શિલીન નં. શુક્લ

લુઈ, એડ્વર્ડ બી.

લુઈ, એડ્વર્ડ બી. (જ. 1918) : સન 1995ના ક્રિસ્ટિઆન ન્યુસ્લેન વોલ્હાર્ડ અને એરિક વાઇશોસ સાથેના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને આ સન્માન પ્રાગર્ભ અથવા ભ્રૂણ(embryo)ના પ્રારંભિક વિકાસ અંગેના જનીની નિયંત્રણ અંગેના સંશોધન માટે પ્રાપ્ત થયું હતું. સન 1939માં તેમણે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ઉપાધિ મેળવી અને 1942માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

લૂઈ, ઑટો (Loewi, Otto)

લૂઈ, ઑટો (Loewi, Otto) (જ. 3 જૂન 1873, ફ્રૅન્કફર્ટ-ઑન ધ- મેઇન, જર્મની; અ. 25 ડિસેમ્બર 1961) : સન 1936ના સર હેન્રી હૉલેટ ડેલ સાથેના નોબેલ પારિતોષિકવિજેતા. તેમને ચેતાઆવેગોના રાસાયણિક પારવહન (chemical transmission) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા એક વેપારી હતા. સ્થાનિક પ્રાથમિક ગ્રામર સ્કૂલમાં ભણીને…

વધુ વાંચો >

લૂર્યા, સાલ્વેડોર

લૂર્યા, સાલ્વેડોર (જ. 13 ઑગસ્ટ 1912, ટોરિનો, ઇટાલી; અ. 1991) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને ઇફેડ હર્શે સાથેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને વિષાણુઓના પુનરુત્તારણ(replication)ની ક્રિયાપ્રવિધિ તથા જનીની બંધારણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું છે. સન 1929માં તેમણે તબીબી શિક્ષણ મેળવવાની ક્રિયા ટોરિનો યુનિવર્સિટીમાં શરૂ કરી અને સન…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લેઝર ચિકિત્સા (Laser Therapy)

લેઝર ચિકિત્સા (Laser Therapy) : પ્રકાશઊર્જાનો વિશિષ્ટ સ્વરૂપે સારવારમાં ઉપયોગ. ભૌતિકશાસ્ત્રમાં લેઝર એક પ્રકાશને સંબંધે બનતી પ્રકાશવિવર્ધન(amplification of light)ની ક્રિયા છે; જેને ટૂંકમાં અગ્રાક્ષરી નામ (acronym) રૂપે દર્શાવાય છે. આ અગ્રાક્ષર નામનું પૂરું સ્વરૂપ છે : Light Amplification by the Stimulated Emission of Radiation, એટલે કે ‘‘વિકિરણનના ઉત્તેજિત (ઉદ્દીપિત) ઉત્સર્જન…

વધુ વાંચો >

લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua)

લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua) (જ. 23 મે 1925, મૉન્ટક્લેર, ન્યૂજર્સી, યુ.એસ. : અ. 2 ફેબ્રુઆરી 2008, ન્યૂયોર્ક સીટી) : જોર્જ્ય વેલ્સ બિડલ અને એડ્વર્ડ લૉરી ટેટમ સાથેના સન 1958ના નોબેલ પારિતોષિકના અર્ધાભાગના વિજેતા. તેમને જીવાણુઓ(bacteria)માં જનીનીય દ્રવ્યની ગોઠવણી અને વ્યવસ્થા તથા જનીનીય પુન:સંયોજન (recombination) અંગેની શોધ અંગે આ સન્માન 33…

વધુ વાંચો >

લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl)

લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl) (જ. 14 જૂન 1868, વિયેના; અ. 24 જૂન 1943, ન્યૂયૉર્ક) : સન 1930ના નોબેલ પારિતોષિક-વિજેતા. તબીબી અને દેહધર્મવિદ્યાના ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનને કારણે તેમને આ સન્માન મળ્યું હતું. તેમણે તે સન્માનને લાયક સંશોધન રૂપે લોહીનાં જૂથો અંગેની પ્રતિરક્ષા સંબંધિત જ્ઞાનનો વિકાસ કર્યો હતો. તેમના પિતા જાણીતા…

વધુ વાંચો >

લેવરાન ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ

લેવરાન, ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ (જ. 18 જૂન 1845, પૅરિસ; અ. 18 મે 1922) : સન 1907ના તબીબીવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન પ્રજીવો (protozoa) દ્વારા થતા રોગો વિશેના સંશોધનના કારણે પ્રાપ્ત થયું હતું. તેમના પિતા અને પ્રપિતા (દાદા) ડૉક્ટર હતા, જ્યારે તેમની માતામહ અને પ્રમાતામહ લશ્કરમાં અધિકારીઓ હતા. બાળપણમાં…

વધુ વાંચો >

લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans)

લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans) : સ્વાદુપિંડ (pancreas) નામના પેટમાં આવેલા અવયવમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંત:સ્રાવો (hormones) ઉત્પન્ન કરતા કોષોના સમૂહો. તેમને સ્વાદુપિંડીય કોષદ્વીપો (pancreatic islets) પણ કહે છે. તેમને સન 1869માં પૉલ લૅંગરહાન્સ (1847-1888) નામના જર્મન રુગ્ણવિદ્યાવિદે (pathologist) શોધી કાઢ્યા હતા. તે કોષસમૂહો આખા સ્વાદુપિંડમાં ફેલાયેલા હોય છે,…

વધુ વાંચો >