વિ. પ્ર. ત્રિવેદી

નાયપૉલ, (સર) વિદ્યાધર સૂરજપ્રસાદ

નાયપૉલ, (સર) વિદ્યાધર સૂરજપ્રસાદ (જ. 17 ઑગસ્ટ 1932, છગુઆના, ટ્રિનિદાદ; અ. 11 ઑગસ્ટ 2018, લંડન, યુ.કે.) : અંગ્રેજી સાહિત્યકાર. નવલકથા, પ્રવાસ અને ચિંતનસભર ગદ્યના સર્જક. મૂળ ભારતીય, બ્રાહ્મણ કુળના. પૉર્ટ ઑવ્ સ્પેન અને ઑક્સફર્ડમાં શિક્ષણ. તેમનો એકમાત્ર વ્યવસાય લેખન. પત્રકારત્વમાં ગળાડૂબ. બીબીસી, લંડનમાં ‘કૅરિબિયન વૉઇસિઝ’ના સંપાદક. ‘ધ મિસ્ટિક મેસ્યર’ (1957),…

વધુ વાંચો >

નાયર, પી. કે. (ટિક્કોડિયન)

નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરાળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા…

વધુ વાંચો >

નિદા ફાઝલી

નિદા ફાઝલી (જ. 12 ઑક્ટોબર 1938, દિલ્હી; અ. 8 ફેબ્રુઆરી 2016, મુંબઈ) : ઉર્દૂ તથા હિંદી કવિ, નવલકથાકાર, વિવેચક અને સંપાદક. દિલ્હી યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ. તેમના ચાર કાવ્યસંગ્રહો તે ‘લફ્ઝોં કા પુલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાઁ’ અને ‘ખોયા હુઆ સા કુછ’. પ્રાચીન અને આધુનિક ઉર્દૂ કવિઓના સંદર્ભમાં…

વધુ વાંચો >

નીસ, જોસેફ નાઇસફોર

નીસ, જોસેફ નાઇસફોર (જ. 7 માર્ચ 1765, ફ્રાન્સ; અ. 3 જુલાઈ 1833, ફ્રાન્સ) : ફ્રેન્ચ સંશોધક અને છબીકલાના અગ્રણી સંશોધક. સાધનસંપન્ન કુટુંબના પુત્ર. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી, માદરે વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી જીવનના અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ ક્લૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય…

વધુ વાંચો >

નેપાળી ભાષા અને સાહિત્ય

નેપાળી ભાષા અને સાહિત્ય : ઇન્ડોઆર્યન જૂથની, નાગરી લિપિમાં લખાતી નેપાળ રાજ્યની અધિકૃત  ભાષા. નેપાળમાં કિરાતી, ગુરુંગ (મુરમી), તામંગ, મગર, નેવારી, ગોરખાલી વગેરે બોલીઓ પ્રચલિત છે. રાજધાની કાઠમંડુના વિસ્તારમાં વસેલી નેવાર જાતિને પ્રાગૈતિહાસિક ગંધર્વો, કિરાતો અને પ્રાચીન યુગના લિચ્છવીઓની આધુનિક પ્રતિનિધિ પ્રજા માની શકાય. નેવાર જાતિ પોતાની બોલીને ‘નેપાળી ભાષા’…

વધુ વાંચો >

નૅશનલ કૅડેટ કોર (NCC)

નૅશનલ કૅડેટ કોર (NCC) : સ્વતંત્ર પ્રજાસત્તાક ભારતની, લશ્કરી તાલીમ અને સામાજિક સેવાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી, શિસ્તબદ્ધ રીતે ચાલતી વિદ્યાર્થીઓ માટેની મહત્ત્વની યુવા-પ્રવૃત્તિ. ભારતને આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમિયાન પ્રાદેશિક સેના(Territorial army)ના એક ભાગ તરીકે માત્ર કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોને લશ્કરી તાલીમ આપવા માટે યુ. ટી. સી.(યુનિવર્સિટી ટ્રેનિંગ…

વધુ વાંચો >

નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય

નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપીય ભાષાજૂથની જર્મન શાખાની સ્કૅન્ડિનેવિયન ભાષાઓ પૈકીની નૉર્વેના લોકોની ભાષા. અન્ય સ્કૅન્ડિનેવિયન ભાષાઓની રીતે નૉર્વેજિયન ભાષાનો ઉદભવ થયો છે. ઈ. સ.ની ત્રીજી સદીના પ્રાચીન જર્મન વર્ણમાલાના ગૂઢ ઉત્કીર્ણ લેખોમાં તેનું પગેરું મળે છે. ઈ. સ.ના આશરે 800થી 1050ના અરસામાં વાઇકિંગના સમયમાં બોલીઓમાં જે નોંધપાત્ર ફેરફાર…

વધુ વાંચો >

પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ

પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ (જ. 10 એપ્રિલ 1917, પીપલગ, જિ. ખેડા; અ. 10 ઑગસ્ટ 2011, ફિજી) : ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિક અને ફિજીના સામાજિક કાર્યકર. પ્રાથમિક શિક્ષણ પીજમાં. પાછળથી સૂરત અને અમદાવાદમાં અભ્યાસ કરી બી.એ. (ઑનર્સ), એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત માટે શરૂઆતમાં ક. મા. મુનશીની ચેમ્બરમાં જોડાયા.…

વધુ વાંચો >

પટ્ટનાયક, ગુરુચરણ

પટ્ટનાયક, ગુરુચરણ (જ. 31 ઑક્ટોબર 1917, પુરી; અ. 23 નવેમ્બર 2008, શંકરપુર, કટક) : ઊડિયા લેખક, માર્ક્સવાદી વિદ્વાન, સામાજિક કાર્યકર્તા, સામયિક-સંપાદક, સમાજશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. માત્ર ચાર વર્ષના હતા ત્યારે એક જ દિવસે માતા-પિતાનું અવસાન. મોટા ભાઈ આનંદ પટ્ટનાયક સ્વાતંત્ર્યસેનાની હતા. 13 વર્ષની નાની ઉંમરે શાળાને છોડી દઈને દેશના આઝાદી આંદોલનમાં…

વધુ વાંચો >

પણિક્કર, કે. એમ.

પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >