો >શિંદે, વિઠ્ઠલ રામજી
શિંદે, વિઠ્ઠલ રામજી (જ. 23 એપ્રિલ 1873, જમખંડી, કર્ણાટક; અ. 2 જાન્યુઆરી 1944, પુણે) : સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં ભારતમાં થઈ ગયેલ અગ્રણી સમાજસુધારક તથા હરિજન ઉદ્ધારને વરેલા ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ના સંસ્થાપક. પિતા રામજીબાબા તરીકે ઓળખાતા અને જમખંડીના વિઠ્ઠલ મઠમાં દર વર્ષે તુકારામ બીજના રોજ નામસપ્તાહનું આયોજન કરતા. પરિવારમાં…
વધુ વાંચો >