વનસ્પતિશાસ્ત્ર
તગર (ગંઠોડાં)
તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…
વધુ વાંચો >તજ
તજ : વનસ્પતિના દ્વિદળી વર્ગના લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum verum Presl syn. C. zeylanicum Blume (સં. त्वकपत्र, હિં. મ. બં. ક. દાલચીની; તા. કન્નાલ-વંગપત્તઈ, કરુવાપત્તે) છે. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણથી સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનું વાવેતર મુખ્યત્વે શ્રીલંકા, દક્ષિણ ભારત, બ્રાઝિલ,…
વધુ વાંચો >તડતડિયાં
તડતડિયાં : હેમિપ્ટેરા શ્રેણીની જીવાત. ડાંગર તથા કપાસ અને અન્ય પાકને નુકસાન કરતાં તડતડિયાંનો સમાવેશ અનુક્રમે ડેલ્ફાસીડી અને જેસીડી કુળમાં થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારનાં હોય છે, જે પાન પર ત્રાંસું ચાલતાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ કપાસ ડાંગર, દિવેલા, ભીંડા, રીંગણી, મગફળી અને…
વધુ વાંચો >તપોવન
તપોવન (sacred grove) : સ્થાનિક જનસમુદાય માટે વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવતાં વૃક્ષોના સમૂહનો બનેલો જંગલનો ખંડ. તેનું સ્થાનિક લોકો દ્વારા રક્ષણ થાય છે. તપોવન સામાન્ય રીતે ત્યાંના લોકોના રક્ષણ માટેનો ધાર્મિક સૂચિતાર્થ (connotation) ધરાવે છે. આ વિસ્તારમાં શિકાર અને ઉત્કાષ્ઠન (logging) પર સખત પ્રતિબંધ હોય છે. કેટલીક વાર મધ અને…
વધુ વાંચો >તમાકુ
તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…
વધુ વાંચો >તમાલપત્ર
તમાલપત્ર : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ cinnamomum tamala (F. Hamilt) nees & eberm (સં. तमालपत्र, મ. સાંભરપાન, હિં. तेजपात, તા. તલીસપત્તીર, તે. તલીસપત્તી) છે. આ વૃક્ષની છાલ ભારતીય તજ (indian cassia bark) તરીકે ઓળખાય છે. હિમાલયના સમશીતોષણથી ઉષ્ણકટિબંધનું પર્યાવરણ ધરાવતા પ્રદેશમાં 1000થી 2600 મી.ની…
વધુ વાંચો >તરબૂચ
તરબૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની વનસ્પતિનું ફળ. તેનું વૈજ્ઞાનિક નામ Citrulus vulgaris, Schrad (ગુ. તરબૂચ). ઉદભવ અને વિતરણ : તે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં વધતાઓછા પ્રમાણમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. તરબૂચના પાકા ફળમાં 92…
વધુ વાંચો >તલ
તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે. ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો…
વધુ વાંચો >તાજ ગાંઠ
તાજ ગાંઠ (crown gall) : ચેપને કારણે ટમેટાં, રાસબરી, સફરજન વગેરે ફળવાળી વનસ્પતિના પ્રકાંડ ઉપર ઊગતી ગાંઠ Agrobacterium tumefaciens બૅક્ટેરિયાના ચેપને કારણે આ ગાંઠનો દેખાવ તાજ જેવો હોય છે, તેથી તેને તાજની ગાંઠ કહે છે. આ ગાંઠ મનુષ્યમાં થતી કૅન્સરની ગાંઠને મળતી આવે છે. ચેપ દરમિયાન આ બૅક્ટેરિયા પોતાના કોષમાં…
વધુ વાંચો >તાડ
તાડ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક.તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો…
વધુ વાંચો >