વનસ્પતિશાસ્ત્ર
બુડ્લેજેસી
બુડ્લેજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને લોગેનિયસી કુળમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળની Buddleia પ્રજાતિ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ-કટિબંધીય એશિયા, અમેરિકા અને આફ્રિકામાં થયેલું છે. તેની સાથે બીજી 18 પ્રજાતિ અને 40 જાતિઓનો આ કુળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં B.…
વધુ વાંચો >બૂચ
બૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Millingtonia hortensis Linn. f. (હિં. બં., आकाशनीम, नीम चमेली, मीनी-चम्बेली; મ. આકાશ નીમ્બ, નીમી-ચમ્બેલી; ગુ. બૂચ, લટક ચમેલી, આકાશ લીમડો; અં. ઇડિયન કૉર્ક ટ્રી, ટ્રી જૅસ્મિન) છે. તે એક એકલ પ્રરૂપ (monotypic) પ્રજાતિ છે અને બર્મા અને મલાયાની…
વધુ વાંચો >બૃહત્ પોષક તત્વો
બૃહત્ પોષક તત્વો : વનસ્પતિના પોષણ માટે વધારે પ્રમાણમાં આવશ્યક પોષક તત્વો. જરૂરિયાતના સંદર્ભમાં પોષક તત્વોને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) બૃહત્ પોષક તત્વો (macronutrients) : તેઓ વિશેષ પ્રમાણમાં જરૂરી હોય છે. હાઇડ્રોજન, કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ અને સલ્ફર બૃહત્ પોષક તત્વો છે.…
વધુ વાંચો >બેઇલી, ઇરવિંગ વિડમર
બેઇલી, ઇરવિંગ વિડમર (જ. 15 ઑગસ્ટ 1884, ટિલ્ટન, ન્યૂહૅમ્પશાયર; અ. ?) : એક વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ સોલન ઇરવિંગ અને માતાનું નામ રૂથ પાઉલ્ટર બેઇલી. સોલન ઇરવિંગ હાર્વર્ડ કૉલેજની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપી હતી. તેમને આરીક્વી પા ગામે, પેરૂમાં ઍન્ડીઝ પર્વતોની ઊંચી હારમાળામાં…
વધુ વાંચો >બેઇલી, લિબર્ટી હાઇડ
બેઇલી, લિબર્ટી હાઇડ (જ. 15 માર્ચ 1858, સાઉથ હેવન પાસે, મિશિગન; અ. 25 ડિસેમ્બર 1954, ઇથાકા, એન. વાય.) : વનસ્પતિશાસ્ત્રી. તેમના શોભન-વનસ્પતિઓના વર્ગીકરણ-વિદ્યાકીય અભ્યાસને કારણે યુ.એસ. ઉદ્યાનકૃષિ(horticulture)નું ઉદ્યોગમાંથી પ્રયુક્ત વિજ્ઞાનમાં રૂપાંતર થયું અને તેની જનીનવિજ્ઞાન, વનસ્પતિરોગવિજ્ઞાન અને કૃષિવિજ્ઞાનના વિકાસ પર સીધી અસર રહી. તેમણે 1882થી 1884 સુધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકન…
વધુ વાંચો >બેનિટાઇટેલ્સ
બેનિટાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓનું એક અશ્મીભૂત ગોત્ર. અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી જે. જે. બેનેટના નામ પરથી આ ગોત્રનું નામ ‘બેનિટાઇટેલ્સ’ આપવામાં આવ્યું છે. જોકે આર્નોલ્ડે (1947) તેનું વધારે યોગ્ય નામ સાયકેડિયોઇડેલ્સ [ગ્રીક : Kykas, કોકોપામ : eidos, સામ્ય (resemblance)] આપ્યું. આ ગોત્રની વનસ્પતિઓ મોટાભાગના મધ્યજીવી (mesozoic) મહાકલ્પ (era) દરમિયાન પૃથ્વી પર ઘણાખરા…
વધુ વાંચો >બૅન્થમ, જ્યૉર્જ
બૅન્થમ, જ્યૉર્જ (જ. 22 સપ્ટેમ્બર 1800, સ્ટૉક, ડેવન; અ. 10 સપ્ટેમ્બર 1884, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી. તેમના સમયની બધી જાણીતી વનસ્પતિજાતિઓના વિસ્તૃત અભ્યાસ પર આધારિત બીજધારીઓ(spermatophyta)ની તેમની વર્ગીકરણ-પદ્ધતિ વાહકપેશીધારીઓના વર્ગીકરણવિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓ માટે પાયારૂપ ગણાય છે. તેઓ ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની પાયરેમ દ કૅન્ડોલે વર્ણવેલ ફ્રેન્ચ વનસ્પતિસમૂહ- (flora)ની વૈશ્લેષિક (analytic) સારણીઓ દ્વારા…
વધુ વાંચો >બેલાડોના
બેલાડોના : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Atropa belladona var acuminata (હિં. अंगूरशेका, सागअंगूर, અં. બેલાડોના, ડેડ્લી નાઇટશેડ, ઇન્ડિયન બેલાડોના) છે. A. belladona યુરોપિયન બેલાડોના છે. તેનું મૂળ વતન મધ્ય અને દક્ષિણ યુરોપ છે અને તેનું વાવેતર ઇંગ્લૅન્ડ તથા મધ્ય અને દક્ષિણ યુરોપના દેશોમાં થાય…
વધુ વાંચો >બેલેનાઇટિસ
બેલેનાઇટિસ : જુઓ ઇંગોરિયો
વધુ વાંચો >બેલોપેરોન
બેલોપેરોન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. મોટાભાગની જાતિઓ આછા પાતળા છાંયડામાં નાના છોડ સ્વરૂપે થાય છે અને મોટા છોડની નીચે ઉપક્ષુપ (undershrub) તરીકે રોપવામાં આવે છે. આ બધી જાતિઓને બારેમાસ પુષ્પો બેસે છે. તેમની જાતિ અનુસાર પુષ્પોના રંગમાં વૈવિધ્ય હોય છે. તેની કેટલીક મુખ્ય જાતિઓ નીચે…
વધુ વાંચો >