શિવપ્રસાદ રાજગોર
જસદણ
જસદણ : રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા – મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને 100 ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ,…
વધુ વાંચો >જહાજવાડો
જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે. જહાજવાડાના સ્થળે દરિયો…
વધુ વાંચો >જંક
જંક : મધ્યયુગના છેવટના ભાગમાં સુધારેલું ચીની વહાણ. આ વહાણ દુનિયાનું સૌથી મજબૂત અને દરિયાઈ સફર માટે સૌથી વધુ સલામત અને વિશ્વાસપાત્ર ગણાય છે. જંકની બાંધણીને લગતી 2 બાબતો નોંધપાત્ર છે : એક તે ખોખાની રચના અને બીજી તે વહાણના સઢની આલાદ. 3 બાબતોમાં તે બીજાં વહાણો કરતાં જુદું પડે…
વધુ વાંચો >જંબુસર
જંબુસર : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક. નાંદીપુરીના ગુર્જર નૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોએ તે વસાવેલું હતું. આ વંશના રાજા દદ્દ બીજાના કલચુરિ સં. 380 અને 385 (ઈ. સ. 629 અને 634)નાં દાનશાસનોમાં દાન ગ્રહણ કરનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો નિર્દેશ છે. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના વલભી સં. 320 (ઈ.…
વધુ વાંચો >જાટ
જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ…
વધુ વાંચો >જાપુરા
જાપુરા : દક્ષિણ અમેરિકામાં આવેલી મહાકાય નદી એમેઝૉનની એક મોટી શાખા-નદી (tributary). વાયવ્ય કોલંબિયાનો 3000 મી. ઊંચો કૉર્ડિલેરા ઓક્સિડેન્ટલ આ નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળી તે સામાન્ય રીતે ઘણી લંબાઈ સુધી અગ્નિખૂણે વહે છે અને વાયવ્ય બ્રાઝિલ ખાતે આવેલ, એમેઝૉનાસ રાજ્યની આરપાર વહીને તે એમેઝૉનને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ…
વધુ વાંચો >જાફરાબાદ
જાફરાબાદ : ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ 365.6 ચોકિમી. અને વસ્તી 1,08,002 (2025) છે. અહીં 524.4 મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી…
વધુ વાંચો >જામજોધપુર
જામજોધપુર : જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલો છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને 79 ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 1091.3 ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી આશરે 1,36,456…
વધુ વાંચો >જામનગર જિલ્લો
જામનગર જિલ્લો : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતની દક્ષિણે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 41´ ઉ. અ.થી 22 58´ ઉ. અ. અને 68 57´ પૂ. રે.થી 70 39´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અરબી સમુદ્રના ભાગ રૂપે કચ્છનો અખાત, પૂર્વે રાજકોટ જિલ્લો, દક્ષિણે પોરબંદર જિલ્લો અને…
વધુ વાંચો >જામિયા મિલિયા ઇસ્લામિયા
જામિયા મિલિયા ઇસ્લામિયા : ભારતની રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી. રાષ્ટ્રીય શિક્ષણ આપવાની ર્દષ્ટિએ અલીગઢ ખાતે 1920માં પ્રારંભ. મહાત્મા ગાંધી, મૌલાના મહમદઅલી, હકીમ અજમલખાન, મૌલાના આઝાદ વગેરે રાષ્ટ્રીય નેતાઓ તેના સ્થાપક હતા. 5 વરસ બાદ અલીગઢનું વાતાવરણ અનુકૂળ ન જણાતાં હકીમ અજમલખાનના સૂચનથી 1925માં આ સંસ્થા દિલ્હી ખાતે ખસેડાઈ હતી. સારા નાગરિક…
વધુ વાંચો >