ર. લ. રાવળ

દાંડીકૂચ

દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930; મીઠાનો સત્યાગ્રહ : 6 એપ્રિલ 1930) : પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની કાયદેસરતાને સંપૂર્ણ અહિંસક રીતે પડકારતી ગાંધીજીની ઐતિહાસિક કૂચ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં 1930ના વર્ષમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વને પડકારવા ગાંધીજીએ તેમના 79 સાથીઓ સાથે અમદાવાદના હરિજન આશ્રમથી (12 માર્ચ)…

વધુ વાંચો >

દાંતોં, ઝોર્ઝ ઝાક

દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી…

વધુ વાંચો >

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (જ. 11 ઑક્ટોબર 1899, ધર્મજ, જિ. ખેડા; અ. 1 ફેબ્રુઆરી 1969, અમદાવાદ) : ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર. જન્મ પાટીદાર કુટુંબમાં. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની…

વધુ વાંચો >

ધરાસણા સત્યાગ્રહ

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ…

વધુ વાંચો >

ધર્મસુધારણા

ધર્મસુધારણા (Reformation) : સોળમી સદીમાં યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની આપખુદી તથા દુરાચાર સામેનો પડકાર. પોપની નિરંકુશ સત્તા સામેનો સ્વાતંત્ર્યસંગ્રામ. રોમન સામ્રાજ્યના પતન પછી પણ યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની ધર્મસંસ્થા જીવંત રહી હતી. તેના વડા પોપ કહેવાય છે. આ સંસ્થાને તેનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સામ્રાજ્ય હતું. ઇટાલીમાં તેમની માલિકીનાં વિશાળ જમીનો, દેવળો, મકાનો તથા…

વધુ વાંચો >

નખત્રાણા

નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો…

વધુ વાંચો >

નરીમાન, ખુરશેદ ફરામજી

નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને…

વધુ વાંચો >

નલિયા

નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે.…

વધુ વાંચો >

નાન્કિંગ

નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ…

વધુ વાંચો >

નાયકર, રામસ્વામી

નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં…

વધુ વાંચો >