સંગીતકલા
બાખ, જોહાન સેબાસ્ટિયન
બાખ, જોહાન સેબાસ્ટિયન (જ. 1685, આઇઝેનાક, જર્મની; અ. 1750, લિપઝિગ, જર્મની) : પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના મહાન સર્જક, રચનાકાર તથા ઑર્ગન-વાદક. સંગીતકારોના પરિવારમાં જન્મ. પિતાનું નામ ઍબ્રૉસિયસ તથા માતાનું નામ એલિઝાબેથ લૅમરહર્ટ. જોહાન દસ વર્ષના હતા ત્યારે માતા-પિતાનું અવસાન થયું. નાનપણથી સંગીત પ્રત્યે રુચિ. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું અને…
વધુ વાંચો >બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ
બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ (જ. 8 ઑગસ્ટ 1924, પોરબંદર) : ગુજરાતના ખ્યાતનામ હવેલી-સંગીતકાર. હવેલી-સંગીતનો વારસો તેમને વંશપરંપરાગત રીતે મળ્યો છે. તેમના દાદા પરસોતમદાસ તથા પિતા વલ્લભદાસ બંને હવેલી-સંગીતના નિપુણ સંગીતકારો હતા. તેમણે સંગીતશિક્ષણ ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ-વાદક સદગત ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી અને હવેલી-સંગીતની તાલીમ તેમના પિતા વલ્લભદાસ પાસેથી ખૂબ જ નાની…
વધુ વાંચો >બિલાવલ
બિલાવલ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક જાણીતો પ્રભાતકાલીન રાગ. સંસ્કૃત સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે ત્યારના ‘બેલાવલી’, ‘બેલાવલ’ કે ‘બિલાવલી’ નામોથી ઓળખાતા રાગનું સ્વરૂપ આજના બિલાવલ રાગ કરતાં થોડું ભિન્ન છે. ગાયન કે વાદનમાં સાતે સ્વરો શુદ્ધ સ્વરૂપમાં પ્રયુક્ત થાય તેને આજે બિલાવલ થાટ કહે છે. શુદ્ધ સ્વરના…
વધુ વાંચો >બિલાસખાં
બિલાસખાં : તાનસેનના પુત્ર અને અકબરના દરબારી સંગીતકાર. તાનસેનની જેમ તેઓ પોતે સારા ગાયક હતા અને એમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તાનસેનના ચાર પુત્રોમાં તે સૌથી નાના હતા. તાનસેનના અન્ય ત્રણ પુત્રોમાં સૂરતસેન, શરતસેન અને તરંગસેન. બિલાસખાં એકાન્તપ્રિય સંગીતજ્ઞ હોવાથી મોટાભાગે જંગલમાં જઈને જ તેઓ સંગીતસાધના કરતા હતા. એક…
વધુ વાંચો >બિલાસખાંની તોડી
બિલાસખાંની તોડી : ભૈરવી રાગના સ્વરો દ્વારા ગવાતો તોડી રાગ. તે ગંભીર પ્રકૃતિનો રાગ છે. કહેવાય છે કે અકબરના દરબારી ગાયક વિખ્યાત તાનસેનના પુત્ર બિલાસખાંએ આ રાગની રચના કરી હતી અને તેમના નામ પરથી જ આ રાગનું નામ ‘બિલાસખાંની તોડી’ પડ્યું છે. આ રાગ દિવસના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં…
વધુ વાંચો >બિસ્મિલ્લાખાં
બિસ્મિલ્લાખાં (જ. 21 માર્ચ 1916, ડુમરાવ, જિ. ભોજપુર; અ. 21 ઑગસ્ટ 2006, વારાણસી) : પરંપરાગત વાદ્ય શરણાઈને આધુનિક યુગમાં વિશેષ પ્રચલિત બનાવનાર વિખ્યાત ભારતીય કલાકાર. છેલ્લા લગભગ પાંચ દાયકાઓ દરમિયાન યોજાયેલાં વિભિન્ન સંમેલનો તથા કાર્યક્રમોની શરૂઆત તેમના શ્રુતિમધુર શરણાઈવાદનથી થતી રહી છે. ખાંસાહેબનો જન્મ પ્રસિદ્ધ શરણાઈવાદકોના કુટુંબમાં થયો હતો. તેમના…
વધુ વાંચો >બીટલ્સ, ધ
બીટલ્સ, ધ (1960થી 1970) : 1960માં રચાયેલું બ્રિટનનું પૉપ શૈલીનું સુખ્યાત ગાયકવૃંદ. બે ગીતલેખક-નર્તકોએ આ વૃંદની રચના કરી હતી. તેમનાં નામ હતાં ડૉન (વિન્સ્ટન) લેનન (1940–80) અને (જૅમ્સ) પૉલ મૅકાર્થી (1942–), જ્યૉર્જ હૅરિસન (1943–) અને પેટી બેસ્ટ (1941–). તે સૌએ સાથે મળીને લિવરપૂલની કૅવર્ન ક્લબ ખાતે તેમજ હૅમ્બર્ગમાંનાં વિવિધ મનોરંજન-સ્થળોએ…
વધુ વાંચો >બીથોવન, લુડવિગ ફાન
બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર. પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના…
વધુ વાંચો >બૃહસ્પતિ, કૈલાસચંદ્ર
બૃહસ્પતિ, કૈલાસચંદ્ર (જ. 20 જાન્યુઆરી 1918, રામપુર, ઉત્તરપ્રદેશ; અ. 31 જુલાઈ, 1979) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર, સંશોધક, વિવેચક તથા કવિ. જ્ઞાનાર્જન અને સંગીતના સંસ્કારો પિતા, પિતામહ વગેરે પૂર્વજો પાસેથી વારસામાં મળેલા. પરિવારના વિદ્વત્તાપૂર્ણ અને સંસ્કારશીલ વાતાવરણની કૈલાસચંદ્રના બાલમાનસ પર ઊંડી અસર થયેલી. સાડા ત્રણ વર્ષની વયથી જ…
વધુ વાંચો >બેગમ અખ્તર
બેગમ અખ્તર (જ. 7 ઑક્ટોબર 1914, ફૈઝાબાદ; અ. 30 ઑક્ટોબર 1974, અમદાવાદ) : ઠૂમરી અને ગઝલનાં અગ્રણી ભારતીય ગાયિકા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ‘અખ્તરી ફૈઝાબાદી’ને નામે ઓળખાતાં. ઇશ્તિયાક અહમદ અબ્બાસી નામના એક વકીલ સાથે એમનાં લગ્ન થયાં, પછી તે ‘બેગમ અખ્તર’ને નામે પ્રસિદ્ધિ પામ્યાં. શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતનું શરૂઆતનું શિક્ષણ…
વધુ વાંચો >