સંસ્કૃત સાહિત્ય
મુદ્રિત કુમુદચંદ્ર નાટક
મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…
વધુ વાંચો >મુરારિ
મુરારિ (800 આસપાસ) : સંસ્કૃત ભાષાના નાટ્યલેખક. તેમના જીવન વિશે થોડીક માહિતી તેમણે લખેલા ‘અનર્ઘરાઘવ’ નામના નાટકની પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત થાય છે. તેમના પિતાનું નામ વર્ધમાન ભટ્ટ હતું અને તેમની માતાનું નામ તંતુમતી હતું. તેઓ મૌદગલ્ય ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ જાણીતા મહાકવિ માઘ અને નાટ્યકાર ભવભૂતિ જેવા ઉત્તમ સાહિત્યકાર હોવાની પ્રશંસા…
વધુ વાંચો >મુરારિ મિશ્ર
મુરારિ મિશ્ર : 12મી સદીમાં થઈ ગયેલા મીમાંસાદર્શનના આચાર્ય. તેમના જીવન વિશે કશી વિગતો મળતી નથી. તેમના ફક્ત બે જ ગ્રંથો પ્રકાશિત થયા છે કે જેમાં જૈમિનિના મીમાંસાદર્શનનાં પ્રારંભિક સૂત્રો વિશે ‘ત્રિપાદનીતિનય’નો અને મીમાંસાદર્શનના 11મા અધ્યાયનાં થોડાંક અધિકરણો વિશે ‘એકાદશાધ્યાયાધિકરણ’નો સમાવેશ થાય છે. તેમણે પ્રામાણ્યવાદ વિશે મૌલિક ચિંતન રજૂ કરેલું…
વધુ વાંચો >મુંડકોપનિષદ
મુંડકોપનિષદ : જુઓ ઉપનિષદ.
વધુ વાંચો >મૂર્તિ, શિવરામ
મૂર્તિ, શિવરામ (જ. 1905; અ. 1984) : ભારતીય પ્રાચ્યવિદ્યાના પારંગત અને સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ઉચ્ચ કોટિના કલાકાર પણ હતા. રેખાંકન અને શિલ્પાંકનમાં તેમની અદભુત કુશળતાનો ખ્યાલ તેમનાં પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવે છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે : ‘અમરાવતી સ્કલ્પચર્સ ઇન ધ મૉડર્ન ગવર્નમેન્ટ મ્યુઝિયમ’, ‘સ્કલ્પચર્સ ઇન્સ્પાયર્ડ…
વધુ વાંચો >મૃચ્છકટિક
મૃચ્છકટિક : સંસ્કૃત ભાષામાં પ્રકરણ પ્રકારનું શૂદ્રકે લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. ‘મૃચ્છકટિક’ના ગુજરાતી અનુવાદક શ્રી સુન્દરમ્ જણાવે છે તેમ, તેનું કથાવસ્તુ લોકસંશયવાળું છે અને તેમાં મૂર્ત થતું જનજીવન તેને વૈશિષ્ટ્ય બક્ષે છે, જેને પરિણામે સમગ્ર નાટક આધુનિક રુચિને વિશેષ આસ્વાદ્ય બની રહે તેવું જણાય છે. તેના પ્રથમ અંકમાં ચારુદત્તનું દારિદ્ય્ર,…
વધુ વાંચો >મૅક્સમૂલર
મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક…
વધુ વાંચો >મેઘદૂત
મેઘદૂત : સંસ્કૃત ભાષામાં મંદાક્રાન્તા છંદમાં કાલિદાસે રચેલું ઊર્મિપૂર્ણ ખંડકાવ્ય. સ્વામી કુબેર દ્વારા શાપ પામી, એક વર્ષ માટે નિષ્કાસિત કરાયેલો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે રામગિરિ પર્વત પર ઝળૂંબતા મેઘને જોઈ તેને દૂત બનાવી, હિમાલય પર અલકામાં નિવાસ કરતી પોતાની પત્નીને સંદેશ મોકલે છે; જેમાં પોતાની સ્થિતિના વર્ણનની સાથે પ્રિય…
વધુ વાંચો >મોદી, પ્રતાપરાય મોહનલાલ
મોદી, પ્રતાપરાય મોહનલાલ (જ. 9 ફેબ્રુઆરી 1896, ભાવનગર; અ. 11 ઑગસ્ટ 1986) : સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. 1926માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >મોદી, મધુસૂદન ચીમનલાલ
મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી…
વધુ વાંચો >