સંસ્કૃત સાહિત્ય

ચક્રવર્તી, પરમાનંદ

ચક્રવર્તી, પરમાનંદ (ઈ.સ. ચૌદમીથી સોળમી સદીની વચ્ચે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશ ઉપર विस्तारिका નામની ટીકાના લેખક. તે સંભવત: બંગાળના નૈયાયિક હતા. ઈશાન ન્યાયાચાર્યનો તે પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે. ગદાધરે આપેલાં 14 લક્ષણોમાં સમાવિષ્ટ चक्रवर्तिलक्षणम् તેમનું રચેલું હોવાનું મનાય છે. ઉપરાંત તેમણે ‘નૈષધચરિત’ મહાકાવ્ય ઉપર એક ટીકા…

વધુ વાંચો >

ચતુર્ભાણી

ચતુર્ભાણી (પ્ર. 1922) : ચાર ભાણોનો સંગ્રહ. ભાણ એક હાસ્યપ્રધાન વિશિષ્ટ સંસ્કૃત નાટ્યપ્રકાર છે. ભરતનાટ્યશાસ્ત્રમાં એનાં લક્ષણો આમ આપેલાં છે : જાણીતું કે ઉત્પાદ્ય કથાવસ્તુ, માત્ર મુખ અને નિર્વહણ બે જ સંધિ, ઘણુંખરું આકાશભાષિત દ્વારા ગતિ કરતું કથાનક; વિટ કે ધૂર્તનું એક જ પાત્ર, એક જ અંક; શૃંગાર રસ (ક્યારેક…

વધુ વાંચો >

ચતુ:સૂત્રી

ચતુ:સૂત્રી : જુઓ બ્રહ્મસૂત્ર

વધુ વાંચો >

ચરણવ્યૂહસૂત્ર

ચરણવ્યૂહસૂત્ર (લગભગ ઈ. પૂ. 2500) : ચારેય વેદોના મંત્રો વગેરે સાહિત્યની અધ્યયન, પારાયણ અને કર્મવિધિભેદે થયેલી શાખાઓનું નિરૂપણ ધરાવતો ગ્રંથવિશેષ. તેના રચયિતા શૌનક પાંડવવંશી જનમેજય રાજાના સમકાલીન હતા. શૌનક વેદસાહિત્યના ઉદ્ધારક તરીકે પુરાણપ્રસિદ્ધ છે. તેમણે વૈદિક સાહિત્યના પરિશીલન સારુ તેમના નૈમિષારણ્યના આશ્રમમાં દીર્ઘકાલીન સત્રયજ્ઞો કર્યાના ઉલ્લેખો પુરાણોમાં છે. શુનકનો પુત્ર…

વધુ વાંચો >

ચર્પટપંજરિકા

ચર્પટપંજરિકા : આદિ શંકરાચાર્યનું રચેલું મનાતું સંસ્કૃત સ્તોત્ર. ચર્પટ એટલે ધૂળની ચપટી, પંજર એટલે એક પ્રકારનું સ્તોત્ર. આ સ્તોત્રનું મૂળ નામ ‘મોહમુદગર’ (મોહને તોડનાર મુદગર = હથોડો) છે. તેમાંની એક પંક્તિ ‘रथ्याकर्पटविरचितकंथः’ — રસ્તે પડેલા ર્જીણ કપડાની જેણે કંથા બનાવી છે તે ત્યાગી સાધુ (कर्पटનું પાઠાન્તર चर्पट થયું છે.) એના…

વધુ વાંચો >

ચંડી

ચંડી : चण्डि (चण्ड्) कोपे એ ધાતુ ઉપરથી નિષ્પન્ન થતો શબ્દ. તેનો અક્ષરશ: અર્થ અત્યંત કોપવાળી એવો થાય છે. વેદાન્તના મતે આ ચંડી પરબ્રહ્મની માયાશક્તિ છે, જ્યારે તંત્રશાસ્ત્ર તેને પરબ્રહ્મમહિષી (= પટરાણી) કહે છે. મધુ અને કૈટભ, મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડ અને મુંડ, શુંભ અને નિશુંભ જેવા દુર્ધર અને દુર્જેય દાનવોનો…

વધુ વાંચો >

ચંડીદાસ

ચંડીદાસ (આશરે પંદરમી સદી, ઈ. સ.) : મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ના ટીકાકાર. તેમણે ‘દીપિકા’ નામે ટીકા રચી છે. તેની રચના તેમણે તેમના મિત્ર લક્ષ્મણ ભટ્ટની વિનંતીથી કરી હતી. ચંડીદાસ બંગાળના ‘મુખ’ કુળમાં જન્મ્યા હતા અને ગંગાના કિનારા પર રહેલા ઉદ્ધારણપુરથી 6.40 કિમી. દૂર કેતુગ્રામમાં તે રહેતા હતા. ‘દીપિકા’ સિવાય તેમણે કોઈ ‘ધ્વનિસિદ્ધાંતગ્રંથ’…

વધુ વાંચો >

ચંદ્રગોમી

ચંદ્રગોમી : બૌદ્ધ વૈયાકરણ. મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળમાંથી તેમના વ્યાકરણની હસ્તપ્રત મેળવી હતી (1356). જર્મન વિદ્વાન બ્રૂનો લિબીએ ટિબેટી અનુવાદ ઉપરથી તેનું પુનર્ગ્રથન કરી તેને લાઇપ્ત્સિકથી પ્રસિદ્ધ કર્યું હતું (1902). એમના વ્યાકરણમાં સંજ્ઞાનું સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અને પાણિનિએ સૂત્રમાં જ્યાં જ્યાં ‘સંજ્ઞા’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તેમણે…

વધુ વાંચો >

ચંદ્રવૃત્તિ (પાંચમી સદી)

ચંદ્રવૃત્તિ (પાંચમી સદી) : બંગાળના બૌદ્ધમતાવલંબી વૈયાકરણ ચંદ્રગોમીએ (ઈ. સ. 400) 6 અધ્યાયમાં લખેલું લૌકિક સંસ્કૃત ભાષાનું સૂત્રાત્મક વ્યાકરણ. તેની ઉપર સ્વોપજ્ઞવૃત્તિ પણ રચી છે. ભર્તૃહરિએ વાક્યપદીય(2.481)માં પતંજલિકૃત ‘વ્યાકરણ-મહાભાષ્ય’નો પુનરુદ્ધાર કરનાર તરીકે જે ‘ચંદ્રાચાર્ય’નો ઉલ્લેખ કર્યો છે, તે જ આ ચાંદ્ર વ્યાકરણ લખનાર ચંદ્રગોમી હોવા સંભવ છે. ચાંદ્ર વ્યાકરણનાં ઉપાંગો…

વધુ વાંચો >

ચંદ્રાલોક

ચંદ્રાલોક : ચૌદમી સદીમાં થઈ ગયેલ મમ્મટના અનુગામી આલંકારિક આચાર્ય જયદેવરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. 10 પ્રકરણ – જેને માટે ‘મયૂખ’ નામ પ્રયોજાયું છે-માં વિભાજિત આ સમગ્ર ગ્રંથ કારિકાબદ્ધ છે. તેમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલ લગભગ 350 જેટલાં પદ્ય છે. ‘ચંદ્રાલોક’માં નિરૂપાયેલ વિષયનો ક્રમ આ પ્રમાણે છે : (1) વાગ્વિચાર (શ્લોક 16), (2)…

વધુ વાંચો >