વનસ્પતિશાસ્ત્ર
મોલુજીનેસી
મોલુજીનેસી : જુઓ આઇઝોએસી.
વધુ વાંચો >મોસંબી
મોસંબી : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રુટેસી (લીંબુ/નારંગી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus sinensis (Linn.) Osbeck syn. C. aurantium var. aurantium proper, Race Second and Race Third of Watt (હિં., બં., ગુ., મ. માલ્ટા, મોસંબી, કમલ નીંબુ; તે. સોપુ, મલ. મદુરાનારંગી; ક. સાથગુડી, કિટ્ટીલે.; તા. સથગુડી, ચીની; ઓ.…
વધુ વાંચો >મ્યુસેન્ડા
મ્યુસેન્ડા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયૅસી કુળની એક પ્રજાતિ. દુનિયામાં લગભગ 100 જેટલી તેની જાતિઓ થાય છે. તે મોટે ભાગે ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. તેનું મુખ્યત્વે જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 15 જેટલી જાતિઓ થાય છે. થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન (ornamental)…
વધુ વાંચો >યીસ્ટ
યીસ્ટ મિસિતંતુવિહીન (non-mycelial), સસીમકેન્દ્રી (eukaryotic) એકકોષી ફૂગ. તે સામાન્યત: મુકુલન (budding) કે દ્વિભાજન (fission) અથવા બંને પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને કાં તો યુગ્મનજ (zygote) કે કાયિક (somatic) કોષમાંથી ઉદભવતી ધાની(ascus)માં ધાનીબીજાણુઓ (ascospores) ઉત્પન્ન કરે છે. જોકે ‘યીસ્ટ’ શબ્દ વિવિધ રીતે પ્રયોજાય છે અને તેનું વર્ગીકરણવિદ્યાની ર્દષ્ટિએ મહત્વ…
વધુ વાંચો >યુકેલિપ્ટસ
યુકેલિપ્ટસ : જુઓ નીલગિરિ
વધુ વાંચો >યુક્કા
યુક્કા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એગેવેસી કુળની એક સદાહરિત, ક્ષુપીય પ્રજાતિ. તે મેક્સિકો, વેસ્ટ ઇંડિઝ અને યુ.એસ.ના શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી છે અને લગભગ 30 જેટલી જાતિઓની બનેલી છે. તે શોભન વનસ્પતિ તરીકે પણ કેટલીક જગાઓએ ઉગાડવામાં આવે છે. કેટલીક જાતિઓ રેસાઓ માટેનો સ્રોત પણ છે. ભારતમાં તેની 4 જાતિઓનો…
વધુ વાંચો >યુફર્બિયા
યુફર્બિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષીરધર (laticiferous) શાકીય, ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને તેનું વિતરણ વિશ્વના ઉષ્ણકટિબંધીય અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ સહિત તેની આશરે 68 જેટલી જાતિઓ થાય છે. તેની ઘણી જાતિઓ શુષ્ક પ્રદેશોમાં થાય…
વધુ વાંચો >યુફેનિક્સ
યુફેનિક્સ : મનુષ્યમાં જનીનપ્રરૂપી (genotypic) કુસમાયોજન(maladjustment)ની સુધારણા. તે જનીનિક રોગોની લાક્ષણિક (symptomatic) આયુર્વિજ્ઞાનીય ઇજનેરી વિદ્યા છે, જેમાં મનુષ્યના આનુવંશિકર્દષ્ટિએ (genetically) ત્રુટિપૂર્ણ વિકાસ દરમિયાન યથાશીઘ્ર હસ્તક્ષેપ કરી તેના લક્ષણપ્રરૂપ(phenotype)માં જરૂરી પરિવર્તન કરવામાં આવે છે. મનુષ્યને દીર્ઘાયુષ્ય બક્ષવા પેશી કે અંગોનું પ્રતિરોપણ (transplantation) અને વિશિષ્ટ ઉત્સેચકો કે અંત:સ્રાવોનું ઔદ્યોગિક સંશ્ર્લેષણ કરવામાં આવે…
વધુ વાંચો >યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય)
યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય) : વનસ્પતિઓના ફિલિકોફાઇટા કે પ્ટેરોફાઇટા વિભાગનો આદિ હંસરાજ(primitive ferns)નો બનેલો એક વર્ગ. તેના બીજાણુજનક(sporophyte)નું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોય છે. પર્ણો મોટાં અને સામાન્યત: વિભાજિત હોય છે અને પર્ણ-અવકાશો (leaf gaps) ધરાવે છે. પર્ણોનું કલિકા-અવસ્થામાં કુંડલિતાગ્ર (cixcinate) પર્ણવલન જોવા મળતું નથી અને તે ઉપપર્ણીય (stipulate) કે…
વધુ વાંચો >યૂગ્લીનોફાઇટા
યૂગ્લીનોફાઇટા : સામાન્યત: મીઠા પાણીમાં થતાં એકકોષી, નગ્ન અને ચલિત સજીવ સ્વરૂપોનો એક વિભાગ. આ વિભાગમાં કેટલાંક વૃક્ષાકાર (dendroid) વસાહતથી ઊંચી કક્ષાનાં નહિ તેવાં અચલિત બહુકોષીય સ્વરૂપોની ઉત્ક્રાંતિ થઈ છે. તેનો જીવરસ રંગહીન કે ઘાસ જેવા લીલા રંગનો હોય છે. ક્લૉરોફિલ a અને b રંજ્યાલવ(chromatophore)માં આવેલાં હોય છે. ક્લૉરોફિલ બાબતે…
વધુ વાંચો >