શિલીન નં. શુક્લ

ખૂંધ

ખૂંધ : કરોડસ્તંભની ગોઠવણીમાં ઉદભવતો વિષમ (abnormal) વળાંક. કરોડસ્તંભ સીધો દંડ જેવો નથી. તે ગળા અને કમરના ભાગમાં અંદરની તરફ અને પીઠના ભાગમાં બહારની તરફ વળાંકવાળો હોય છે. આ વળાંક અવિષમ (normal) છે અને તે કરોડસ્તંભને સ્થિતિસ્થાપકતા આપે છે. કરોડસ્તંભ કોઈ એક બાજુ વળેલો હોતો નથી. જ્યારે તે ડાબી કે…

વધુ વાંચો >

ખોડો

ખોડો : ચામડીના કોઈ રોગ કે વિકાર વગર માથાની ચામડીના ઉપલા પડની ફોતરીઓ ઊખડવી તે. તેથી તેને શાસ્ત્રીય રીતે શીર્ષસ્થ ફોતરીકારિતા (pityriasis capitis) કહે છે. અંગ્રેજીમાં તેને dandruff કહે છે. ચામડીની ઊખડેલી ફોતરીઓ કોરી હોય છે અથવા તે ચામડીના તૈલી પદાર્થ ત્વક્તેલ (sebum) સાથે ચોંટી જાય છે. ખોડો કોઈ રોગ…

વધુ વાંચો >

ગતિજન્ય અસ્વસ્થતા

ગતિજન્ય અસ્વસ્થતા (motion sickness) : હવા, પાણી કે જમીન પર ચાલતા વાહનમાં મુસાફરી કરતી વખતે ચક્કર આવવા જેવી થતી બેચેની (dizziness). તે એક સામાન્ય દેહધાર્મિક (physiological) સ્થિતિ છે. મુસાફરી કરતી વ્યક્તિને ક્યારેક તે પોતે અથવા તેની આસપાસની વસ્તુઓ ગોળ ગોળ ફરતી, વાંકી વળતી (tilting) કે ફંગોળાઈ જતી (swaying) લાગે છે.…

વધુ વાંચો >

ગતિપ્રેરક

ગતિપ્રેરક (pacemaker) : હૃદયના સ્નાયુના સંકોચન માટેના આવેગ (impulse) ઉત્પન્ન કરનારી પેશી અથવા યંત્ર. હૃદયના ધબકારા નિયમિત ઉદભવે છે, કેમ કે હૃદયના જુદા જુદા ખંડો નિયમિત અને ક્રમશ: સંકોચાય છે તથા પહોળા થાય છે અને તેથી તેમાં આવેલું લોહી આગળ ધકેલાય છે. હૃદયના સ્નાયુનું સંકોચન તેમાં રહેલા આવેગવાહી તંત્ર(conducting system)માં…

વધુ વાંચો >

ગર્ભજળનિષ્કાસન

ગર્ભજળનિષ્કાસન (amniocentesis) : ગર્ભશિશુ(foetus)ની આસપાસ ભરાયેલા પ્રવાહીને નિદાન માટે બહાર કાઢવું તે. ગર્ભશિશુની આસપાસ તેનાં 2 આવરણો છે – (1) ગર્ભજળકોષ્ઠ(amniotic cyst)ની દીવાલ તથા (2) ગર્ભાવરણ (chorion). ગર્ભજળ (amniotic fluid) ભરેલી કોથળીને ગર્ભજળકોષ્ઠ કહે છે. તેની અંદર ગર્ભશિશુ તરતું હોય છે અને તે માતા સાથે ગર્ભનાળ (umbilical cord) અને ઓર…

વધુ વાંચો >

ગર્ભધમનીવિવૃતતા

ગર્ભધમનીવિવૃતતા (patent ductus arteriosus) : ગર્ભાવસ્થામાંથી મહાધમની (aorta) તથા ફુપ્ફુસ ધમની(pulmonary artery)ને જોડતી નસનું જન્મ પછી પણ ખુલ્લું રહેવું તે. છોકરીઓમાં, અપક્વ જન્મેલાં (premature) શિશુઓમાં, ઊંચાઈ પર આવેલા સ્થળે જન્મેલાં શિશુઓમાં તથા જેમની માતાને સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં રૂબેલા નામનો વિષાણુજન્ય રોગ થયો હોય તેવાં શિશુઓમાં તેનું પ્રમાણ વધુ હોય…

વધુ વાંચો >

ગર્ભનાળ

ગર્ભનાળ (umbilical cord) : ગર્ભશિશુ(foetus)ને ઓર (placenta) સાથે જોડતી લોહીની નસોવાળી નળી. તેની લંબાઈ જુદી જુદી હોય છે; પરંતુ તે સરેરાશ 55 સેમી. લાંબી હોય છે. 12મા દિવસે પ્રાગર્ભ (ભ્રૂણ, embryo) 1 મિમી. લંબાઈનો હોય છે. તેના પોલાણમાંના મધ્યપેશીય (mesenchymal) કોષો ભેગા મળીને કાયદંડ (body stalk) બનાવે છે. તેમાંથી સમય…

વધુ વાંચો >

ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ

ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ (cord blood transplantation) : નવજાત શિશુની ગર્ભનાળ(umbilical cord)ના લોહીના આદિકોષો (stem cells) વડે લોહીના કોષો ન બનતા હોય એવા વિકારની સારવાર. હાલ તેનો પ્રયોગાત્મક ઉપયોગ જે દર્દીઓને અસ્થિમજ્જા-પ્રતિરોપણ (bone marrow transplantation) માટે સમજનીની દાતા (allogenic donor) ન મળી શકતો હોય તેઓ માટે કરવામાં આવે છે. ગર્ભનાળના લોહીના કોષોની…

વધુ વાંચો >

ગર્ભનિરોધ

ગર્ભનિરોધ (Contraception) ગર્ભધારણ (conception) અટકાવવું તે. ભારત સરકારે વસ્તીવધારો રોકવાના તેના રાષ્ટ્રીય કાર્યક્રમો – અનુક્રમે કુટુંબનિયોજન કાર્યક્રમ તથા કુટુંબકલ્યાણ કાર્યક્રમ – માં ગર્ભનિરોધક પદ્ધતિઓને મહત્વનો અગ્રતાક્રમ આપ્યો છે. ગર્ભધારણનું નિયમન કરવું તે વ્યક્તિગત અને કુટુંબની શારીરિક, સામાજિક અને આર્થિક જરૂરિયાત પણ છે. ગર્ભધારણ અટકાવવાનાં નૈતિક અને ધાર્મિક પાસાં ગર્ભનિરોધના ઉપયોગને…

વધુ વાંચો >

ગર્ભને સંકટ

ગર્ભને સંકટ (foetal distress) : ગર્ભશિશુની સંકટમય સ્થિતિ, જેની સારવાર ન થાય તો મૃત્યુ થાય અથવા નવજાત શિશુને અતિશય માંદગી આવે. જ્યારે ગર્ભાશયનું સંકોચન પૂરું થાય કે તરત જો ગર્ભશિશુના હૃદયના ધબકારા 120/મિનિટથી ઓછા હોય એવું વારંવાર જોવા મળે તો ગર્ભશિશુ સંકટમાં છે એમ મનાય છે. જો તે સમયે તેના…

વધુ વાંચો >