સંસ્કૃત સાહિત્ય

‘ચંદ્રિકા’કાર

‘ચંદ્રિકા’કાર (આશરે ઈ. સ. નવમી સદી) : ‘ધ્વન્યાલોક’ના ટીકાકાર અને અભિનવગુપ્તના પૂર્વજ. અભિનવગુપ્તકૃત ‘લોચન’ પરથી તેમના વિશે જાણવા મળે છે. તેમણે ‘ચંદ્રિકા’માં ધ્વન્યાલોકની કડક આલોચના કરી હતી. આ લુપ્ત ટીકાનો ઉલ્લેખ મહિમભટ્ટ તેમના ‘વ્યક્તિવિવેક’માં અને સોમેશ્વર અને માણિક્યચંદ્ર તેમની ‘કાવ્યપ્રકાશ’ ઉપરની ‘સંકેત’ ટીકામાં કરે છે. આ સિવાય તેમના મૂળ નામ…

વધુ વાંચો >

ચંપૂ

ચંપૂ : ગદ્ય-પદ્યાત્મક મિશ્ર કાવ્યનો એક પ્રકાર. ‘ચમ્પૂ’ અને ‘ચંપુ’ બંને સ્ત્રીલિંગી શબ્દો આ કાવ્યસ્વરૂપ માટે પ્રયોજાય છે. चमत् + कृ + पू ધાતુ ઉપરથી થતી વ્યુત્પત્તિ અનુસાર ચમત્કૃતિ તેનું પ્રધાન તત્વ છે. ગત્યર્થક चप् ધાતુ ઉપરથી ગતિને તેની વિશેષતા માનવામાં આવે છે. શ્રી નંદકિશોર શર્માએ આપેલી આ બંને વ્યુત્પત્તિઓને…

વધુ વાંચો >

ચાતુર્માસ્ય

ચાતુર્માસ્ય : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

ચિત્રમીમાંસા

ચિત્રમીમાંસા : સંસ્કૃત વૈયાકરણ અને આલંકારિક અપ્પય દીક્ષિતકૃત પ્રૌઢ પરંતુ અપૂર્ણ અલંકારગ્રંથ. ચિત્રકાવ્યના સંદર્ભે અર્થચિત્રની અંતર્ગત, રુય્યકની પ્રણાલીને મહદંશે અનુસરતા ઉપમા, ઉપમેયોપમા, અનન્વય, સ્મરણ, રૂપક, પરિણામ, સંદેહ, ભ્રાન્તિમાન્, ઉલ્લેખ, અપહનુતિ, ઉત્પ્રેક્ષા તથા અતિશયોક્તિ એમ 12 અર્થાલંકારોનું વિસ્તૃત, ક્યારેક નવ્ય ન્યાયની શૈલી મુજબનું અને નવીન ઉદભાવનાઓ અને અભિગમોથી યુક્ત નિરૂપણ તેમાં…

વધુ વાંચો >

ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય)

ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય) : અનુચર, દાસ, સેવક. સંસ્કૃત સાહિત્યમાં એક વિશેષ પ્રકારનું કાર્ય કરનાર અનુચરને ‘ચેટ’ કહેવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં તે નાયકનો એવો સહાયક અનુચર છે જે નાયકનાયિકાના પરસ્પર મિલનની તક પૂરી પાડવામાં ચતુર હોય છે. संधानचतुरश्चेटक: । ભરતનાટ્યશાસ્ત્રમાં આ ‘ચેટ’નાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો નિરૂપ્યાં છે. તે કલાપ્રિય,…

વધુ વાંચો >

ચૈતન્યચંદ્રોદય (1572)

ચૈતન્યચંદ્રોદય (1572) : પરમાનંદદાસ સેન કવિ કર્ણપૂરની નાટ્યરચના. ઓરિસાના રાજા ગજપતિ પ્રતાપરુદ્રની આજ્ઞાથી રચેલા નાટકમાં નવદ્વીપ અને જગન્નાથપુરીમાં વિહરતા ચૈતન્ય મહાપ્રભુનું જીવન વર્ણવ્યું છે. આ નાટકમાં મૈત્રી, ભક્તિ, અધર્મ, વિરાગ જેવાં અમૂર્ત પાત્રો ઉપરાંત ગંગા, નારદ, રાધા, કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. સમગ્ર રીતે જોતાં નાટકમાં ઉપદેશતત્વ…

વધુ વાંચો >

ચ્યવન ઋષિ

ચ્યવન ઋષિ : ભૃગુ ઋષિ અને પુલોમાના પુત્ર, એક પ્રાગૈતિહાસિક મંત્રદ્રષ્ટા. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોના રચયિતા ‘ચ્યવાન’ તે જ પૌરાણિક સાહિત્યના ‘ચ્યવન’. એક વાર ભૃગુ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે એક રાક્ષસે પુલોમાનું અપહરણ કરતાં સગર્ભા પુલોમાનો ગર્ભ સ્રવી પડ્યો. તેના તેજથી પુલોમા બળી ગયો. આ ગર્ભસ્રાવથી જન્મેલું બાળક…

વધુ વાંચો >

છંદ

છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…

વધુ વાંચો >

છાંદોગ્ય ઉપનિષદ

છાંદોગ્ય ઉપનિષદ : જુઓ ઉપનિષદ

વધુ વાંચો >

જગત

જગત : ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયામાંથી અવિરતપણે પસાર થતી ચેતનઅચેતન ભૌતિક સૃષ્ટિ. ભારતીય દર્શનો જે ત્રણ મૂળભૂત તત્વોનો વિચાર કરે છે તે જીવ, જગત અને ઈશ્વરમાંનું તે એક તત્વ છે. જગત એટલે पुन:पुन: — अतिशयेन वा गच्छति —  વારંવાર કે અવિરત ચાલ્યા કરે છે તે. ઉત્પત્તિ-વિનાશ પામ્યા કરે છે…

વધુ વાંચો >