રા. ય. ગુપ્તે

હાર્વે, વિલિયમ (William Harwey)

હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ…

વધુ વાંચો >

હીકેલ અર્ન્સ્ટ (Haeckel Ernst)

હીકેલ, અર્ન્સ્ટ (Haeckel Ernst) (જ. 16 ફેબ્રુઆરી 1834, પોટ્સડેમ, પ્રુસિયા; અ. 9 ઑગસ્ટ 1919, જેના, જર્મની) : જર્મન પ્રાણીશાસ્ત્રી અને પુનર્જન્માન્તરવાદ(theory of recapitulation)-ના પુરસ્કર્તા. આ વાદ મુજબ દરેક પ્રાણીના ગર્ભવિકાસના તબક્કામાં તેના સમૂહના વિકાસનું પુનરાવર્તન થાય છે (ontogeny recapitulates phylogeny). તેઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રખર પુરસ્કર્તા તરીકે જાણીતા છે. કાર્લ…

વધુ વાંચો >

હૂક રૉબર્ટ

હૂક, રૉબર્ટ (જ. 18 જુલાઈ 1635, ઇંગ્લૅન્ડ; અ. 3 માર્ચ 1703, લંડન) : આજે પણ જેનો સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત સ્વીકાર્ય છે તેવા અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની. 13 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં જાણીતા ચિત્રકાર સર પીટર લેલીને ત્યાં ચિત્રકામ શીખવા માટે રહ્યા. એક તરફ તેમનું સ્વાસ્થ્ય બરાબર ન હતું અને તેમાંય તેલ…

વધુ વાંચો >

હૃદય

હૃદય : લોહીના પરિભ્રમણ માટે શરીરમાં સ્વયંસંચાલિત પંપનું કાર્ય કરતું અંગ. તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓ (મનુષ્ય સહિત) અને ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં (higher invertebrates) રુધિરના પરિભ્રમણ માટે વિવિધ રચના ધરાવતાં હૃદય જોવા મળે છે. તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં…

વધુ વાંચો >

હેડૉક (Haddock)

હેડૉક (Haddock) : કૉડ માછલીના કુળની મહત્વની ખાદ્ય માછલી. આ માછલી તેની પાર્શ્વ બાજુએ એક કાળી રેખા ધરાવે છે અને શીર્ષના પાછલા છેડા તરફ એક કાળું ટપકું ધરાવે છે. આ બે લક્ષણોથી તે કૉડ માછલીથી જુદી પડે છે. બીજું હેડૉકની પીઠ ઉપરનું અગ્ર ભીંગડું અન્ય કૉડનાં ભીંગડાં કરતાં વધુ અણીદાર…

વધુ વાંચો >

હેરિંગ

હેરિંગ : વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ખાદ્ય માછલી તરીકે જાણીતી હેરિંગ કુળની માછલી. સાર્ડાઇન, શાડ અને અલેવાઇફ નામે ઓળખાતી માછલીઓ પણ આ જ કુળની છે, શ્રેણી ક્લુપીફૉર્મિસમાં આ પ્રકારની માછલીઓની 70 પ્રજાતિઓ (genera) મળે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો સિવાયના લગભગ બધા જ સાગરોમાં હેરિંગ મળી આવે છે. વિશાળ…

વધુ વાંચો >

હેરેલ ફેલિક્સ

હેરેલ, ફેલિક્સ (જ. 25 એ હેરેલ, પ્રિલ 1873, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 1938, પૅરિસ) : બૅક્ટેરિયોફેજ વાયરસની શોધ કરનાર ફ્રેન્ચકૅનેડિયન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી (Microbiologist). બૅક્ટેરિયાભક્ષક વાયરસ અંગેની ખુલાસાવાર માહિતી દ´ હેરેલે પ્રથમ આપી; પરંતુ તેના પહેલાં 1915માં એફ. ડબ્લ્યૂ. ટ્વૉર્ટે બૅક્ટેરિયોફેજ વાયરસ અંગેનો આછો ખ્યાલ આપ્યો હતો. ફ્રેડરિક ટ્વૉર્ટે પ્રથમ વાર…

વધુ વાંચો >

હેલ્સ સ્ટીફન

હેલ્સ, સ્ટીફન (7/17 સપ્ટેમ્બર 1677, બીકીસબર્ન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1761, ટેડિંગ્ટન, લંડનની પાસે) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, શરીરવિજ્ઞાની અને પાદરી, જેમણે વનસ્પતિ અને પ્રાણી દેહધાર્મિક ક્રિયાઓ ઉપર સાંખ્યિકીય (statistical) અને પ્રયોગલક્ષી સંશોધનો કર્યાં છે. હેલ્સ સ્ટીફન 1703માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને ત્યાં વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો…

વધુ વાંચો >

હોરા સુંદરલાલ

હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…

વધુ વાંચો >

હૉલ માર્શલ

હૉલ, માર્શલ (જ. 18 ફેબ્રુઆરી 1790, બાસ્ફોર્ડ, નોટિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 ઑગસ્ટ 1857, બ્રાયટોન, પૂર્વ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : ‘પરાવર્તી ક્રિયા’(reflax actions)ની વૈજ્ઞાનિક સમજૂતી આપનાર પ્રથમ અંગ્રેજ શરીરશાસ્ત્રી. ઈ. સ. 1826થી 1853ના સમયગાળામાં તેઓ લંડન અને યુરોપના દેશોમાં ખાનગી પ્રૅક્ટિસ કરતા દાક્તર અને શરીરવિદ્યામાં સંશોધક તરીકે ખ્યાતિ પામ્યા. તે જમાનાની રૂઢ…

વધુ વાંચો >