શિવપ્રસાદ રાજગોર
કાલોલ
કાલોલ : પંચમહાલ જિલ્લાનો તાલુકો અને શહેર. ગોધરાથી તે 24 કિમી. પશ્ચિમે આવેલું છે. વડોદરા-ગોધરા રેલવેના ફાંટા ઉપર આવેલ ડેરોલ સ્ટેશનથી તે ત્રણ કિમી. દૂર છે. તે 22o 07′ ઉ. અ. અને 73o 28′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 67 ગામડાં છે. અગાઉ તે સમૃદ્ધ હતું.…
વધુ વાંચો >કાવાસાકી
કાવાસાકી : જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પૂર્વ કિનારાના મધ્ય ભાગમાં કાનાગાવા જિલ્લામાં, ટોકિયોની દક્ષિણે અને યોકોહામાની ઉત્તરે આવેલું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર. ભૌગોલિક સ્થાન : 35o 32′ ઉ. અ. અને 139o 43′ પૂ. રે.. તેની પૂર્વમાં ટોકિયોનો અખાત આવેલો છે. સ્થાપના 1150. મૂળ માછીઓનું ગામ. ટોકુગાવા વંશના શાસન (1608-1868) દરમિયાન…
વધુ વાંચો >કાવેરી નદી (ગુજરાત)
કાવેરી નદી (ગુજરાત) : ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલી બે નદીઓ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ધોલી ગામ પાસેથી નીકળી ઉછેટિયા પાસે નર્મદાને કાવેરી મળે છે. તે પશ્ચિમવાહિની છે અને તેના ઉપર ઉચેડિયા, નાના ઓજા, ગુમાનદેવ, કવલસાડી, ફૂલવાડી, મોતીપુરા, નિકોલી, રાજપોર, વાસણા, ભોજપોર, બોરીપીડા, કોટિયામલ, ઝરિયા, બાલેશ્વર અને મોટા અણધારા…
વધુ વાંચો >કાવેરીપટનમ્
કાવેરીપટનમ્ : તામિલનાડુના તાંજાવુર જિલ્લામાં બંગાળની ખાડી ઉપર કાવેરી નદીની ઉત્તર શાખા પર આવેલું પ્રાચીન સમયનું બંદર અને ચૌલ વંશના શાસકોનું પાટનગર. ટોલેમીએ તેનો ખબેરીસ વિક્રયકેન્દ્ર (emporium) તરીકે ઉલ્લેખ કરેલો છે. ઈ. સ.ની શરૂઆતમાં તે ઘણું મોટું વેપારી કેન્દ્ર હતું. બંદર અને શહેર એમ તેના બે ભાગ હતા. વચ્ચેની ખુલ્લી…
વધુ વાંચો >કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)
કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…
વધુ વાંચો >કાસારગોડ (Kasargod)
કાસારગોડ (Kasargod) : કેરળ રાજ્યના છેક ઉત્તર છેડે આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 12o 02’થી 12o 45′ ઉ. અ. અને 74o 52’થી 75o 26′ પૂ. રે. વચ્ચેનો 4,992 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યના જિલ્લા,…
વધુ વાંચો >કાસાવુબુ, જોસેફ
કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1969, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો…
વધુ વાંચો >કાળો સમુદ્ર
કાળો સમુદ્ર : અગ્નિ યુરોપમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 43o 00′ ઉ. અ. અને 35o 00′ પૂ. રે.. તેના કિનારે રશિયા, જ્યૉર્જિયા, યુક્રેન, તુર્કી, બલ્ગેરિયા, રૂમાનિયા વગેરે દેશો આવેલા છે. તેની ઉત્તરે માત્ર 13.5 મીટરની ઊંડાઈ ધરાવતો એઝૉવ સમુદ્ર આવેલો છે. બૉસ્પરસની સામુદ્રધુની, મારમરા સમુદ્ર અને ડાર્ડેનલ્સની સામુદ્રધુની તેને…
વધુ વાંચો >કાંગારુ ટાપુ
કાંગારુ ટાપુ : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ કિનારે સેન્ટ વિન્સેન્ટ અખાતના મુખ નજીક ઍડીલેડથી નૈર્ઋત્યે 130 કિમી. દૂર આવેલો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 33o 50′ દ. અ. અને 137o 05′ પૂ. રે.. ન્યૂગિની અને ટાસ્માનિયા પછી તેનો ત્રીજો ક્રમ છે. આ ટાપુ ઉપર કાંગારુની વસ્તી ઘણી હોવાથી તેને આ નામ મળ્યું…
વધુ વાંચો >કાંચનજંઘા
કાંચનજંઘા : નેપાળમાં આવેલ હિમાલય ગિરિમાળાનું જગતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર. આ પહાડી ક્ષેત્રનું નામ, મૂળ તિબેટિયન ભાષાના ‘Kangchen-dzo-nga’ અથવા ‘Yangchhen-dzo-nga’ પરથી ઊતરી આવ્યું છે. તેની ટોચનાં પાંચ શિખરોને કારણે તિબેટના લોકોએ તેને ‘બરફના પાંચ ભંડારો’ ઉપનામ આપ્યું છે. તેનું નેપાળી નામ કુંભકર્ણ લંગૂર છે. તે નેપાળ અને સિક્કિમની…
વધુ વાંચો >