વિ. પ્ર. ત્રિવેદી
લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ
લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ (જ. 15 ઑગસ્ટ 1888, ટ્રેમૅડૉક, કૉર્નેર્વોન્શાયર, વેલ્સ; અ. 19 મે 1935, ક્લાઉડ્ઝ હિલ, ડૉર્સેટ, ઇંગ્લૅન્ડ) : લશ્કરી વ્યૂહરચનાના નિષ્ણાત અને યુદ્ધસમયે દંતકથારૂપ બની ગયેલા અંગ્રેજ વાયુદળના અફસર, જાંબાઝ સાહસવીર, શિલ્પસ્થાપત્યના અભિજ્ઞ સંશોધક અને પુરાતત્ત્વવિદ, ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ તરીકે નામના પામેલા અંગ્રેજ લેખક. તેઓ ખાડીના દેશોના જાણકાર અને…
વધુ વાંચો >લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ
લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ (જ. 11 સપ્ટેમ્બર 1885, ઇસ્ટવુડ, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 માર્ચ 1930, વૅન્સ, એન્તિબ, ફ્રાન્સ) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને ટૂંકી-વાર્તાકાર. ‘લેડી ચૅટર્લીઝ લવર’ (1928) નવલકથા દ્વારા વિશ્વવિખ્યાત. કેટલાક દેશોમાં આ નવલકથાને અશ્ર્લીલ ગણી તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. પિતા કોલસાની ખાણમાં કામ કરતા અને માતા…
વધુ વાંચો >લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા
લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા (જ. 5 જૂન 1898, ફૂન્તે વાક્વેરોસ, મેડ્રિડ પાસે, સ્પેન; અ. 19/20 ઑગસ્ટ 1936, ગ્રેનાડા) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. સંગીતનો ગળથૂથીમાંથી સંસ્કાર મેળવનાર લૉર્કાને પિયાનોના સર્વપ્રથમ પાઠ આપનાર તેમનાં માતા હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રેનાડાની જેસ્યૂઇટ શાળામાં. યુનિવર્સિટી ઑવ્ ગ્રેનાડામાં તેમણે…
વધુ વાંચો >વર્ડ્ઝવર્થ, વિલિયમ
વર્ડ્ઝવર્થ, વિલિયમ (જ. 7 એપ્રિલ 1770, કોકરમાઉથ, કમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 1850, ગ્રાસમિયર, વેસ્ટમોરલૅન્ડ) : અંગ્રેજ રોમૅન્ટિક કવિ; ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. પિતા જૉન વર્ડ્ઝવર્થ વેપાર-ધંધામાં એજન્ટ હતા, પાછળથી અર્લ ઑવ્ લૉન્સડૅલના મંત્રી તરીકે સેવા આપેલી. કાપડના વેપારીની પુત્રી…
વધુ વાંચો >વર્લેઇન, પૉલ (મેરી)
વર્લેઇન, પૉલ (મેરી) (જ. 30 માર્ચ 1844, મેત્ઝ, ફ્રાન્સ; અ. 8 જાન્યુઆરી 1896, પૅરિસ) : ફ્રેન્ચ ઊર્મિકવિ. લકૉન્ત દ લિસ્લેના નેતૃત્વવાળા ‘પાર્નેશિયન્સ’ જૂથના કવિઓમાં અગ્રણી અને પાછળથી પ્રતીકવાદી કવિઓમાં આગલી હરોળના કવિ તરીકે જાણીતા સ્ટીફન માલાર્મે અને ચાર્લ્સ બૉદલેરની સાથે તેમણે ‘ડિકેડન્ટ્સ’ કવિજૂથની સ્થાપના કરેલી. પિતા લશ્કરી અફસર હતા. પોતે…
વધુ વાંચો >વસાણી, નવનીત વાડીલાલ
વસાણી, નવનીત વાડીલાલ (જ. 18 ઑગસ્ટ 1939, બરવાળા, જિ. અમદાવાદ, ગુજરાત) : કુશળ શિક્ષક અને ટેક્નોક્રૅટ, સમર્પિત કેળવણીકાર અને સંશોધક, સંસ્થા-નિર્માતા અને કુશળ વહીવટકર્તા. શિક્ષણ ગુજરાત કૉલેજ, અમદાવાદ તથા એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં. ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઑવ્ એન્જિનિયરિંગ(મિકૅનિકલ એન્જિનિયરિંગ)ની પદવી (1962). સરકારી ઇજનેરી કૉલેજમાં તથા પાછળથી મોરબીની લખધીરસિંહજી ઇજનેરી કૉલેજમાં…
વધુ વાંચો >વાકા
વાકા : જાપાની કવિતાનું સ્વરૂપ. તેના રાજદરબારમાં છઠ્ઠીથી ચૌદમી સદી દરમિયાન રાજકવિઓ વાકા, ચૉકા અને સેદૉકા જેવાં સ્વરૂપોમાં લાંબી, ટૂંકી કાવ્યરચનાઓ કરતા. પાછળથી રેંગા, હાયકાઈ અને હાઇકુ જેવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં. તેના મૂળમાં ‘વાકા’ છે. વાકાને તાન્કા પણ કહેતા અને જાપાની કવિતાનું તે મૂળ કાવ્યરૂપ છે. ચૉકા દીર્ઘકાવ્યનો પ્રકાર છે; પરંતુ…
વધુ વાંચો >વાલેરી પૉલ
વાલેરી, પૉલ (જ. 30 ઑક્ટોબર 1871, સેતે, ફ્રાન્સ; અ. 20 જુલાઈ 1945, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નિબંધકાર અને વિવેચક. પૂરું નામ ઍમ્બ્રોઇસ-પોલ-તૂસ-સેંત-જુલે વાલેરી. ‘લા ર્જ્યૂં પાર્ક’ (1917, ‘ધ યન્ગ ફેટ’) કાવ્યથી તેઓ ફ્રેન્ચ સાહિત્યમાં અમર થયા છે. ભૂમધ્ય સમુદ્રના એક નાના બંદરમાં તેમના પિતા સરકારી જકાત ખાતામાં ઉચ્ચ હોદ્દા પર…
વધુ વાંચો >વિટ્ટોરિની ઑલિયો
વિટ્ટોરિની ઑલિયો (જ. 23 જુલાઈ 1908, સિરાક્યૂસ, સિસિલી; અ. 13 ફેબ્રુઆરી 1966, મિલાન, ઇટાલી) : ઇટાલીના સાહિત્યકાર. નવલકથા, અનુવાદ અને વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઇટાલીના નવ્યવાસ્તવવાદ(Neoclassicism)ની, ફાસીવાદ-(fascism)ના હૂબહૂ ચિત્રણવાળી નવલકથાઓના લેખક તરીકે તેમણે સામ્યવાદ-વિરોધી રાષ્ટ્રીય સરમુખત્યારશાહી વખતની નિરંકુશસત્તાવાદી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક વેદનાને અભિવ્યક્ત કરી છે. વીસમી સદીના વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ)
વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ) (જ. 26 માર્ચ 1911, કોલંબસ, મિસિસિપી; અ. 25 ફેબ્રુઆરી 1983, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર. બાળપણ મિસિસિપી અને સેંટ લૂઈ ખાતે વીત્યું. શિક્ષણ યુનિવર્સિટી ઑવ્ મિઝરી અને વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેંટ લૂઈ)માં લીધું. યુનિવર્સિટી ઑવ્ આયૉવામાંથી 1938માં બી.એ.ની ઉપાધિ મેળવી. ‘અમેરિકન બ્લૂઝ’ (1939, પ્રસિદ્ધ થયું…
વધુ વાંચો >