શિવપ્રસાદ રાજગોર

કાંપિલ્યવિહાર

કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો…

વધુ વાંચો >

કિતાક્યુશુ

કિતાક્યુશુ : જાપાનના ક્યુશુ ટાપુના વાયવ્ય છેડે આવેલું ફુકુઓકા પ્રિફૅક્ચરનું મુખ્ય શહેર અને ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 33o 53′ ઉ. અ. અને 130o 50′ પૂ. રે.. ક્યુશુ ટાપુ અને હોન્શુ ટાપુ વચ્ચે સુઓ-નાડા ગેનાકીનો સમુદ્ર અને કાનમોન સામુદ્રધુની આવેલાં છે. 1963માં તેની રચના થયેલી છે. જાપાનના ચાર મોટા ઔદ્યોગિક…

વધુ વાંચો >

કિન્ડરગાર્ટન

કિન્ડરગાર્ટન : જર્મનીમાં શરૂ કરવામાં આવેલી બાળશિક્ષણની અભિનવ પદ્ધતિ. જર્મન તત્વવેત્તા વિલ્હેમ ફ્રોબેલે અઢીથી છ વરસનાં બાળકોમાં આત્માભિવ્યક્તિ દ્વારા વ્યક્તિત્વવિકાસ થાય તે માટે તેમણે કિન્ડરગાર્ટન કે બાલોદ્યાન પદ્ધતિ યોજી હતી. શક્તિઓના કુદરતી વિકાસમાં રમત અને રમકડાંને મુખ્ય સ્થાન આપ્યું. કાગળકામ, સંગીત, નૃત્ય, સૃષ્ટિજ્ઞાન, સાદડીકામ, માટીકામ વગેરે દ્વારા હસ્તકૌશલ્ય અને વિવિધ…

વધુ વાંચો >

કિમ્બરલીની ખાણ

કિમ્બરલીની ખાણ : દક્ષિણ આફ્રિકાના નૉર્ધર્ન કૅપ પ્રૉવિન્સમાં  આવેલી ખાણ. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ. રે.. કિમ્બર્લીની ખુલ્લી ખાણ ‘બીગ હોલ’ તરીકે ઓળખાય છે. તેનો ઘેરાવો 1.6 કિમી. છે. મનુષ્યે ખોદેલી આ સૌથી ઊંડી અને મોટી ખાણ છે. સમુદ્ર-સપાટીથી આ ખીણની ઊંડાઈ 1223 મીટર…

વધુ વાંચો >

કિરિન

કિરિન (જિલિન) : ચીનની ઇશાને મંચુરિયામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44o ઉ. અ. અને 126o પૂ. રે. તેની ઉત્તરે હૈલોંગજીઆંગ પ્રાંત, દક્ષિણે ઉત્તર કોરિયા, નૈર્ઋત્યમાં લિઆઓનિંગ પશ્ચિમે ‘ઇનર મોંગોલિયા અને પૂર્વ બાજુ રશિયાનો પ્રદેશ છે. તેનો વિસ્તાર 1,86,500 ચોકિમી છે. આ પ્રદેશ વચ્ચે થઈને સૌંધુઆ નદી વહે છે જે…

વધુ વાંચો >

કિરીબતી

કિરીબતી : પશ્ચિમ મધ્ય પૅસિફિક સમુદ્રમાં આવેલા  ટાપુથી બનેલો દેશ. વિષુવવૃત્તથી 5o ઉ. અને 5o દ. અક્ષાંશ વચ્ચે તથા 169o પૂ. અને 150o પ. રેખાંશ વચ્ચે આવેલો છે. 1979 પહેલાં તે ગિલ્બર્ટ ટાપુઓ તરીકે ઓળખાતો હતો. હાલ કુલ તેત્રીસ ટાપુઓ પૈકી ગિલ્બર્ટ ટાપુ, એલિસ ટાપુ, બનાબા, ફીનિક્સ અને લાઇન ટાપુસમૂહો…

વધુ વાંચો >

કિલિમાન્જારો

કિલિમાન્જારો : ટાન્ઝાનિયામાં આવેલો આફ્રિકાનો સૌથી ઊંચો હિમ-આચ્છાદિત પર્વત. ભૌગોલિક સ્થાન : 3o 04′ દ. અ. અને 37o 22′ પૂ. રે.. તેનો અર્થ ચન્દ્રનો પર્વત એવો થાય છે. તેની તળેટીનો વિસ્તાર 160 કિમી. છે. આફ્રિકાની મહાફાટખીણથી તે દક્ષિણ તરફ 160 કિમી. અંતરે આવેલો છે. તેનાં ત્રણ શિખરો પૈકી સર્વોચ્ચ શિખર…

વધુ વાંચો >

કિંગ માર્ટિન લ્યૂથર (જુનિયર)

કિંગ, માર્ટિન લ્યૂથર (જુનિયર) (જ. 15 જાન્યુઆરી 1929, ઍટલાન્ટા; અ. 4 એપ્રિલ 1968, મેમ્ફિસ) : અમેરિકન ધર્મગુરુ અને યુ.એસ.ના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના અગ્રણી નેતા. પિતા અને મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હોવાને કારણે ઘરનું ધાર્મિક વાતાવરણ. 1948માં ઓગણીસમા વરસે ઑનર્સ સાથે ગ્રૅજ્યુએટ થયા. 1951માં ‘બૅચલર…

વધુ વાંચો >

કીચનર હોરેશિયો હર્બર્ટ

કીચનર, હોરેશિયો હર્બર્ટ (જ. 24 જૂન 1850, બાલી લાગફર્ડ, આયર્લૅન્ડ; અ. 5 જૂન 1916, વેસ્ટ ઑવ્ યૉર્કને, સ્કોટલૅન્ડ) : ખાર્ટુમના અમીરનો ઇલકાબ ધરાવનાર સુદાનનો વિજેતા અને પ્રતિભાવંત બ્રિટિશ સેનાપતિ. પિતા લશ્કરી અધિકારી. સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડન નજીકની ‘રૉયલ મિલિટરી એકૅડેમી’માં અભ્યાસ. 1870માં ફ્રાન્કો-પ્રુશિયન યુદ્ધમાં ફ્રાંસના પક્ષે સ્વયંસેવક તરીકે ભાગ લીધો. 1871માં…

વધુ વાંચો >

કીલ

કીલ : જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંતની રાજધાની, નૌકામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 54o 20’ ઉ. અ. અને 10o 08’ પૂ. રે.. તેનું મૂળ જર્મન નામ કીલે. ઍન્ગ્લો-સૅક્સન ભાષામાં killeનો અર્થ વહાણો માટેનું સલામત સ્થળ થાય છે. આ બંદરની ઊંડી ખાડી વહાણ માટે યોગ્ય સ્થળ ગણાય છે. કીલ હૅમ્બર્ગની ઉત્તરે…

વધુ વાંચો >