સંસ્કૃત સાહિત્ય
દ્યાવાપૃથિવી
દ્યાવાપૃથિવી : વ્યક્તિગત દેવતાઓ ઉપરાંત, યુગલદેવતાઓ વિશેની, વૈદિક પુરાકથાશાસ્ત્રગત, વિશિષ્ટ પરંપરાના પરિણામસ્વરૂપ ડઝનેક યુગલોમાંનું મુખ્ય દેવતાયુગલ છે. આ દેવતાદ્વન્દ્વ સમાસની વિશેષતા એ છે કે એમાંના બંને શબ્દો દ્વિવચનમાં હોય છે. વળી, ‘દ્યૌ:’ (દ્યુલોક, સ્વર્ગ) અને ‘પૃથિવી’ એ બે દેવતાઓનાં યુગલસ્વરૂપવાળાં છ સૂક્તો ઋગ્વેદમાં મળે છે, જ્યારે એકલી ‘પૃથિવી’નું એક જ…
વધુ વાંચો >દ્વાદશાર નયચક્ર
દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના…
વધુ વાંચો >દ્વિવેદી, રેવાપ્રસાદ
દ્વિવેદી, રેવાપ્રસાદ (જ. 22 ઑગસ્ટ 1935, નાંદેડ, ભોપાલ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના જાણીતા કવિ, નાટ્યકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સ્વાતંત્ર્યસંભવમ્’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ., રવિશંકર યુનિવર્સિટી, રાયપુરમાંથી પીએચ.ડી., અને જબલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે બનારસ…
વધુ વાંચો >ધનંજય
ધનંજય (દસમી સદી) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રી. ‘દશરૂપક’ નામના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથના રચયિતા. ધનંજયના પિતાનું નામ વિષ્ણુ હતું. ધનંજય 974-996 દરમિયાન માળવામાં રાજ કરી ગયેલા પરમારવંશીય રાજા વાક્પતિરાજ મુંજના સભાકવિ હતા. એ જ સભામાં પદ્મગુપ્ત, હલાયુધ અને ધનપાલ પંડિતો તરીકે વિદ્યમાન હતા. તેમના ભાઈનું નામ ધનિક હતું. તેમનો નાટ્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘દશરૂપક’…
વધુ વાંચો >ધનિક
ધનિક (દસમી સદી) : ધનંજયના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘દશરૂપક’ ઉપર ‘અવલોક’ નામની ટીકાના રચયિતા. મુંજના એ સેનાપતિ હતા એવું ‘અવલોક’ની હસ્તપ્રતમાં નિર્દેશાયું છે. મુંજે ધનિકના પુત્ર વસન્તાચાર્યને ભૂમિદાન કરેલું તેને લગતું ઈ. સ. 974નું દાનપત્ર છે. ધનંજયના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં તેમણે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે અને સ્વરચિત ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાંથી અને…
વધુ વાંચો >ધાતુ
ધાતુ : સંસ્કૃત ક્રિયાપદની પ્રકૃતિ. પાણિનીય વ્યાકરણમાં આ એક સંજ્ઞા છે. પાણિનિએ તેની કોઈ વ્યાખ્યા ન આપતાં એક સૂચિ આપી છે. તેમાં સંગૃહીત થયેલા 2,200 જેટલા भू વગેરે શબ્દો કે જે ક્રિયાનો અર્થ બતાવતી પ્રકૃતિ છે, તેમને ધાતુ કહે છે. પતંજલિએ ક્રિયાવાચક પ્રકૃતિને ધાતુ કહેવાય એવી વ્યાખ્યા આપી છે. નવ્યવૈૈયાકરણો…
વધુ વાંચો >ધાતુપાઠ
ધાતુપાઠ : સંસ્કૃત વ્યાકરણનું એક અંગ. સંસ્કૃત ભાષામાં મુખ્ય ચાર પ્રકારનાં પદો છે : નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. આ પૈકી આખ્યાત પદો એટલે કે ક્રિયાપદોની પ્રકૃતિ (મૂળ) એવા ધાતુઓનો તેમના અર્થની સાથેનો પાઠ કે સૂચિ તે ધાતુપાઠ કહેવાય છે. વિભિન્ન सं. વ્યાકરણોના વિભિન્ન ધાતુપાઠ મળે છે. સૌથી વધારે પ્રસિદ્ધ…
વધુ વાંચો >ધુનિ અને ચુમુરિ
ધુનિ અને ચુમુરિ : ‘ધુનિ’ અને ‘ચુમુરિ’ એ બંને વેદમાં વપરાયેલા શબ્દો છે. ‘ધુનિ’ શબ્દ પ્રશિષ્ટ સંસ્કૃતમાં નદીના અર્થમાં જાણીતો છે. પરંતુ ધુનિ શબ્દનો મૂળ અર્થ અવાજ કે ગર્જના કરી રહેલ એવો છે. તેથી ગર્જના કરતા પવન, ખળખળ અવાજ કરતી નદી, ગળણીમાંથી ગળાઈને પડતો સોમરસ તેવા અર્થમાં રૂઢ થયેલો ‘ધુનિ’…
વધુ વાંચો >ધૂર્તવિટસંવાદ
ધૂર્તવિટસંવાદ : જુઓ, ચતુર્ભાણી.
વધુ વાંચો >ધૃતરાષ્ટ્ર
ધૃતરાષ્ટ્ર : વ્યાસરચિત સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક મહત્વનું પાત્ર. શાંતનુના નિ:સંતાન અવસાન પામેલા પુત્ર વિચિત્રવીર્યની વિધવા પત્ની અંબિકા સાથેના સત્યવતી-યોજિત વ્યાસના નિયોગથી અંધ જન્મેલ ‘ક્ષેત્રજ’ પુત્ર ધૃતરાષ્ટ્ર ‘મહાભારત’નાં ખલપાત્રોમાંનો એક છે. તે માત્ર ચર્મચક્ષુ-અંધ નહોતો, અન્યનાં – સવિશેષ, પાંડવોનાં – ક્લ્યાણદર્શનનાં આંતરચક્ષુથી પણ વંચિત હતો. પાંડવોનું અધિકારસિદ્ધ અર્ધું રાજ્ય પડાવી…
વધુ વાંચો >