શિવપ્રસાદ રાજગોર
ટેંજિર
ટેંજિર : મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 35° 34’ ઉ. અ. અને 6° 00’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ…
વધુ વાંચો >ટોકેલો
ટોકેલો : દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 00’ દ. અ. અને 171° 45’ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે 500 કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે 3840 કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ 12…
વધુ વાંચો >ટોજો, હિડેકી
ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે…
વધુ વાંચો >ટોંગા
ટોંગા : દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો 170 ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 175° પ. રે. આ ટાપુઓ 15° દ. અ. થી 23o 30’ દ. અ. અને 173o થી 177° પ. રે. વચ્ચે આવેલો છે. તે ફિજીથી પૂર્વમાં 640…
વધુ વાંચો >ટૉલેમી રાજવંશ
ટૉલેમી રાજવંશ : ઇજિપ્તના ગ્રીક (મેસિડોનિયન) રાજવીઓનો ઈ. સ. પૂ. 323થી ઈ. સ. પૂ. 30 વચ્ચેનો રાજવંશ. ઇજિપ્તમાં ટૉલેમી વંશના રાજવીઓને ફેરોના અનુગામી દેવવંશી ગણવામાં આવતા. આ વંશના ટૉલેમી 1થી ક્લિયોપેટ્રા સાતમી અને તેનો પુત્ર ટૉલેમી 15 સુધીના રાજવીઓ થઈ ગયા. આ વંશનો મૂળ પુરુષ ટૉલેમી પહેલો સોટર મેસિડોનિયાનો વતની…
વધુ વાંચો >ટ્યૂડર વંશ
ટ્યૂડર વંશ : પંદરમી અને સોળમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડ ઉપર શાસન કરતો વંશ. આ ગાળામાં (1485–1603) પાંચ રાજકર્તા થઈ ગયા છે. આ વંશની વિગત તેરમી સદીથી મળે છે; પરંતુ ઓવન ટ્યૂડર (1400–1461) નામના સાહસવીરને લીધે આ વંશ પ્રકાશમાં આવ્યો. વેલ્સનો આ વીર પુરુષ લૅન્કેસ્ટર વંશના રાજવી હેન્રી પાંચમા અને હેન્રી…
વધુ વાંચો >ટ્યૂનિસ
ટ્યૂનિસ (Tunis) : આફ્રિકાના ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા ટ્યૂનિસિયાનું સૌથી મોટું શહેર અને રાજધાની. ભૌગોલિક સ્થાન : 36o 50’ ઉ. અ. અને 10o 15’ પૂ. રે.. તે ટ્યૂનિસના અખાતના દક્ષિણ કિનારાથી અંદરના ભાગમાં 10 કિમી. દૂર ટ્યૂનિસની ખાડીની ટોચ પર આવેલું છે. શહેરની દક્ષિણે ખારા પાણીનું સરોવર, ઉત્તરે અરિયાના સરોવર…
વધુ વાંચો >ટ્યૂનિસિયા
ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >ટ્રિએસ્ટ
ટ્રિએસ્ટ : એડ્રિયાટિક સમુદ્રના મથાળે, ટ્રિએેસ્ટના અખાત ઉપર આવેલું ઇટાલીના અંકુશ નીચેનું શહેર તથા મુક્ત આંતરરાષ્ટ્રીય બંદર. ભૌગોલિક સ્થાન: 45o 30’ ઉ. અ. અને 13o 50’ પૂ. રે.. ફ્રિયુલી વનેત્સિયા જૂલિયા પ્રદેશનું તે પાટનગર છે. તે વેનિસથી પૂર્વ દિશાએ 145 કિમી. દૂર છે. રોમનોએ તે શહેરને ટરગેસ્ટે, જર્મનોએ ટ્રિએસ્ટ અને…
વધુ વાંચો >ટ્રેજન
ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની…
વધુ વાંચો >