સમાજશાસ્ત્ર
ફૉન્ડા, જેઇન
ફૉન્ડા, જેઇન (જ. 21 ડિસેમ્બર 1937, ન્યૂયૉર્ક) : હૉલિવુડની અભિનેત્રી અને સામાજિક કાર્યકર. તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર એવૉર્ડ બે વાર જીત્યો હતો. પિતા : ખ્યાતનામ અભિનેતા હૅન્રી ફૉન્ડા. નાનો ભાઈ પીટર ફૉન્ડા પણ અભિનેતા બન્યો. દસ વર્ષની હતી ત્યારે માતાએ આપઘાત કરતાં તેના પર તેની ઘેરી અસર પડી હતી અને…
વધુ વાંચો >ફૉલેટ, મેરી પારકર
ફૉલેટ, મેરી પારકર (જ. 3 સપ્ટેમ્બર 1868, ક્વીન્સી, મૅસૅચૂસેટ્સ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1933, બૉસ્ટન, મૅસૅસ્યુસેટ્સ, અમેરિકા) : સમાજ-રાજ્યશાસ્ત્ર(socio-political science)ના ચિંતનમાં, વ્યવસ્થાપનના ક્ષેત્રે આંતરવૈયક્તિક સંબંધોની બાબતમાં અને વૈયક્તિક વ્યવસ્થાપન ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર લેખિકા. રાજ્યશાસ્ત્રના ચિંતનમાં સાર્વભૌમત્વની બહુત્વવાદની વિચારધારામાં તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. તેમના મતે રાજ્ય, એક આવશ્યક અને…
વધુ વાંચો >ફ્રૉમ, ઍરિક
ફ્રૉમ, ઍરિક (જ. 23 માર્ચ 1900, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 18 માર્ચ 1980) : અગ્રણી સમાજશાસ્ત્રી. મૂળે જર્મન ફ્રૉમ 1934થી અમેરિકામાં સ્થાયી થયા હતા. કાર્લ માર્ક્સ, ફ્રૉઇડ અને અસ્તિત્વવાદથી પ્રભાવિત થયેલા ફ્રૉમે વિશિષ્ટ માનવીય પરિસ્થિતિને કેન્દ્રમાં મૂકીને તેમનો મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ વિકસાવ્યો છે. જર્મનીમાં હાયડલબર્ગ યુનિવર્સિટીમાંથી તેઓ સમાજશાસ્ત્રમાં 1922માં પીએચ.ડી. થયા હતા.…
વધુ વાંચો >બક્ષી પંચ
બક્ષી પંચ : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પૂર્વેથી પરાધીનતાને પડકાર ફેંકનાર જૂથોને બ્રિટિશ સલ્તનત અને દેશી રાજાઓ વખતોવખત ગુનાહિત ધારા યા વટહુકમ બહાર પાડી અંકુશિત કરતા હતા. આવાં જૂથોની અલગ નામાવલી રાખવામાં આવતી હતી. તેમને સામૂહિક દંડ થતો હતો તેમજ તેમને માટે સામૂહિક હાજરીની પ્રથાનો અમલ પણ શરૂ થયો હતો. આવાં…
વધુ વાંચો >બજાજ, જાનકીદેવી
બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો…
વધુ વાંચો >બર્નસ્ટાઇન, એડુઅર્ડ
બર્નસ્ટાઇન, એડુઅર્ડ (જ. 6 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની; અ. 18 ડિસેમ્બર 1932, બર્લિન, જર્મની) : અગ્રણી જર્મન ઇતિહાસકાર અને સમાજવાદી ચિંતક. તેમણે સમાજવાદને નવા સંદર્ભમાં અભિવ્યક્ત કર્યો અને લોકશાહી – ઉત્ક્રાંતિવાદી સમાજવાદનો પાયો નાંખ્યો. જન્મ યહૂદી કુટુંબમાં. પિતા ઇજનેર તથા કાકા આરોન બર્નસ્ટાઇન પ્રગતિશીલ વર્તમાનપત્રના સંપાદક હતા. આ વર્તમાનપત્ર કામદારોનો…
વધુ વાંચો >બસવેશ્વર (બસવણ્ણા)
બસવેશ્વર (બસવણ્ણા) (જ. 1131, ઇંગાલેશ્વર બાગેવાડી, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 1167, સંગમેશ્વર) : કર્ણાટકના એક મહાન આધ્યાત્મિક નેતા, ક્રાંતિકારી સંત, કન્નડ ભાષાના મહાન કવિ, વિખ્યાત રહસ્યવાદી તથા સમાજસુધારક. પિતા મદિરાજ કે મદારસ બાગેવાડી અગ્રહારના પ્રધાન હતા, જે ‘ગ્રામ નિમાની’ કહેવાતા. માતા મદાલંબિ કે મદાંબિ ધર્મનિષ્ઠ મહિલા અને બાગેવાડીના મુખ્ય દેવતા…
વધુ વાંચો >બહુજનસમાજ
બહુજનસમાજ : દલિતો સહિતના નિમ્ન ગણાતા શોષિતો-પીડિતોનો સમુદાય. બહુજનસમાજનો ખ્યાલ ઐતિહાસિક રીતે ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત છે. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકામાં ‘દલિત-બહુજન’ એ રીતે આ ખ્યાલ પ્રચલિત બન્યો છે. ‘બહુજનહિતાય, બહુજન સુખાય’ – એવી ભાવના અને વિચારસરણી સ્થાપિત અસમાનતાને પોષતી હિંદુ સમાજવ્યવસ્થામાં માળખાગત પરિવર્તનો માટેનો બુદ્ધ–મહાવીરનો પ્રયાસ હતો. બ્રાહ્મણવાદી…
વધુ વાંચો >બહુપતિપ્રથા
બહુપતિપ્રથા : એક સ્ત્રી બે કે વધારે પુરુષો સાથે એકસાથે લગ્ન-જીવન ગાળે અને તે બધાને પતિ તરીકે સ્વીકારે તેવી પ્રથા. જ્યારે આવા લગ્નમાં પતિઓ બધા સગા ભાઈઓ હોય ત્યારે આ સંબંધને સહોદર અથવા ભ્રાતૃક-બહુપતિલગ્ન (adephic or fraternal polyandry) કહે છે. આ પ્રકારના લગ્નમાં સંતાનોનો પિતા કેવળ મોટો ભાઈ ગણાય છે.…
વધુ વાંચો >બહુપત્નીપ્રથા
બહુપત્નીપ્રથા (polygamy) : પુરુષ દ્વારા એક કરતાં વધુ પત્ની સાથે સંસાર માંડવાની પ્રથા. સામાન્ય રીતે પ્રાચીન પ્રણાલી અનુસાર પુરુષ અને સ્ત્રી બંને માટે હિંદુ લગ્નનો આદર્શ એકસાથી લગ્નનો હતો. આમ છતાં પુરુષ માટે ધાર્મિક અને આધ્યાત્મિક હેતુ માટે તથા કુટુંબના સાતત્ય માટે બીજી પત્નીની છૂટ અપાતી હતી. પ્રથમ પત્ની વંધ્યા…
વધુ વાંચો >