શિવપ્રસાદ રાજગોર
તાઇપિંગનો બળવો
તાઇપિંગનો બળવો : ચીનના મંચુવંશી શાસન સામે 1850–1864 દરમિયાન થયેલો સૌથી મહત્વનો બળવો. આ બળવો પંદર વર્ષો દરમિયાન ચીનના 18 પ્રાંતો પૈકી 16 પ્રાંતોમાં ફેલાયો હતો. આ સૌથી વધુ સુવ્યવસ્થિત અને મોટા પાયા ઉપરનો બળવો હતો. બળવાખોરોની પ્રવૃત્તિને કારણે મોટી સંખ્યામાં માણસો મરણ પામ્યાં હતાં. સામાજિક અજંપો, કુદરતી આફતો અને…
વધુ વાંચો >તાજખાન નરપાલી
તાજખાન નરપાલી : ગુજરાતમાં મુઝફ્ફરશાહ–બીજા અને બહાદુરશાહના સમયનો (1511થી 1537) અગ્રગણ્ય અમીર. તે ઉદાર અને પરાક્રમી હતો. મુઝફ્ફરશાહ-બીજાએ તેને ‘મજલિસે-સમીખાને –આઝમ તાજખાન’નો ઇલકાબ આપ્યો હતો. મુઝફ્ફરશાહ-બીજા પછી ગાદીએ આવેલા સુલતાન સિકંદરનું ખૂન ઇમાદ ઉલ મુલ્ક ખુશકદમ નામના અમીરે કરાવ્યું ત્યારથી તાજખાન તેનો વિરોધી થઈ ગયો હતો. બહાદુરશાહને સુલતાનપદે સ્થાપવામાં તેનો…
વધુ વાંચો >તાત્યા ટોપે
તાત્યા ટોપે (જ. 1814, પુણે; અ. 18 એપ્રિલ 1859, સિપ્રી) : 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજી શાસન સામે માથું ઊંચકનાર પ્રસિદ્ધ સેનાની. તેનું મૂળ નામ રામચંદ્ર ભટ હતું. તેના પિતાનું નામ પાંડુરંગ હતું. તેના ઉપનામ ‘ટોપે’ અંગે બેમત છે. બાજીરાવ પેશવા બીજાએ તેને કીમતી ટોપીની ભેટ આપી હતી. તેથી તેનું ‘ટોપે’…
વધુ વાંચો >તારા (દેવી)
તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…
વધુ વાંચો >તારીખે બહાદુરશાહી
તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…
વધુ વાંચો >તાલાળા
તાલાળા : જૂનાગઢ જિલ્લાના વેરાવળ પેટા વિભાગમાં આવેલ તાલુકો અને તાલુકા મથક. તે હીરણ નદીને કાંઠે 21° 02´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 953.6 ચોકિમી. છે. તાલુકામાં તાલાળા શહેર અને 96 ગામો આવેલાં છે. તેની પૂર્વે અને ઈશાન ખૂણે ગીરનું જંગલ, પશ્ચિમે માળિયા…
વધુ વાંચો >તાંજાવુર
તાંજાવુર (તાંજોર) : ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10 °48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈર્ઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા…
વધુ વાંચો >તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્)
તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) : કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી…
વધુ વાંચો >તીથલ
તીથલ : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના મુખ્ય મથક વલસાડથી 4–5 કિમી. દૂર આવેલું હવા ખાવાનું સ્થળ અને પ્રવાસધામ. તે અરબી સમુદ્રના પૂર્વ કનારે 20° 37´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. દરિયાકાંઠે હોવાથી ઉનાળો ઓછો ગરમ અને શિયાળો સાધારણ ઠંડો હોય છે. સરેરાશ ગુરુતમ દૈનિક તાપમાન…
વધુ વાંચો >તુતનખામન
તુતનખામન : મિસરનો પ્રાચીન રાજવી. અખનાતનનો અનુગામી અને જમાઈ. તે અમેન હોટેપ ત્રીજાનો પૌત્ર હતો. તેનાં લગ્ન અખનાતન અને નેફેર્તીતીની ત્રીજી પુત્રી અંખેસેનપાએતુન સાથે થયાં હતાં. અને તેથી તેનો ગાદી ઉપર હક થતો હતો. અખનાતનના મૃત્યુ સમયે તુતનખામન નાની વયનો હતો તેથી રાજકુટુંબ સાથે સંકળાયેલા વજીર અને બીજા અમલદારો તેના…
વધુ વાંચો >