રાજ્યશાસ્ત્ર

આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો

આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં,…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર

આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર (international trade) : બે કે તેનાથી વધુ રાષ્ટ્રો વચ્ચે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણનો વ્યવહાર. તેનાં ત્રણ પાસાં છે : (1) પરદેશથી વસ્તુઓ આયાત કરવી (આયાતવેપાર), (2) પરદેશમાં વસ્તુઓ નિકાસ કરવી (નિકાસ વેપાર) (3) પરદેશથી વસ્તુઓ આયાત કરી તેના સ્વરૂપમાં પરિવર્તન કરીને અગર તો બારોબાર…

વધુ વાંચો >

આંતરવિગ્રહ

આંતરવિગ્રહ (civil war) : એક જ દેશની રાષ્ટ્રીયતા અને/અથવા નાગરિકત્વ ધરાવતી પ્રજાનાં જુદાં જુદાં જૂથો વચ્ચે તે જ દેશમાં ફાટી નીકળતો વ્યાપક સશસ્ત્ર સંઘર્ષ. આંતરવિગ્રહનાં ચાર મુખ્ય લક્ષણો છે, જે તેને જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે ખેલાતાં યુદ્ધથી જુદો પાડે છે : (1) તે એક જ દેશના નાગરિકો વચ્ચેનો આંતરસંઘર્ષ હોય…

વધુ વાંચો >

આંબેડકર, બી.આર. (ડૉ.)

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

ઇકાફે

ઇકાફે (ECAFE) : સંયુક્ત રાષ્ટ્રસંઘનું પ્રાદેશિક આર્થિક સંગઠન. તેનું મૂળ નામ ઇકૉનૉમિક કમિશન ફૉર એશિયા ઍન્ડ ફાર ઈસ્ટ હતું. હવે તે ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક નામથી ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલ હેઠળ એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય…

વધુ વાંચો >

ઇકેડા હાયાટો

ઇકેડા હાયાટો (જ. 3 ડિસેમ્બર 1899, તાકેહારા, જાપાન; અ. 13 ઑગસ્ટ 1965, ટોક્યો, જાપાન) : જાપાનના વડાપ્રધાન તથા બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દેશના આર્થિક પુનરુત્થાનના પ્રણેતા. ઇકેડાએ ઇમ્પીરિયલ યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1925માં સ્નાતક પદવી પ્રાપ્ત કરીને દેશના નાણાખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાણાખાતાના ઉપમંત્રીપદે કામ કર્યું. 1949ની સામાન્ય ચૂંટણીમાં…

વધુ વાંચો >

ઇઝરાયલ

ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >

ઇટોલિયન લીગ

ઇટોલિયન લીગ : કૉરિન્થના અખાતની ઉત્તરે આવેલા પ્રાચીન ગ્રીસના ઇટોલિયા પ્રદેશનું સમવાયતંત્ર. દરિયાકિનારા તથા પર્વતોથી આ પ્રદેશ રક્ષાયેલો હતો. ખેતી લોકોનું જીવનનિર્વાહનું સાધન હતું. ઇટોલિયન લીગનું અર્ધસમવાય ઈ. સ. પહેલાં ચોથી સદીમાં અસ્તિત્વમાં આવ્યું. ઈ. સ. પૂ. 300ના વર્ષે લીગે ડેલ્ફીનો કબજો લીધો અને એકિયન લીગ તથા મેસિડોનિયા સાથે દુશ્મનાવટ…

વધુ વાંચો >

ઇનોનુ ઇસ્મત

ઇનોનુ ઇસ્મત (જ. 24 સપ્ટેમ્બર 1884, ઇઝમીર; અ. 25 ડિસેમ્બર 1973, ટર્કી) : તુર્કસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને બીજા રાષ્ટ્રપ્રમુખ. તેઓ આધુનિક તુર્કસ્તાનના ઘડવૈયા મુસ્તફા કમાલ આતાતુર્કના નજીકના સાથી હતા. મૂળ નામ ઇસ્મત પાશા. 1906માં લશ્કરી કૉલેજમાંથી સ્નાતક તથા કૅપ્ટનનો દરજ્જો મેળવ્યો. 1915માં કર્નલના દરજ્જાથી અલંકૃત. યેમનમાં લશ્કરના વડા સેનાપતિ. પ્રથમ…

વધુ વાંચો >