શિલીન નં. શુક્લ
યૅલો, રોઝાલિન
યૅલો, રોઝાલિન (જ. 19 જુલાઈ 1921, બ્રૉન્ક્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સન 1977ના નોબેલ પારિતોષિકનાં રૉજર ચાર્લ્સ લુઈ ગિલેમિન તથા ઍન્ડ્રૂ વિક્ટર સ્કેલી સાથેનાં વિજેતા. ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇડ અંત:સ્રાવોના વિકિરણસંલગ્ન પ્રતિરક્ષી આમાપન(radio-immuno assay, RIA)ના કરેલા સંશોધન માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. મૂળ પરમાણુનાભિલક્ષી ભૌતિકવિદ્યા(nuclear physics)નાં નિષ્ણાત એવાં આ સન્નારીને…
વધુ વાંચો >યૌવનારંભ (puberty)
યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે. સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં…
વધુ વાંચો >રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR)
રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે…
વધુ વાંચો >રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus)
રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus) : વિવિધ અવયવી તંત્રોને અસર કરતો શોથકારક સ્વકોષઘ્ની વિકાર. પેશીમાં પીડાકારક સોજો આવે તેવા વિકારને શોથ (inflammation) કહે છે. બાહ્ય દ્રવ્યો (પ્રતિજન, antigen) સામે રક્ષણ આપવા માટે શરીરમાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. તેમની વચ્ચે થતી પ્રતિક્રિયાને કારણે બાહ્ય દ્રવ્યોને શરીરનું નુકસાન કરતાં અટકાવી શકાય છે.…
વધુ વાંચો >રસી અથવા રોગપ્રતિબંધક રસી (vaccine)
રસી અથવા રોગપ્રતિબંધક રસી (vaccine) : કોઈ રોગ સામે પ્રતિરક્ષા (immunity) વધારતી જૈવિક બનાવટ. તે રોગને થતો અટકાવે અથવા તો તેની સારવારમાં ઉપયોગી રહે. પ્રથમ ઉપયોગને પ્રતિરોધાત્મક (prophylactic) ઉપયોગ કહે છે, જ્યારે બીજા ઉપયોગને ચિકિત્સીય (therapeutic) ઉપયોગ કહે છે. સન 1796માં એડવર્ડ જેનરે સૌપ્રથમ અંગ્રેજી શબ્દ ‘vaccine’નો ઉપયોગ કર્યો હતો.…
વધુ વાંચો >રાઇખસ્ટાઇન, ટેડ્યઝ
રાઇખસ્ટાઇન, ટેડ્યઝ (જ. 20 જુલાઈ 1897, પોલૅન્ડ અ. 1 ઑગસ્ટ 1996, બસેલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સન 1950ના ફિલિપ શ્વૉલ્ટર હેન્ચ અને એડવર્ડ સી. કેન્ડાલ સાથે તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા તથા સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક. તેમને અધિવૃક્ક બાહ્યક નામની અંતસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવોની રાસાયણિક સંરચના, જૈવિક અસરો વગેરે બાબતો વિશે શોધ કરવા બદલ…
વધુ વાંચો >રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ.
રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ. (જ. 30 ઑક્ટોબર 1895, ઑરેન્જ, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 23 ફેબ્રુઆરી 1973, લેકવિલે, કનેક્ટિક્ટ, યુ.એસ.) : 1956ના આન્ડ્રે ફ્રેડેરિક કોર્નન્ડ તથા વર્નર ફોર્સમન સાથેના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકવિજેતા. આ અમેરિકન તબીબની ટુકડીને હૃદયમાં નિવેશિકા (catheters) નાંખીને તપાસ કરવાની પદ્ધતિના વિકાસ માટે તથા રુધિરાભિસરણતંત્રમાં થતા…
વધુ વાંચો >રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini)
રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini) (જ. 1909, ટ્યુરિન, ઇટાલી) : સન 1986ના નોબેલ પારિતોષિકના સ્ટેન્લી કોહેન સાથેનાં વિજેતા. તેઓને વૃદ્ધિકારક ઘટકો (growth factors) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. સન 1953માં આ બંને વૈજ્ઞાનિકોએ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કરેલા સંશોધનમાં શરીરમાંના અપક્વ કોષોના વિકાસમાં કાર્યરત એવા પ્રોટીન–વૃદ્ધિઘટકો–માંથી પ્રથમ વૃદ્ધિકારક ઘટકને શોધી…
વધુ વાંચો >રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert)
રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert) (જ. 26 ઑગસ્ટ 1850, પૅરિસ; અ. 4 ડિસેમ્બર 1935, પૅરિસ) : સન 1913ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને ઍલર્જીને કારણે ઉદભવતી ઉગ્ર સંકટમય આઘાતની સ્થિતિ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ પૅરિસમાં ભણીને ત્યાંની મેડિસિન વિદ્યાશાખા(faculty)માં પ્રાધ્યાપક બન્યા…
વધુ વાંચો >રુધિર (blood)
રુધિર (blood) : શરીરની નસોમાં વહેતું લાલ રંગનું પ્રવાહી. શરીરમાં પ્રવાહીનું વહન કરતી નસોના મુખ્ય 3 પ્રકાર છે : ધમનીઓ (arteries), શિરાઓ (veins) અને લસિકાવાહિનીઓ (lymphatics). ધમનીઓ અને શિરાઓમાં વહેતા પ્રવાહીને રુધિર કહે છે, જ્યારે લસિકાવાહિનીઓમાંના પ્રવાહીને લસિકાતરલ (lymph) કહે છે. રુધિરને લોહી અથવા રક્ત પણ કહે છે. લોહી પ્રવાહી…
વધુ વાંચો >