વિનોદ સોની
અનુકૂલન (જીવવિજ્ઞાન)
અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…
વધુ વાંચો >અભયારણ્ય
અભયારણ્ય ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ અનુસાર પર્યાવરણ અને વનસંપત્તિ તથા પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને મુક્ત વિહાર માટે રચવામાં આવેલા રક્ષિત વિસ્તારો. ભારતમાં પ્રાચીનકાળથી વન્યજીવન અને તેના સંરક્ષણને મહત્વ અપાયેલું છે. ઋષિઓના આશ્રમો પણ જંગલો વચ્ચે જ હતા, એટલે ત્યાં વનનાં પશુ-પક્ષીઓનાં કાર્ય અને સંરક્ષણની જાણકારી મળતી. કૌટિલ્ય (ઈ. પૂ. 300)ના ‘અર્થશાસ્ત્ર’માં…
વધુ વાંચો >આઇસોઇટેલ્સ
આઇસોઇટેલ્સ : ત્રિઅંગી (pteridophyte) વનસ્પતિઓના વિભાગ લાયકોફાઇટામાં આવેલા વર્ગ જિહવિકાધારી(Ligulopsida)નું એક ગોત્ર. આ ગોત્રમાં આઇસોઇટેસી નામના એક જ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે આઇસોઇટિસ (Isoetes) અને સ્ટાયલાઇટિસ (Stylities) નામની બે જીવંત પ્રજાતિઓ ધરાવે છે. આઇસોઇટિસની લગભગ 75 જેટલી જાતિઓ થાય છે; તે પૈકી ભારતમાં 6 જાતિઓ નોંધાઈ છે. Isoetes…
વધુ વાંચો >ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ)
ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ) : સજીવોના જનીન ઘટકોની પ્રતિકૃતિ (replication) થઈ શકે તેવું કોઈ પણ પરિવર્તન યા વિકૃતિ. કોઈ એક જનીનના ન્યૂક્લિયોટાઇડના ક્રમમાં તથા ફેરફારની અસરથી પરિવર્તન થયું હોય તો તેને જનીનિક ઉત્પરિવર્તન કહે છે. જો ઉત્પરિવર્તન રંગસૂત્રોની સંખ્યા અથવા તો તેના બંધારણમાં થતા ફેરફારો સાથે સંકળાયેલું હોય તો તેને રંગસૂત્રીય…
વધુ વાંચો >ઉભયજીવીઓ
ઉભયજીવીઓ (Amphibians) માછલીઓમાં ઉત્ક્રમણથી ઉદભવ પામેલા, જળચર તેમજ સ્થળચર એમ બંને રીતે જીવવાનું અનુકૂલન ધરાવતાં ઉભયચર પૃષ્ઠવંશીઓ. જીવકલ્પ(paleozoic era)ના ડેવોનિયન યુગ દરમિયાન ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યાં. તેમના અર્વાચીન વંશજો તરીકે દેડકાં, સાલામાંડર અને ઇક્થિયોફિસ જેવાં પ્રાણીઓ આજે જાણીતાં છે. આજે પૃથ્વી પર મુખ્યત્વે પૃષ્ઠવંશી સ્થળચરો તરીકે વાસ કરનારાં સરિસૃપો, પક્ષીઓ તેમજ…
વધુ વાંચો >કાળિયાર (Black buck)
કાળિયાર (Black buck) : વર્ગ સસ્તન, શ્રેણી આર્ટિયોર્ડકિટલાના બોવિડે કુળનું antelope cervicapra L. નામે ઓળખાતું હરણને મળતું પ્રાણી. તેનાં શિંગડાં શાખા વગરનાં સીધાં અને વળ ચડ્યા હોય તેવાં હોય છે. પુખ્ત નરનો રંગ કાળો હોવાથી તેને કાળિયાર કહે છે. બચ્ચાંનો રંગ ઉપરની બાજુએથી પીળચટ્ટો રાતો હોય છે. નરની ઉંમર ત્રણ…
વધુ વાંચો >જયદીપસિંહજી
જયદીપસિંહજી (જ. 24 જૂન 1929, દેવગઢ બારિયા, જિ. દાહોદ; અ. 20 નવેમ્બર 1987, નવી દિલ્હી) : ગુજરાતમાં બારિયારાજ્યના ભૂતપૂર્વ રાજવી. તે પછી રાજકીય નેતા, મંત્રી અને રમતવીર. અગાઉના બારિયા રાજ્યના મહારાજા રણજિતસિંહના પૌત્ર અને યુવરાજ સુભગસિંહના પુત્ર જયદીપસિંહે અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કરી સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી હતી. તેઓ…
વધુ વાંચો >જૈવ પ્રદીપ્તિ
જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર…
વધુ વાંચો >પરરોહી વનસ્પતિ
પરરોહી વનસ્પતિ : જમીનમાં મૂળ ન ધરાવતી અને જમીનથી ઊંચે અન્ય વનસ્પતિ કે જીવાધાર (substratum) પર થતી વનસ્પતિ. તે યજમાન (host) વનસ્પતિની શાખાઓ ઉપર, શાખાઓની ખાંચોમાં કે વૃક્ષની છાલ પર માત્ર ભૌતિક આધાર લઈને રહે છે. કેટલીક પરરોહી વનસ્પતિઓ ખડકો અને ટેલિગ્રાફના વાયર પર પણ થાય છે. તે હવામાંથી કે…
વધુ વાંચો >પર્યાવરણ
પર્યાવરણ સજીવોના જીવન અને વિકાસને અસર કરતાં બાહ્ય ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોનો સમગ્ર વિસ્તાર. તેમાં જમીન, પાણી, હવામાન, ઊર્જા અને ખાદ્ય પુરવઠા ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ અત્યંત જટિલ અને પરિવર્તનશીલ છે તથા તેમાં અન્યોન્ય અસર કરે તેવા ઘણા પરિવર્તકો (variables) સમાયેલા છે.…
વધુ વાંચો >